Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 213
________________ જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧ ૮૦૫ પ્રીતિ સર્વ દુઃખ ભૂલાવી દે છે તેવી જ રીતે તત્ત્વજ્ઞાનના અર્થી અને સાંસારિક ભાવોથી વિરક્ત બનેલા આત્માર્થી મુમુક્ષુ જીવોને અનશન-ઉણોદરી-વૃત્તિસંક્ષેપ-રસત્યાગ ઈત્યાદિ બાહ્યતપ અને પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવચ્ચ ઈત્યાદિ અભ્યત્તર તપ આચરવો દુસ્સહ લાગતો નથી. કર્મ ખપાવવાની અને આત્મતત્ત્વ સાધવાની એટલી બધી તાલાવેલી લાગી હોય છે કે દુસ્સહ વસ્તુ પણ સુસહ થઈ જાય છે. કાર્યનો અર્થી જીવ તેના કારણસેવનમાં ક્યારેય પ્રમાદ કરતો નથી. પરીક્ષામાં પાસ થવા રૂપ કાર્યનો અર્થી જીવ તેના ઉપાયભૂત વાંચન-પઠન-પાઠનમાં ક્યારેય પ્રમાદ કરતો નથી. નફાનો અર્થી જીવ તેના કારણભૂત એવો વેપાર કરવામાં ક્યારેય પ્રમાદ કરતો નથી. નિરોગી થવાનો અર્થી જીવ તેના ઉપાયભૂત ઔષધ લેવામાં ક્યારેય પ્રમાદી બનતો નથી. તેમ અહીં પણ સમજવું. આ કારણથી આત્માના અનંત ગુણોના સુખસ્વરૂપ પરમાનંદનું કાર્ય કરવાનો અર્થ એવો આરાધક-સાધક જીવ અનશન વગેરે તપશ્ચર્યા કરવા રૂપ કષ્ટકારી અનુષ્ઠાન આચરવામાં પણ ક્યારેય દુસ્સહપણું માનતો નથી. પણ હોંશે હોંશે તે તે અનુષ્ઠાન કરવામાં જોડાય છે. તે મુમુક્ષુ જીવ મનમાં સમજે છે કે જો યથાર્થ કારણ સેવીશું તો જ યથાર્થ કાર્યની સિદ્ધિ થવાની છે. III सदुपायप्रवृत्तानामुपेयमधुरत्वतः । ज्ञानिनां नित्यमानन्द-वृद्धिरेव तपस्विनाम् ॥४॥ ગાથાર્થ :- ઉત્તમ અને સાચા ઉપાયમાં પ્રવર્તેલા જ્ઞાની અને તપસ્વી મહાત્માઓને ઉપેયની મધુરતા જણાવાથી હંમેશાં આનંદ આનંદની વૃદ્ધિ જ હોય છે. ટીકા :- “હુપાતિ” તપસ્વિનાં તીવ્રતોનાનાં માસવિષUHસાન્ત सर्वाहारपरिहारातापनाकायोत्सर्गादिजिनकल्पपरिहारविशुद्धिमुनीनां ज्ञानिनां सूक्ष्मानन्तस्वपरपर्यायविवेकमग्नीकृतचैतन्यानाम् तपस्विनां परीषहादौ वननदीगह्वरवासेऽपि आनन्दवृद्धिरेव । यथा हि कश्चिदधमर्णः प्राप्तद्रव्योपचयः उत्तमर्णाय द्रविणं ददन्। आत्मानं धन्यमेव मन्यते, अथवा लब्धिसिद्ध्यर्थी पूर्वसेवायामुद्बाहुः अधोमुखादि महाकष्टानुष्ठानमपि तत्सिद्धिसाध्याभिलाषी यथात्यन्तकष्टं चेष्टते तथा हर्षमेति, एवं ૧. અહીં રા ધાતુ ત્રીજો ગણ લઈએ તો – રૂ૫ થાય. અથવા રત્ ધાતુ પહેલો ગણ લઈએ તો આત્મપદી છે એટલે રત્ ન થાય પણ માત્મા નિત્યમ્ વિચારીએ તો જ આ રૂપ સંગત થાય.

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301