Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 285
________________ જ્ઞાનમંજરી ચારિત્રલક્ષ્મીની સાથે લગ્ન ८७७ તોરણોની માળા છે. ઘરમાં ઠેકઠેકાણે જેમ તોરણો બાંધે છે તેમ આ આત્માના ઘરમાં ઘણો વિવેક પ્રગટ્યો છે. હેય-ઉપાદેયનો જબરજસ્ત વિવેક જાગ્યો છે. હેયમાં હેય બુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ પ્રગટી છે. આમ વિવેકરૂપી તોરણો ચમકે છે. (૨) જ્ઞાનથી થયેલું અજવાળું એ ધોળાશ વિસ્તારાઈ છે, જેમ ખડી આદિથી ઘરને ધોળતાં ઉજાસ આવે તેમ જ્ઞાનના બળથી હૃદયઘરમાં ઉજ્વળતાનો વિસ્તાર થયો છે. (૩) અહીં હૃદય-ચિત્ત-મન એ ઘર સમજવું. (૪) જેમ લગ્નપ્રસંગે બહેનો હોંશે-હોંશે ધવલમંગળ ગાય છે તેમ અહીં જ્ઞાનસારાષ્ટકના શ્લોકોનો સ્ફીત-વિશાળ ગીતધ્વનિ-ધવળમંગળ-ગુંજારવ ગવાય છે. હૃદયમાં આ શ્લોકોનું ઘણું જ રટન ચાલે છે. આધ્યાત્મિક રસપૂર્વક શ્લોકોનું નિરંતર ગુંજન ચાલે છે. (૫) વરરાજા લગ્નના કારણે હર્ષઘેલા હોય છે તેમ આ આત્મા ચારિત્રલક્ષ્મીની સાથે પોતાનાં લગ્ન લેવાયાં હોવાથી પૂર્ણ આનંદના ધનવાળો થયેલ છે. (૬) જે પુરુષને ખાસ કોઈ કન્યા આપતું ન હતું, જે ઘરની કોઈ વિશિષ્ટ ઈજ્જત ન હતી, તે પુરુષ દેશ-વિદેશમાં ઘણું ભણીને આવ્યો એટલે સારા ઘરની વિશિષ્ટ કન્યા સાથે લગ્ન લેવાય છે ત્યારે બન્નેનાં ભાગ્ય ઉઘડ્યાં એમ કહેવાય છે. જે પુરુષને કોઈ કન્યા આપતું ન હતું તેને ઉંચા ઘરની વિશિષ્ટ કન્યા મળી એટલે પુરુષનું ભાગ્ય ખીલ્યું-ઉઘડ્યું કહેવાય અને કન્યાને આવો ભણેલો-ગણેલો વર મળ્યો એટલે કન્યાનું પણ ભાગ્ય ખીલ્યું, આ બન્નેનો સંબંધ ભણતરથી થયો, પુરુષ દેશ-વિદેશમાં ઘણું ભણ્યો તો આ સંબંધ થયો. તેમ આ જીવ જ્ઞાનસારાષ્ટક ભણ્યો, જ્ઞાની બન્યો, વૈરાગી બન્યો, તો ચારિત્ર રૂપી લક્ષ્મીનાં માતાપિતાએ પોતાની ચારિત્ર-લક્ષ્મી કન્યાને પરણાવી. તેથી તામિષાત્ આ જ્ઞાનસારાષ્ટક નામના ગ્રન્થના અભ્યાસના બહાનાથી સહનયા તત્વા યમક્યા તે બન્નેનું ભાગ્ય ખીલવાનીઉઘડવાની સ્વાભાવિક નીતિરીતિથી ત્રિં – આશ્ચર્ય ઉપજાવે તેવો પ્રમ પાણિગ્રહણ મહોત્સવ-લગ્નપ્રસંગ વિં ન ગમવત્ જાણે શું ન થયો હોય ? અર્થાત્ થયો છે. = ક્યાં વરરાજાનું ઘર ! અને ક્યાં કન્યાનું ઘર ! કન્યા ઉંચા ઘરની છે સુખી ઘરની છે. વરરાજા એટલા ઉંચા ઘરના નથી પણ ભણતર છે, એટલે ઉંચા ઘરની કન્યા મળી. એમ અહીં જ્ઞાનસારાષ્ટકનો અભ્યાસ કર્યો એટલે ચારિત્રલક્ષ્મી કન્યા મળી. તેથી આ લગ્ન લોકોમાં આશ્ચર્ય ઉપજાવનાર છે માટે ચિત્ર શબ્દ લખ્યો છે. વરરાજાનું ભાગ્ય ખીલ્યું કે ઉંચા ઘરની કન્યા મળી તેમ અહીં પોતાનું સ્વાભાવિક ભાગ્ય ખીલ્યું. તથાભવ્યતા પાકી આત્મહિત થવાનો સમય આવ્યો એટલે તે રીતે ચારિત્રલક્ષ્મી કન્યા મળી.

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301