Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 284
________________ ८७६ ચારિત્રલક્ષ્મીની સાથે લગ્ન જ્ઞાનસાર મંગળગીતોનો ધ્વનિ પ્રસરે છે ત્યારે, પૂર્ણ આનંદના ઘન સ્વરૂપ એવા આત્માને સ્વાભાવિક એવી તે આત્માની ભાગ્યલક્ષ્મી ઉદયમાં આવી હોય એવી નીતિરીતિ પ્રમાણે ચારિત્ર રૂપી લક્ષ્મીની સાથે આ ગ્રંથના (અભ્યાસના) બહાનાથી આશ્ચર્યકારી પાણિગ્રહણ-મહોત્સવ (લગ્નમહોત્સવ) જાણે પ્રવર્તતો હોય શું? અર્થાત્ આત્માનું અને ચારિત્ર-લક્ષ્મીનું લગ્ન લેવાયું હોય એમ જાણવું. ./૧૫ ટીકા :- “ગાતોદ્રતિ” તિસ્થમિષાન્ત-જ્ઞાનસરસ્થાગાવ્યાનાહૂ चारित्रश्रियः करग्रहमहः-पाणिग्रहणमहोत्सवः प्रसरति इति सण्टङ्क, शेषं स्वत ऊह्यम् ૨૧ વિવેચન :- અનાદિકાળથી આ આત્મા ભોગી, અવિરતિ, મોહબ્ધ અને વિષયસુખનો અર્થી હતો. જ્ઞાનસાર નામનો ગ્રન્થ તેના હાથમાં આવવાથી, તેનો અભ્યાસ થવાથી તે જીવની પરિણતિ બદલાઈ ગઈ. ભોગીમાંથી આ જીવ યોગી થયો, અવિરતિમાંથી વિરતિધર થયો. મોહાલ્પમાંથી નિર્મોહી બન્યો અને વિષયસુખનો અર્થી હતો તેમાંથી આત્માર્થી થયો. આમ સઘળી પરિસ્થિતિ પલટાઈ ગઈ, આ જ વાતને આ શ્લોકમાં કવિરાજ અલૌકિક રીતે રજુ કરે છે. આ જ્ઞાનસારાષ્ટક નામનો જે ગ્રન્થ છે તેનો અભ્યાસ કરવાથી આ જીવનું ચારિત્રલક્ષ્મીની સાથે લગ્ન થયું. કોઈપણ કન્યા અથવા કન્યાનાં માતા-પિતા જમાઈ કેટલું ભણેલો છે? તે ખાસ દેખે છે. કારણ કે ભણેલો હોય તો જ કમાણી કરી શકે અને પોતાની પુત્રી તથા તેનો પરિવાર સંસારના સુખે સુખી થાય, એટલે ભણેલાને જ કન્યા આપે, અને કન્યા પણ ભણેલાને વર તરીકે ઈચ્છે. આ કારણથી જ્યાં સુધી આ જીવ જ્ઞાનસાર ભણ્યો ન હતો ત્યાં સુધી રખડતો હતો, કોઈ આત્મિક-ધનવાળી કન્યા આપતું ન હતું, પણ જ્ઞાનસારાષ્ટક ભણ્યો, વૈરાગી બન્યો, મોહને જિતનાર બન્યો, એટલે ચારિત્ર રૂપી લક્ષ્મીની સાથે તેનો સંબંધ થયો, આત્માનો અને ચારિત્રલક્ષ્મીનો કરગ્રહમત-પાણિગ્રહણ મહોત્સવ થયો. અર્થાત્ આ બન્નેનું લગ્ન લેવાયું. જ્યારે લગ્ન લેવાય છે ત્યારે ઘરમાં તોરણો બંધાય છે માટીનાં મકાન હોય તો ખડીથી ધોળવામાં અને બીજાં મકાનોને કલરથી રંગવામાં આવે છે. રંગરોગાન કરવામાં આવે છે અર્થાત્ ઘર શોભાવવામાં આવે છે બધી જ બહેનો ધવલ-મંગલ ગાય છે આ તમામ વાતો દ્વારા કવિશ્રી આ લગ્નપ્રસંગને અહીં રજૂ કરે છે - (૧) જ્ઞાનસાર ભણવાથી પ્રગટ થયેલી અતિશય ઘણા વિવેકવાળી જે બુદ્ધિ છે તે

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301