Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 298
________________ ૮૯) જ્ઞાનસાર ટીકાકારશ્રીની પ્રશસ્તિ પ્રતિષ્ઠા શ્રી દીપચંદ્રજી ઉપાધ્યાયશ્રીએ કરાવી, તથા અમદાવાદ શહેરની અંદર સહસ્ત્રફણા પાર્શ્વનાથ વગેરે અનેક પ્રતિમાજીની તથા અનેક ચૈત્યોની પ્રતિષ્ઠા પણ ધર્મની વૃદ્ધિ થાય તે માટે કરાવી. ll૧૩-૧૪-૧પી. तच्छिष्येण स्वबोधार्थं, देवचन्द्रेण धीमता । व्याख्याता सुगमा शुद्धा, टीकेयं तत्त्वबोधनी ॥१६॥ તેમના શિષ્ય ધીમાન શ્રી દેવચંદ્રજી વડે પોતાના બોધને માટે સુગમ અને શુદ્ધ એવી તત્ત્વબોધની નામની આ ટીકા કરાઈ. ૧૬ll स्याद्वादस्य रहस्यानां, ज्ञानाल्लब्धोदयेन च । देवचन्द्रेण बोधार्थं, सुटीकेयं विनिर्मिता ॥१७॥ સ્યાદ્વાદ ધર્મનાં રહસ્યોનું જ્ઞાન થવાથી પ્રાપ્ત થયેલા પુણ્યોદયવાળા એવા શ્રી દેવચંદ્રજી વડે પોતાના બોધને માટે આ સુંદર ટીકા બનાવાઈ. ll૧૭ll संवद्रेसनिधिजलधिचन्द्रमिते (१७९५) कार्तिके सिते पक्षे पञ्चम्यां नव्यपुरे कृतेयं ज्ञानमञ्जरी ॥१८॥ વિક્રમ સંવત ૧૭૯૫ મા વર્ષે કારતક માસના શુક્લ પક્ષની પંચમીના દિવસે જામનગરમાં (નવાપુરામાં) આ જ્ઞાનમંજરી નામની ટીકા રચાઈ ૧૮ वाचनात्पठनादस्या, यो लाभो मे समागतः । तेनाहं भव्यसङ्घश्च, भवतां धर्मसाधकः ॥१९॥ આ જ્ઞાનમંજરી ટીકાનું વાંચન કરવાથી અને ભણવાથી મારા આત્માને જે લાભ થયો તેનાથી હું અને ભવ્ય એવો ચતુર્વિધશ્રીસંઘ ધર્મસાધનાર બનજો. ૧૯ जयतु जिनराजस्य, शासनं दुःखनाशनम् । ज्ञानानन्दविलासाढ्यं सर्वसंपद्विवर्धनम् ॥२०॥ દુઃખોનો નાશ કરનાર, સર્વસંપત્તિને વધારનાર અને જ્ઞાનના આનંદના વિલાસથી ભરપૂર ભરેલું એવું જૈનશાસન જય પામો, જય પામો. ૨ll

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301