Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 259
________________ ૮૫૧ જ્ઞાનમંજરી ૩૨ અષ્ટકોનો ઉપસંહાર જે જીવ પૂર્ણ બને છે તે જ પોતાની પ્રાપ્ત થયેલી પૂર્ણતામાં મગ્ન બને છે. પ્રગટ થયેલી પૂર્ણતાનો અનુભવ કરવામાં મગ્ન બને છે - લીન બને છે. સાચી લીનતા એ છે કે જે સ્વરૂપસંબંધી લીનતા હોય, પરભાવની લીનતા તો આ જીવે અનંતીવાર ભોગવી છે, પણ તે લીનતાએ આત્માનો કંઈ ઉપકાર ન કર્યો, તે લીનતા તો અનંતસંસારના પરિભ્રમણનું મૂલકારણ બની છે તેનાથી જ આ જીવ અનંત જન્મ-મરણની પરંપરામાં રખડ્યો છે આ લીનતા તો અનાદિકાળથી છે જ, તે કંઈ પ્રાપ્ત કરવા જેવી નથી પણ તજવા જેવી છે. આત્મસ્વરૂપમાં જે મગ્નતા છે તે જ સાચી મગ્નતા છે અને તે આદરવા જેવી છે. આ મગ્નતા પ્રાપ્ત થયા પછી ક્યારેય જતી નથી માટે બીજું મગ્નાષ્ટક સમજાવ્યું છે. જે મગ્ન બને છે તે જ સ્થિર બની શકે છે. જે આત્મા પૂર્ણ નથી હોતો, તેને મેળવવાનું કંઈક બાકી રહે છે. તે બાકી રહેલી વસ્તુ મેળવવાની ઈચ્છાથી લાલસાના કારણે પ્રાપ્તમાં પણ મગ્ન બની શકતો નથી અને અપ્રાપ્તને મેળવવાની તાલાવેલીમાં તે જીવ સદા અસ્થિર-ચંચળ અને દુઃખી-દુઃખી જ રહે છે. જે પૂર્ણ હોય છે તેને હવે ગ્રાહ્ય કોઈ પદાર્થ બાકી ન હોવાથી ચંચળતાનો અભાવ હોય છે તેથી અનુપમ સ્થિરતા પ્રગટ થાય છે. આ માટે ત્રીજું સ્થિરતાષ્ટક કહ્યું છે. ય: સ્થિર:, : મોદી-મોદાદિત (મત: મોદષ્ટભ્રમ્) | મોદાદિતીર્થવ तत्त्वज्ञता भवति । तेन तत्त्वज्ञानाष्टकं पञ्चमम् । यो ज्ञानी, स एव शान्तः, उपशमवान् भवति, अतः शमाष्टकम्, यः शान्तः स एव इन्द्रियाणि जयति, अतः इन्द्रियजयाष्टकम् । यः इन्द्रियविजयी, स एव त्यागी-परभावपरिहारी भवति । उक्तञ्च - बान्धवधनेन्द्रियत्यागात्, त्यक्तभयविग्रहः साधुः । त्यक्तात्मा निर्ग्रन्थः, त्याक्ताहङ्कारममकारः ॥१७३॥ (પ્રશમરતિ સ્નો-૭૩) (અત: ત્યાષ્ટિમ્) | સ વ વવનાનુમતો સરિતો મતિ, અતઃ क्रियाष्टकम् । अत एव तृप्तः-आत्मा सन्तुष्टः, तेन तृप्त्यष्टकम् । यस्तृप्तः, स निर्लेपःरागादिलेपरहितः, तेन निर्लेपाष्टकम् । निर्लेपो निःस्पृहो भवति, तेन निःस्पृहाष्टकम्। (: નિ:સ્પૃ: સ મુનિ: મૌનવાનું મતિ, તે મૌનાષ્ટકમ્) II વિવેચન :- જે આત્મા પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર થાય છે તેને જ પરપદાર્થના મોહનો ત્યાગ થાય છે તેથી તે જ જીવ અમોહી અર્થાતું મોહરહિત બને છે માટે ચોથું મોહત્યાગાષ્ટક કહ્યું છે. જે જીવ પરપદાર્થના મોહનો ત્યાગી થાય છે તે જ આત્મા પોતાના

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301