Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 273
________________ જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા ૮૬૫ વિવેચન - ધર્મક્રિયા સંબંધી ઉદ્યમ વડે કરાયેલો કર્મોનો ક્ષય દેડકાના શરીરના ચૂર્ણતુલ્ય જાણવો. એટલે કે જે દેડકાંઓ પાણીના મોજાઓ સાથે કિનારે આવી ગયાં અને પછી પાણી ઉતરી ગયું ત્યારે દેડકાં કિનારાની રેતીમાં જ ભરાઈ ગયાં, પાણી ન આવવાથી તે દેડકાં દુઃખી થયાં અથવા મૃત્યુ પામ્યાં, હવે તે દેડકાંનાં માત્ર શરીરો (મૃતશરીરો) જ રહ્યાં, આ જીવો સમુચ્છિમ હોવાથી ફરીથી પાણીનો યોગ થતાં ત્યાં અનેક નવાં નવાં દેડકાંની ઉત્પત્તિ થાય છે. તે જ રીતે ધર્મક્રિયા કરવા દ્વારા અશુભકર્મોનો ક્ષય જરૂર થાય છે. તો પણ મન-વચન-કાયાના શુભયોગ હોવાથી શુભકર્મોનો બંધ પ્રચૂરપ્રમાણમાં (ઘણો) થાય છે. વળી જ્યારે તે શુભ કર્મ ઉદયમાં આવે છે અને તેને ભોગવવાનો કાલ થાય છે ત્યારે આ જીવ મોહને વશ થયો છતો બીજાં ઘણાં અશુભકર્મો પાછાં બાંધે છે તે માટે ક્રિયાકૃત કર્મનો ક્ષય મંડૂકના ચૂર્ણતુલ્ય જાણવો. બહુકિંમતવાળો નથી, અલ્પકિંમતવાળો છે. પરંતુ જ્ઞાનસાર ભણવાથી કરાયેલો કર્મોનો ક્ષય બાળી નાખેલાં તે શરીરોના ચૂર્ણ તુલ્ય સમજવો. એટલે કે જે જે દેડકાં મૃત્યુ પામ્યાં છે તેઓનાં મૃતશરીરોનો અગ્નિસંસ્કાર કરીને જો બાળી નાખવામાં આવે તો તે રાખમાં ફરીથી નવાં દેડકાંની ઉત્પત્તિ થતી નથી. તેમ જ્ઞાન દ્વારા નિર્મળ અધ્યવસાયો આવવાથી સંવેગ-નિર્વેદ અને વૈરાગ્યના શુદ્ધ અવ્યવસાયોથી જે કર્મોનો ક્ષય થાય છે. તેમાં યોગપ્રવૃત્તિ ન હોવાથી નવાં શુભકર્મોનો બંધ થતો નથી, માત્ર શુદ્ધ ઉપયોગ હોવાથી નિર્જરાવિશેષ જ થાય છે. આ પ્રમાણે જેમ દેડકાંના શરીર બાળી નખાયાં હોય તો નવા નવા દેડકાની ઉત્પત્તિનો હેતુ બનતો નથી. તેમ અહીં પણ જ્ઞાનપૂર્વક કરાયેલો કર્મક્ષય ફરી બંધ ન થતો હોવાથી દગ્ધતચૂર્ણતુલ્ય છે. આ વિષય પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીકૃત ઉપદેશપદથી સમજી લેવો, તે ગ્રંથમાં ૧૯૧ મી ગાથામાં આ વિષય છે. તે ગાથા આ પ્રમાણે છે - एत्तोच्चिय अवणीया, किरियामेत्तेण जे किलेसा उ । मंडुकचुण्णकप्पा, अण्णेहि वि वणिया णवरं ॥१९१॥ ગાથાર્થ :- આ કારણથી જ ક્રિયામાત્ર વડે કરાયેલો જે કર્મોનો ક્ષય છે તે દેડકાંના ચૂર્ણતુલ્ય છે અન્ય દર્શનકારો વડે પણ આ રીતે વર્ણન કરાયું છે. ૧૯૧૫ તથા ભગવતીજી સૂત્ર નામના આગમમાં પણ કહ્યું છે કે “પર્વ વ7 સી« સેર્ચ ૨, સુયં સેવં ૨, સુયં સેય રૂ, સીને સેવે ૪, તે દયે તેઓ ઈત્યાદિ પાઠ (શતક ૮ ઉદ્દેશ ૧૦ સૂત્ર ૩પ૪-૩૫૫) થી જાણી લેવો. આ આલાવામાં પણ આ જ હકીકત કહેલી છે. તથા પંચનિર્ઝન્થી શતક નામના ગ્રંથમાં અલ્પદ્યુતવાળા મુનિઓને આહારાદિ સંજ્ઞા હોય છે અને બહુશ્રુતવાળા મુનિઓને આહારાદિ સંજ્ઞા હોતી નથી આમ કહ્યું છે, ત્યાં અલ્પશ્રુત

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301