Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 270
________________ ૮૬ ૨ જ્ઞાનસારની ગરિમા જ્ઞાનસાર છે તે મહાત્માઓના ચિત્તને તીવ્ર મોહ રૂપી, અગ્નિનું ( પ =) આલિંગન ક્યારેય થતું નથી. અને તેના કારણે તેવા અગ્નિનો દાહ તેઓને સંભવતો નથી. તેથી તેવા મોહરૂપી અગ્નિના સંયોગથી થનારા એવા દાહથી ઉત્પન્ન થનારી પીડા પણ ક્યારેય થતી નથી. તેઓ તો મોહાગ્નિને બુઝવનારા બને છે. મોહસાગરને તરનારા બને છે. મોહરાજા તેઓનો વાળ પણ વાંકો વાળી શકતો નથી.' Iી. अचिन्त्या कापि साधूनां, ज्ञानसारगरिष्ठता । गतिर्ययोर्ध्वमेव, स्यादधःपातः कदापि न ॥८॥ ગાથાર્થ :- સાધુ મહાત્માઓમાં આવેલી જ્ઞાનસારાષ્ટકની આ ગરિમાં કોઈ અચિન્ય છે કે જેના દ્વારા તે જીવોની નિયમા ઊર્ધ્વ ગતિ જ થાય છે, ક્યારેય અધઃપાત થતો નથી. Iટા ટીકા :- “મત્રિજ્યા વાપીત્યાર” નો ભવ્ય ! સધૂન-પરમનિષ્પતિનાં कापि अचिन्त्या-चिन्तितुमशक्या, ज्ञानसारगरिष्ठता अस्ति । ज्ञानं-यथार्थस्वपरावबोधः, तस्य सारं चारित्रं-वैराग्यता, तस्य गरिष्ठता-गरिमा-गुरुत्वं तत्स्वरूपमचिन्त्यं-दुर्विचारम् । अन्या गुरुता अधोगमनहेतुः, ज्ञानगुरुत्वमूर्ध्वताहेतुः, अत एवाचिन्त्येति । यया-गरिष्ठतया ऊर्ध्वगतिरेव स्यात्, अधःपातः कदापि न भवति । ऊर्ध्वता द्रव्यतो जीवेभ्यः उच्चत्वगोत्रोदयादिरूपा, क्षेत्रतः ऊर्ध्वलोकगमनरूपा, भावतः सम्यक्त्वाद्युत्तरोत्तरगुणारोहणरूपा, तेन यो ज्ञानगरिष्ठः, स ऊर्ध्वत्वं -स्वर्गापवर्गलक्षणं सम्यक्चारित्रादिगुणलक्षणमूर्ध्वत्वं प्राप्नोति ॥८॥ વિવેચન :- જે જે સાધુસંત-મહાત્મા પુરુષો જ્ઞાનસારાષ્ટકનો અભ્યાસ કરે છે, જ્ઞાનસાર કંઠસ્થ કરે છે, પ્રતિદિન સ્વાધ્યાય કરે છે તેઓની જ્ઞાનગૌરવતા કોઈ અચિજ્ય છે. હે ભવ્ય જીવ! પરમપદના સાધક એવા મહાત્મા પુરુષો જ્ઞાનસાર ભણીને તેના જ્ઞાનથી ગૌરવશાલી બને છે, તે જ્ઞાનની ગરિષ્ઠતા (ગૌરવતા) કોઈ અચિન્ય છે. ચિંતવી પણ ન શકાય તેવી છે. જરા સાવધાનીથી સાંભળ. ભાવાર્થ આ પ્રમાણે છે કે યથાર્થ રીતે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિવેક થવો અર્થાત્ ૧. તીવ્રષદાનિસ્નેપાવર ઈનાન્ આ પાઠને બદલે બીજી કેટલીક પ્રતોમાં તીવ્રપોહાનિ નોપોષકર્થનાજૂ આવો પણ પાઠ છે. તેનો અર્થ ઉપરના અર્થને અનુસાર કરવો. “તે મહાત્માઓને તીવ્ર મોહરૂપી, અગ્નિજન્ય દાહ (બળતરા)થી થનારી અંગોના શોષાવાની પીડા થતી નથી. ટીકાકારશ્રીએ પ્રથમ પાઠ પ્રમાણે અર્થ સમજાવેલ છે.

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301