Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 6
________________ WWપ્રકાશકીય* પદાર્થપ્રકાશ ભાગ ૨૧' સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. આ પુસ્તકમાં શ્રીરત્નશેખરસૂરિજીકૃત શ્રીગુગુણષટ્રિશસિઁશિકાકુલક અને તેની સ્વોપણ વિવૃતિના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-વિવૃતિનું સંકલન કર્યું છે. આ પૂર્વે પદાર્થપ્રકાશના ભાગ ૧ થી ર૦માં અમે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહસંગ્રહણિ, ક્ષેત્રસમાસ, કર્મપ્રકૃતિ, બાર પ્રકીર્ણક ગ્રંથો, તત્ત્વાર્થાધિગમસૂત્ર, શ્રાવકવ્રતભંગપ્રકરણ, ગાંગેયભંગપ્રકરણ, સિદ્ધપ્રાકૃત, સિદ્ધપંચાશિકા, સંસ્કૃત નિયમાવલી અને વિચારસમતિકા - આ ગ્રંથોના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ-અવચૂરિ-ટીકાનું પ્રકાશન કર્યું છે. આ પદાર્થપ્રકાશશ્રેણિનું સંકલન -સંપાદન પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશ્વરજી મહારાજાએ કરેલ છે. આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણોમાં કૃતજ્ઞભાવે નમન કરીએ છીએ. વિવૃતિ સહિત શ્રીગુરુગુણષત્રિંશષત્રિંશિકાકુલનું પૂર્વે પૂજ્યપાદ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે સંશોધનસંપાદન કરેલ. તે વિક્રમ સંવત્ ૧૯૭૧માં ભાવનગરની જૈનઆત્માનંદસભા તરફથી પ્રકાશિત થયેલ. આ પુનઃપ્રકાશન પ્રસંગે પૂર્વેના સંશોધક-સંપાદક-પ્રકાશકનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેમને કૃતજ્ઞભાવે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકમાં સુંદર ટાઈપસેટીંગ કરનાર શ્રી પાર્શ્વ કોમ્યુટર્સવાળા વિમલભાઈને આ અવસરે ધન્યવાદ આપીએ છીએ. ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર ચઢિયાતી શ્રુતભક્તિ કરી શકીએ એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીને પ્રાર્થના કરીએ છીએ. આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ કોઈ ગુરુના ગુણોને જાણીને તેમની પ્રત્યે તીવ્ર અહોભાવવાળા બને અને ભવસાગરને તરે એ જ અભ્યર્થના. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તારાચંદ અંબાલાલ શાહ ધરણેન્દ્ર અંબાલાલ શાહ પુંડરીક અંબાલાલ શાહ મુકેશ બંસીલાલ શાહ ઉપેન્દ્ર તારાચંદ શાહ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 258