Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio Author(s): Ashram Dalichand Shah Publisher: Mulchand Asharam Shah View full book textPage 7
________________ અર્પણુપત્રિકા અખંડ પ્રૌઢપ્રતાપી વડવાસી મહારાજા ઠાકોર સાહેબ શ્રીમાન રવાજી સાહેબ, સંસ્થાન મેરી. જે શ્રીમાન મહારાજાશ્રીએ વિક્રમ સંવત ૧૮૮૪ના શ્રાવણ શુકલ પક્ષની અષ્ટમીને દિવસે મયૂરપુરી(મોરબી)માં જન્મ લીધે, વિક્રમ સંવત ૧૯૦૨ માં પૂજ્ય પિતા મહારાજ ઠાકોર સાહેબ શ્રી પૃથિરાજજીનો સ્વર્ગવાસ થવાથી રાજ્યને ભાર પોતાના શિરપર લીધે, અને એવા પ્રકારનું રાજ્યનીતિ પણું તથા કાર્યકુશળતા દર્શાવ્યાં કે, એજન્સીના અમલદારે, ભાયાતો અને પ્રજાજનો સંતોષ પામ્યા. રાજ્યની આબાદી વધારી, આમદાની વધારી, રાજ્યવૈભવ વધાર્યો, રેવન્યુ ખાતું સુધાર્યું, યિતને વાજબી ન્યાય મળે એવાં ધોરણે બાંધ્યાં, અને લોકોના જાનમાલનું રક્ષણ એવું ઉત્તમ પ્રકારનું કર્યું કે, મોરબી વેપારનું મેટું મથક થયું, આ આબાદીના પરિણામે રાજયની તીજોરી પણ તર થઈ રાજા એ પ્રજાના માતાપિતા છે, એમ માનીને પ્રજા પર પ્રીતિ ધરાવનારાઓ, પ્રજાના કલ્યાણમાં સર્વદા પ્રસન્ન રહેનારા, એવા સર્વ શુભ ગુણસંપન્ન મહારાજાશ્રીની સેવા બજાવવાની મને તક મળી. શ્રીમાન મહારાજાશ્રીની મારા પર કરૂણદષ્ટિ હતી, એ કૃપા કરૂણદષ્ટિ વડે કરીને નિરંતર મારી સંભાળ લેતા. પિતાશ્રીની પેઠે ભાવ રાખતા. એવા શ્રીમાન્ મહારાજશ્રીને વિક્રમ સંવત ૧૯૨૬ ના માહા શુકલ પક્ષમાં વૈકુંઠવાસ થયા છતાં એ ઉપકારનું સ્મરણ હજુ સુધી જેવું ને તેવું રહ્યું છે ને મારી જીંદગી સુધી કાયમ રહેશે. એ સઘળા આભારના યત્કિંચિત સ્મરણ માટે આ લધુ પુસ્તક એ પ્રતાપી વૈકુંઠવાસી મહારાજાશ્રી ઠાકોર સાહેબ શ્રી રવાજી સાહેબને પ્રેમપૂર્વક અર્પણ કરીને આનંદ પામું છું. શ્રીપરમાત્મા વૈકુંઠવાસી મહારાજાના પવિત્ર આત્માને શાંતિ આપે તથાસ્તુ. શાહપુર અમદાવાદ, રા ી , વિજયાદશમી સં. ૧૯૬૭. છ 008- 09-06-08-000000000000 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 518