Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

View full book text
Previous | Next

Page 14
________________ જગતની ઉત્તમોત્તમ સાહિત્યકૃતિઓ ગુજરાતની પ્રજાને તેમની પિતાની જ ભાષામાં હાથવગી કરી આપવાને સ્તુત્ય સંકલ્પ અને પુરુષાર્થ આજથી લગભગ પાંચ દાયકા પૂર્વે સદૂગત શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને ગુજરાતી પ્રજાના અનેક હિતચિતએ આદર્યો હતો અને તેમને એ કાર્યમાં શ્રી. પુત્ર છો૦ પટેલ અને તેમના ધર્મપત્ની સુશ્રી કમુબહેને ભારે નિષ્ઠા અને ખંતથી સદૈવ સહાય કરતાં રહ્યાં છે. ડૉ. વિહારીદાસ, શ્રી. ધુરંધર, શ્રી. રજનીભાઈ વ્યાસ, શ્રી. લાલુભાઈ પટેલ, શ્રી. અનંતભાઈ પટેલ અને . પ્રકૃતિ જીવન પ્રેસના કલાકારોની પણ અદભુત સેવાઓ છે. તે સીને પણ ગુજરાતી વાચકના ધન્યવાદ ઘટે છે. તેના ફળસ્વરૂપે ગુજરાતની પ્રજાને ઘેર બેઠાં આંતરરાષ્ટ્રીય પરિમાણ ધરાવતી કેટલી બધી વિશ્વની ઉત્તમોત્તમ સાહિત્યકૃતિઓ મળી શકી છે! શિક્ષણના માધ્યમ તરીકે સ્વભાષાના ચુસ્ત આગ્રહી મગનભાઈ દેસાઈનાં વિવિધ સેવાકાર્યોનું યોગ્ય મુલ્યાંકન ગુજરાતને શિક્ષિત સમાજ યથાર્થ રીતે હજુ સુધી કરી શકયો નથી, એટલું જ નહિ પણ ગુજરાતી માધ્યમને મગન-માધ્યમ”નું કટાક્ષયુક્ત નામાભિધાન આપીને જાયે-અજાણે તેમને અન્યાય કરી બેઠો છે. એમ થવાનું એક કારણ કદાચ એ પણ છે કે માધ્યમના પ્રશ્ન મગનભાઈ પોતે અત્યાગ્રહી હતા અને કશી પણ બાંધછોડ કરવા માટે તૈયાર નહોતા એટલું જ નહિ પણ તે તેમના પિતાના વિષે ઊભી થયેલી વ્યાપક ગેરસમજને “નિરન્તુ નિપુન હિ વ સ્તુવન્ત”માં વ્યક્ત થયેલ નિદા સ્તુતિના બંધનથી તેઓ સર્વથા મુક્ત હતા. આ સંદર્ભમાં વિશ્વસાહિત્યને ખુલ્લા હાથે સત્કાર કરનાર શ્રી. મગનભાઈએ શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાની પ્રતિષ્ઠા અવશ્ય કરી હતી, પણ તેમને બધી ભાષાઓ દેશની અને પરદેશની – માટે પણ ભારે આદર હતો એ હકીકત અત્યંત ધ્યાનાર્હ છે. વધુમાં એક આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજીને (અને અન્ય કોઈ પણ ભાષાનો અભ્યાસ ભારતના વિદ્યાર્થીઓએ સારી રીતે કરવા જોઈએ એમ પણ તેઓ માનતા હતા. વિશ્વસાહિત્યની ઉત્તમોત્તમ કૃતિઓ ગુજરાતની પ્રજાને હાથવગી થાય તે માટે પણ તેઓ પ્રવૃત્તિશીલ હતા. તેમના સામે અન્ય ભાષાઓ માટે છોછને કોઈ આક્ષેપ બે બુનિયાદ હતે. એ જે કોઈ જોઈ ન શકે તેમની સમક્ષ એક હકીકત તરીકે રજૂ કરવાની આ તક હું લઉ તે મારે જણાવવું જોઈએ કે ગુજરાતના જુદા રાજ્યની રચના થયા પછી રાજય સરકારે એસ. એસ. સી.ની પરીક્ષામાં અંગ્રેજી ભાષાને ફરજિયાત વિષય તરીકે ન ગણવાનો નિર્ણય કર્યો ત્યારે પણ ગુજરાત યુનિવર્સિટીએ મગનભાઈ દેસાઈના કુલપતિ કાર્ય દરમ્યાન વિનયન, વિજ્ઞાન

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 238