Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo Author(s): P C Patel Publisher: Ratrani Sanskrutik TrustPage 13
________________ સ્પર્શે છે તે વધુ વિશદ્ રીતે સમજવામાં તેમજ તેનું રસદર્શન માણવામાં અને મૂળ કૃતિનું હાર્દ પામવામાં મોટી સહાય પૂરી પાડે તેવી આ પ્રસ્તાવનાઓ છે, એટલું જ નહિ પરંતુ મૂળ કૃતિ વાંચવા માટે પ્રેરી શકે તેવી અભ્યાસશીલતા અને મર્મીતાક્ષર લખાયેલું છે. બીજા શબ્દોમાં કહીએ તો એ પ્રસ્તાવના પિતાનું જ સાહિત્યમૂલ્ય ઘણા ઊંચા પ્રકારનું છે. • ,આ પ્રસ્તાવનાઓ અંગે વાત કરવામાં સરળતા પડે તે હેતુથી તેને બે જુદા જુદા વિભાગોમાં વહેંચવી જોઈએ. પ્રથમ વિભાગમાં પરદેશી સાહિત્યકારો વિશે વાત કરીએ તો તેમાં અંગ્રેજી સાહિત્યકારો ચાર્લ્સ ડિકન્સ (૧૮૧૨-૧૮૭૩)- ની ચાર વિશ્વ વિખ્યાત નવલકથાઓ (“A Tale of Two Cities”, “Oliver Twist”, “Nicholas Nickleby” અને “Dombay and Son") તથા જાણીતા ઐતિહાસિક નવલનવેશ સર વૉટર સ્કૉટ (૧૭૭૧-૧૮૩૨) ની પ્રખ્યાત નવલકથા "Ivanhoe”નો સમાવેશ થાય છે તો વિશ્વવિખ્યાત ફ્રેન્ચ સાહિત્યકારો વિકટર હ્યુગો (૧૮૨ -૧૮૮૫)ની જગવિખ્યાત નવલકથા “Les Miserables" અને Laughing Man”, એલેકઝાન્ડર ડૂમા અને તેની વિશ્વવિખ્યાત કૃતિ The Three Musketeers" અને એને તેલ ફ્રાન્સ અને તેની લોકપ્રિય કૃતિ “Thais”નો સમાવેશ થાય છે, અને રશિયન સાહિત્યકારો ટૉલ્સ્ટૉય (૧૮૨૮-૧૯૧૦) અને તેની વિશ્વવિખ્યાત નવલકથા “Ressarection”, દોસ્તોવસ્કી અને તેની મહાન નવલકથા “Crime and Punishment”ના તેમજ સ્પેનિશ સાહિત્યકાર સવટીસની જગવિખ્યાત કટાક્ષિકા “Don Quixote"નો સમાવેશ થાય છે. ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિ અને તેની પાર્શ્વભૂમિમાં બનેલી ઘટનાઓનું નિરૂપણ કરતું દસ્તાવેજી (Documentary) ystud' "Freedont at Midnight" સમાવેશ થાય છે. આ સઘળી સાહિત્યકૃતિઓના વ્યક્તિગત ગુર્દોષ અંગે વિગતવાર સમીક્ષા કરવા માટે પ્રસ્તાવનાઓની છે. પ્રસ્તાવને માં સ્વાભાવિક જ અવકાશ નથી, તે પણ એટલું તે અવશ્ય નોંધવું જોઈએ. સ્થળ અને કાળની કપરી કસોટી પર તે સૌ કૃતિઓ પાર ઉતરીને વિશ્વ-સાહિત્યમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકી છે. એ પ્રત્યેક કૃતિ, તેની પાત્રસૃષ્ટિનું વૈવિધ્ય પૂર્ણ નિરૂપણ કલાત્મક વસ્તુગૂંથણી, સમકાલિન સમાજ અને તેના વિવિધ રૂપનું દર્શન, મુખ્ય મુખ્ય પાત્રોની સ્વભાવગત ખૂબીઓ અને ખામીઓનું યથાર્થ નિરૂપણ અને જે તે સાહિત્યકારની લાક્ષણિક લેખનશૈલીને કારણે આ સઘળી સાહિત્યકૃતિઓએ વિશ્વસાહિત્યમાં પિતા નું સ્થાન અંકે કરી લીધેલું છે.Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 238