Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 4
________________ ઉપોદઘાત. ગુજરાત વર્નાક્યુલર સેસાઈટીને ઈતિહાસનું ત્રીજું પુસ્તક વાચકવર્ગ સમક્ષ મુકતા આનંદ થાય છે. તેનાં પ્રથમ બે પુરતા પ્રસિદ્ધ થયાં ત્યારે જ એ પ્રકાશનની ઉપયોગિતાને રવીકાર સર્વત્ર થયો છે. આ પુસ્તકમાં એ ઇતિહાસ આજ પર્યન્તનો આવી જાય છે એટલે હવે ભવિષ્યમાં કેટલાંક વર્ષ પછી હવેના ઈતિહાસની પ્રસિદ્ધિની આવશ્યકતા રહેશે. પ્રસ્તુત વિભાગમાં આપેલી હકીકતો તથા વિગતે આ જમાનાની હોઈ ઘણાને તે વિદિત હશે અને તેથી કદાપિ ન જણાએલી બાબતે તેમાં થોડી માલમ પડશે. તથાપિ સંસ્થાની સર્વ હિલચાલે તેના દફતરમાં રહેવી જ જોઈએ અને તેનું મૂલ્ય આગળ ઉપર વિશેષ ગણાશે. પ્રથમના વિભાગમાં અગાઉની હકીકતો હતી અને તે વડે પાછલા જમાનાની અનેક પ્રવૃત્તિઓ પર નવીન પ્રકાશ પડે છે. વર્નાકયુલર સોસાઈટી તે તે જમાનાની સર્વતોમુખી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું એ પણ માલમ પડે છે. એના સંચાલકે પ્રાંતની પ્રગતિને ચાહનારા હતા અને પિતાના ઉત્સાહને હરેક પ્રકારે માર્ગ કરી આપવા માટે પ્રયત્નશીલ હતા. વર્નાક્યુલર સાઈટીના પુસ્તક પ્રકાશન પર ઉડતી નજર નાખતાં આ સત્ય સ્પષ્ટ તરી આવેલું દેખાશે. સામાજિક, ઔદ્યોગિક, સાહિત્યવિષયક અને બીજી અનેક દેશ ઉન્નતિના માર્ગે પ્રજાને લઈ જવામાં વર્નાકયુલર સોસાઈટીને ફાળો નિષ્પક્ષપાત દૃષ્ટિથી જોનારના હદયમાં વસ્યા વગર નહિ રહે. અર્થાત ગુજરાતી ભાષાનું સાહિત્ય ભંડોળ વધારવા સાથે દેશની અનેકવિધ કાર્યદિશા તેણે સાધી છે એની નોંધ લેવી આવશ્યક છે. ગુજરાતી ભાષાની ઉન્નતિ સાધનાર આ સંસ્થા નાની શરૂઆતમાંથી આજે કેટલું વિશાળ સ્વરૂપ ધારણ કરે છે; તેની પ્રતિષ્ઠા કેટલી બધી છે; તે કેટલી કપ્રિય બની છે અને કેટલું સંગીન કાર્ય એ સંસ્થાદ્વારા થયું છે તે આપોપ સિદ્ધ થાય છે અને તેને જશ તેના સંચાલકો તેમ જ ગુર્જર જનતા ને તેને સદાય સાથ આપી રહી છે તેને છે. આ સર્વ કહેવાનું તાત્પર્ય એ નથી કે સોસાઈટીમાં કોઈ ઉણપ જ નથી. એનો ઉણપ એના સુકાનીઓ કરતાં વધારે કોઈ જાણી શકે એમ નથી. પરંતુ દરેક સંસ્થાના કાર્યને મર્યાદાઓ હોય છે, અને તેની ગતિના

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 324