Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
• ૧૯ થી ૨૨ બત્રીસીનો ટૂંકસાર
23
પુણ્યના અનુબંધ વિનાનું પુણ્ય બાંધે, તેઓએ ગ્રંથિભેદ ન કર્યો હોવાથી તથાવિધ પ્રબળ પુણ્યાનુબંધી પુણ્ય બાંધતા નથી અને ગુરૂસમર્પિતતા, ભવભીરૂતા વગેરેને કારણે પાપાનુબંધી પુણ્ય ન બાંધે. ઉપમા આપવી હોય તો અવેઘસંવેદ્યપદ = પિત્તળ, વેદ્યસંવેદ્યપદ = સુવર્ણ, ભવાભિનંદી = પિત્તળનો દાગીનો, સમકિતી શુદ્ધ સુવર્ણ આભૂષણ. પ્રથમ ચાર દૃષ્ટિના જીવો પિત્તળ મિશ્રિત સુવર્ણના દાગીના. આ રીતે ઉપમા આપી શકાય. (ગા.૨૯)
-
=
–
ભવાભિનંદી જીવના સ્વરૂપને / સ્વભાવને ઓળખાવવા ગ્રંથકારશ્રી કહે છે કે, ખંજવાળના દર્દીને ખંજવાળમાંજ મજા આવે. તેનો રોગ વૈદ્ય દૂર કરવા ઈચ્છે તો તે રોગીને પોતાની ખણવાની મજા ચાલી જવાનો ભય રહે છે. તે રીતે અવેઘસંવેદ્યપદમાં રહેલા મૂઢ મનવાળા સંસારરસિક જીવોને ખરાબ કામ કરવા જેવા લાગે છે. તથા કર્તવ્ય અકર્તવ્યરૂપે જ લાગે છે. (ગા.૩૦)
કાંટાના છેડે રહેલ માંસના ટુકડાના લોભથી કરુણ મૃત્યુને ભેટતા માછલાની જેમ ભવાભિનંદી જીવ વૈયિક સુખ દ્વારા આત્માને મલિન કરે છે અને દુર્ગતિના દુઃખો ભોગવે છે. (ગા.૩૧)
Jain Education International
•
તેથી પરમાનંદને ઈચ્છતા સાધકે સત્સંગ અને સત્શાસ્રના યોગથી કર્મભૂમિમાં રહેવાનો યોગ છે ત્યાં સુધી દુર્ગતિદાયી અવેઘસંવેદ્યપદને જીતવું જોઈએ. મિત્રાદિ ત્રણ દૃષ્ટિમાં તેને જીતી શકાતું નથી. સ્થિરાદિ દૃષ્ટિમાં રહેલા જીવને તેને જીતવાની જરૂર નથી. માટે અવેઘસંવેદ્યપદને જીતનારા તરીકે દીપ્રાદેષ્ટિના જીવનો અહીં ઉલ્લેખ કરેલો છે. (ગા.૩૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org