Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ द्वात्रिंशिका // ઈલમંડનશ્રી આદિનાથાય નમઃ // પ્રકાશકીય ફુરણા નવનિર્માણ, પુનર્નિમાણ અને જીર્ણોદ્ધાર- આ ત્રણેય લાભ એકીસાથે અમને પ્રાપ્ત થયેલ છે તેનો આનંદ અમારા હૃદયમાં કોઈ અનેરો જ છે. આથી નવા જ ઉલ્લાસથી અને અભિનવ ઉમંગથી અમે નૂતન સંસ્કૃતવ્યાખ્યા અને ગુજરાતી વિવેચનથી સુશોભિત સ્વોપજ્ઞવૃત્તિસહિત “કાત્રિશ દ્વાáિશકા પ્રકરણ” નામના ગ્રન્થરત્નને ચતુર્વિધ શ્રીસંઘના કરકમલમાં સમર્પિત કરી રહ્યા છીએ. ૨૮૦૦ કરતાં વધુ પાનાનો આ મહાગ્રંથ એકી સાથે આઠ ભાગમાં પ્રકાશન કરવાનું સૌભાગ્ય-સદ્ભાગ્ય અમને સંપ્રાપ્ત થયું છે તે બદલ અમારું હૃદય પરમાનંદથી પ્રફુલ્લિત બનેલ છે. સાચે જ હર્ષની વાત એ છે કે છેલ્લા દશેક વર્ષથી આપણા ચતુર્વિધ શ્રીસંઘમાં મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણીવરના ગ્રંથોનો અભ્યાસ કરનારા અધ્યેતાવર્ગની સંખ્યામાં વૃદ્ધિ થતી જાય છે. તો સાથે-સાથે અધ્યેતાવર્ગને અધ્યયનમાં સહાય કરે તેવી સરળ ભાષામાં સંસ્કૃત-ગુજરાતી-હિન્દી ભાષામાં નવા-નવા વિવરણો-વ્યાખ્યાઓ-વિવેચનો પણ મહોપાધ્યાયજી મહારાજના ગ્રંથો ઉપર બહાર પડી રહ્યા છે. Demand & Supply નો કાયદો સર્વવ્યાપી છે. છેલ્લા વીસેક વર્ષમાં અમારા સંઘને પણ નયરહસ્ય, ઉપદેશરહસ્ય, જ્ઞાનબિંદુ, પ્રતિમાશતક, ષોડશક પ્રકરણ (બે ભાગ), અધ્યાત્મઉપનિષદ્ (બે ભાગ), પ્રિયંકર નૃપ કથા, ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી, ધર્મપરીક્ષા, પ્રતિમા શતક વગેરે ગ્રન્થરત્નો ગુજરાતીસંસ્કૃતવિવરણો સહિત પ્રકાશિત કરવાનો લાભ મળેલ છે તે બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ તથા ઉપકારી ગુરુવર્યોના અમે તે માટે ઋણી છીએ. આપણે સહુ જાણીએ છીએ કે “કાન્નિશ ત્રિશિકા પ્રકરણ” અથવા “ત્રિશિકા” નામથી પણ આ ગ્રંથ પ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષામાં “બત્રીસ-બત્રીસી”, “બત્રીસી પ્રકરણ” નામથી પણ આ ગ્રંથનો ઉલ્લેખ થાય છે. આ ગ્રંથમાં કુલ બત્રીસ પ્રકરણો છે. તથા દરેક પ્રકરણની ગાથા બત્રીસ છે. તેથી આ મહાગ્રન્થનું નામ છે બત્રીસ-બત્રીસી ગ્રંથ અથવા કાત્રિશત્ કાત્રિશિકા પ્રકરણ. સંક્ષેપમાં બત્રીસી ગ્રંથ અથવા કાત્રિશિકાપ્રકરણ તરીકે પણ આ ગ્રંથ ઓળખાય છે. મુખ્યતયા યોગ અને અધ્યાત્મનું આ ગ્રંથમાં નિરૂપણ છે. યોગ/અધ્યાત્મ વિષય જ ગહન છે. તેમાં વળી નવ્ય ન્યાયની પરિભાષામાં તેની છણાવટ ઉપાધ્યાયજી મહારાજ કરે પછી તો પૂછવાનું જ શું હોય ? કહેવાની જરૂર નથી કે આ ગ્રંથ ઉપર એક સરળ-સુબોધ-સ્પષ્ટ વિવેચનની આવશ્યકતા ઘણા વર્ષોથી હતી. કારણ કે અઘરા અને ઊંચા પદાર્થોને અઘરી અને ઊંચી ભાષામાં લખવાનું કાર્ય બહુશ્રુતો માટે ખૂબ સરળ હોય છે. પરંતુ અઘરા અને ઊંચા પદાર્થોને આજની સરળ અને સાદી ભાષામાં સમજાવવાનું અધ્યાપકો માટે ખૂબ જ અઘરું અને કપરું કાર્ય બની ગયેલ છે. તેવા કુશળ અધ્યાપકની ગરજ સારે તે રીતે સરળ-સુબોધસ્પષ્ટ વિવેચન વ્યાખ્યા/વિવરણથી અલંકૃત કરીને પ્રસ્તુત ગ્રંથરત્નને શ્રીસંઘ સમક્ષ મૂકવાની અમારી ભાવના પરમપૂજ્ય ન્યાયવિશારદ ગચ્છાધિપતિશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચનપ્રભાવક પંન્યાસપ્રવરશ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણીવરના શિષ્ય મુનિશ્રી યશોવિજયજી મ.સા.ને અમારા સંઘના પ્રમુખશ્રી હર્ષદભાઈ મણિલાલ સંઘવીએ જણાવી. મુનિશ્રીએ તે વાતને આનંદ સાથે સ્વીકારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 478