Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ द्वात्रिंशिका ૐ પાર્શ્વનાથાય હૌં હા જૈનં જયતિ શાસનમ્ 7 ૐ પદ્માવત્યે હીં પરમપૂજ્ય આચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા. પ્રસ્તાવના વાણી વાચક સ તણી રે... કોઇ નયે ન અધૂરી રે... શ્રીપાળ રાજાના રાસના ચોથા ખંડની બારમી ઢાળની આ અંતિમ કડીમાં પૂ.ઉપા. યશોવિજયજી મ.સાહેબે પોતાની રચનાઓને સર્વનયમય બતાવી છે. આવી સર્વનયમયવાણી વહાવનારા... સર્વદર્શનના પ્રખર અભ્યાસી પૂ.ઉપા.યશોવિજયજી મ.સા.ના અનેક ગ્રંથરત્નોમાં ‘દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા' પણ એક અમરકૃતિ છે. મેધાવી મુનિઓએ તેમની પુણ્યસ્મૃતિને આલંબન બનાવીને તેમના વિષયક ઘણું સાહિત્ય સર્જન કર્યું છે. તેમના જીવન વિષે અનેક ગ્રંથો લખાઈ ગયા છે અને સુંદર ચિત્રો પણ તૈયાર થઈ ચૂક્યા છે. એક રીતે કહીએ તો પૂ.ઉપા.યશોવિજયજી મ.સા.થી જે અપરિચિત હોય તે જૈન સાહિત્યથી જ અપરિચિત હોય અને જે પૂ.ઉપા.યશોવિજયજી મહારાજને જાણતો હોય તે જ જૈન સાહિત્યને જાણી શકે એ કહેવું વધારે પડતું નથી. માટે જ આ ગ્રંથકારનો પરિચય આપવો જરૂરી નથી લાગતો. કેટલાક વિચારકોને લાગે છે કે લગભગ ૪૦૦ વર્ષની આસપાસનો ગાળો પસાર થઈ ગયો પણ હજુ સુધી તેમના જેવો કોઈ વિદ્વાન્ પાક્યો નથી !! છતાં ય જૈનશાસન જયવંતુ છે. અનેક મહાન આત્માઓ આ પૃથ્વી પર વર્તી રહ્યા છે અને અનેક મહાત્માઓ અવત૨શે જ. એક વાત સમજવાની આવશ્યકતા છે કે જેટલા આત્માઓ મતિમાન અને વિશિષ્ટ ક્ષયોપશમવાળા હોય છે તે બધાં ગ્રંથસર્જક બની શકતા નથી. છેલ્લા વર્ષોમાં આ ભેદને સમજવા માટે આપણી પાસે બે મહાન ઉદાહરણો છે. પૂ. સાગરાનંદસૂરીશ્વરજી મ.સાહેબ અનેક ગ્રંથોના સર્જક બન્યા. તેઓશ્રીએ આગમોને સંપાદિત કરી મુદ્રિત કરવામાં અમ૨નામના મેળવી છે. આ તરફ પૂ.આચાર્યપ્રવર રામચંદ્રસૂ.મ.સાહેબે પોતાની તર્ક અને પ્રજ્ઞાનો જૈનશાસનને પરિચય આપ્યો. પણ સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં ગ્રંથસર્જન માટેની ભાવિકોની અપેક્ષા પૂર્ણ ન થઈ. આમ વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમવાળા મહાત્માઓના ઉદાહરણો મળે છે. પણ ગ્રંથસર્જકના.. અને તે પણ સંસ્કૃત અને પ્રાકૃતભાષામાં ગ્રંથ સર્જકતા હોવી તે ખૂબ વિરલ છે. વ્યક્તિ ગમે તેટલી મહાન હોય પણ કાળ તેને ગરકાવ કરી જાય છે. પરંતુ ગ્રંથસર્જન પ્રમાણમાં અને અપેક્ષાએ ‘કાલજયી' કર્તવ્ય છે. પૂર્વના મહાપુરુષોએ આ વાતનું મહત્ત્વ સમજીને નાનાવિધ લોકોની રુચિ અનુસાર જૈન શાસનના સાહિત્યનું ગૌરવ વધારવા પોતાની વિશિષ્ટ સ્ફુરણા અને આત્માનુભૂતિઓને આલેખવા માટે સ્વ-પર દર્શનના અનેક ગ્રંથોને અવગાહી સંક્ષેપરુચિ અને વિસ્તારરુચિ જનતા માટે અનેક પ્રકારના ગ્રંથ સર્જનનું કાર્ય ચાલું જ રાખ્યું હતું. આગમગ્રંથો ઉપર નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 478