Book Title: Dropadini Charcha Author(s): Jivanlal Sanghvi Publisher: Sthanakvasi Jain Karyalay View full book textPage 3
________________ આભાર પત્રિકા ૬. સ. ના આદ્ય સ્થાપક શ્રીમાન ધર્મસિંહજી મુનિની આ કૃતિ પ્રસિદ્ધ થવાને મુખ્ય યશ વાંકાનેરના શ્રીયુત સ્વધર્મપ્રેમી મહાશય રા. રા. સંઘવી ચત્રભુજ કચરાભાઇને ફાળે જાય છે. એક ઉપર બીજી ભેટ આપવી એ સ્થાનકવાસી જૈન પત્રને પોષાય તેમ ન હતું, તેથી પ્રસ્તુત ઉદાર મહાશયને તેવી વિનતિ કરતો એક * જ માત્ર પત્ર લખતાં, જેમને સાહિત્ય ઉપર શેખ છે, જેમણે લક્ષ્મીને અસ્થિર, ક્ષણિક ગણી તે પરથી મોહ ઉતારવાનો સુઅવસર મેળવી લીધો છે, એવા તે ઉદાર સજજને મારી નમ્ર માગણી સ્વીકારી સ્થાનકવાસી જૈન પત્રના ચોથા વર્ષના ગ્રાહકોને પોતાના તરફથી ભેટ આપવા આ દ્રૌપદીચર્ચા નામક પુસ્તકની પપ૦ નકલો ખરીદી મહારા કાર્યને જે પ્રશંસનીય વેગ આપ્યો છે, તે માટે હું તે શ્રીમાનને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. શ્રીમાન ચત્રભુજ કચરાભાઈ સંઘવીને છેલ્લા થોડાક વખતથી વર્તમાન પત્રાના વાચકે ઓળખી શક્યા છે, તેનું કારણ પિતાની જીવદયા, કેળવણી, સાહિત્ય વગેરે પ્રતિ શુભ ભાવના અને ઉદારતા. પિતે હાલ નિઃસંતાન હેઈ ધર્મ માર્ગેજ ઉભય પતિ-પત્ની પિતાનું જીવન વ્યતિત કરે છે. તેમણે પિતાની અલ્પ છતાં લગભગ આખીયે સંપત્તિ નીચે પ્રમાણે સંસ્થાઓને દાનમાં આપી દીધી છે, તેજ તેમની ઉદારતાની ઝાંખી કરાવે છે. રૂ. ૨૦૦૦) શ્રી વાંકાનેર સ્થા. જૈન વિશાશ્રીમાળી સંધને ગ૭ જમાડવા ખાતે. રૂ. ૧૫૦૦) શ્રી ઘાટકોપર સાર્વજનિક જીવદયા ખાતામાં. રૂ. ૧૦૦૦) ઢેરાના ઘાસ માટે શ્રી વાંકાનેર મહાજનને. રૂ. ૨૦૦૦) શ્રી જોરાવર નગરમાં ઉપાશ્રય બાંધવા. રૂ.૫૦૦) વાંકાને પાંજરાપોળમાં, રૂ. ૭૦૦૦)નું પિતાનું મકાન રાજકોટ બાલાશ્રમમાં. (વીલ) આમ એકંદર તેઓએ રૂ. ૧૪૦૦૦)ની સખાવત કરી છે. આવા ઉદાર ગૃહસ્થનું નામ આ પુસ્તકની સાથે જોડતાં હું પણ મહારું સદ્ભાગ્ય માનું છું. કિબહૂના ! ––જીવનલાલ સંઘવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 102