Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 601
________________ अध्याय २५-श्रीसमवसरण રત્નથી પીઠ બાંધે છે. ભૂમિતલ (પીઠ) ઉપર ત્રણ વર્તુલાકાર ગઢે (વો) બનાવે છે. સૌથી નીચેને બહારને પહેલે ગઢ ચાંદીને, તેના ઉપર સુવર્ણના કાંગરાઓ હોય છે. જમીનથી પીઠબંધ (પહેલા ગઢને મથાળે) ભૂમિતલ ઉપર આવવાને દશ હજાર પગથિયાં (દશ હજાર હાથના ૨૫૦૦ ધનુષ ઉંચા) ચડવાના હોય છે. ત્યારબાદ ૫૦ ધનુષ જેટલું સમતલ-સપાટ જમીન આવે છે. આ ગઢમાં વાહને રહે છે. વાહનમાં હાથી, ઘોડા, ઉંટ, પાલખી, વિમાન વગેરે. આ ગઢથી બીજા (વચલા) ગઢ પર જવાને પાંચ હજાર પગથીયા (પાંચ હજાર ૧૨૫૦ ધનુષ ઊંચા ચડવાના હોય છે. ત્યાં વળી પ૦ ધનુષ્ય પ્રમાણુ અંતર સપાટ જમીનનું તળ આવે છે. તે બીજે ગઢ (મધ્ય) સોનાનો હોય છે અને તેના કાંગા રત્નના હેય છે. આ ગઢના ઈશાન કેણમાં દેવછંદ (પ્રભુને બેસવાનો ઓટલો) રચવે કે જ્યાં તીર્થંકર પ્રથમ દેશના આપ્યા બાદ વિશ્રામ લે છે. આ વચલા ગઢમાં તિર્યંચ જ બેસે છે. પરસ્પર વિરોધી સહદરની જેમ રહે છે. છેલે ત્રીજો અંદરને ઉપલે ગઢ રત્નમય મણિના કાંગરાવાળા હોય છે. ત્યાં ઉપર જવાને પાંચ હજાર પગથિયાં (પાંચ હજાર હાથ ૧૫૦ ધનુષ્ય) ઉંચા ચડવાના હેય છે. પછી ૫૦ ધનુષ્ય જેટલું સમભૂતલ રસ જમીન હોય છે. આ ગેળ સમવસરણના મધ્ય બિન્દુથી આ ગઢની અંદરની દિવાલનું અંતર ૧૩૦૦ ધનુષ્ય પ્રમાણુ હોય છે. દરેક ગઢ એકેથી ઉંચે એટલે એકંદરે ત્રીજા ગઢની અંદરની ભૂમિની ઉંચાઈ મૂળ જમીનથી ૧૦,૦૦૦+૫૦૦૦+૫૦૦૦=૨૦,૦૦૦ વીશ હજાર હાથ એટલે પ૦૦૦ ધનુષ્ય અગર અઢી કેશ થાય, અત્યંતર (વચલા) ગઢના મધ્ય ભાગમાં સિંહાસન કરવું. દરેક પગથીયું એકેક હાથ પહેલું અને એક હાથ ઉંચુ કરવું. પ્રમાણઃ ૨૪ આંગુલ=૧ હાથ. ૪ હાથ= ધનુષ. ૨૦૦૦ ધનુષ્ય ૧ કેશ-ગાઉ.' ૪ કેશ=૧ જન. બીજા પ્રકારના વર્તુલાકાર સમવસરણને વિષ્ક (વિસ્તાર પહોળાઈ) એક એજન છે. કેમકે ગઢની અંદરની દિવાલ સમવસરણના મધ્યબિન્દુથી ૧૩૦૦ ધનુષ્ય જેટલી દુર છે. આ દિવાલ ૩૩ ધનુષને ૩ર આંગળ એટલે ૩૩ ધનુષ્ય જેટલી જાડી છે. આ દિવાલથી બીજા ગઢની અંદરની દિવાલ વચ્ચે ૧૩૦૦ ધનુષ્યનું અંતર છે. વળી આ ગઢની દિવાલ પણ ૩૩૩ ધનુષ્ય જેવડી જાડી છે. આ દિવાલ અને સૌથી બહારના ગઢની દિવાલ પણ ૩૩ ધનુષ્ય જાડી છે. એટલે સમવસરણ મધ્ય બિન્દુથી સૌથી બહારની ગઢની બહારની દિવાલનું અંતર ૧૩૦૦+૩૩+૧૩૦૦ +૩+૧૩૦૦-૩૩ કુલ ૪૦૦૦ ધનુષ જેટલું છે. એટલે ગાળ સમવસરણની ત્રીજ્યા અરધા યોજનાની અર્ધ હોય છે જેથી કરીને તેને વિઝંભ એક જનને આખે કુલ વિસ્તાર હોય છે.

Loading...

Page Navigation
1 ... 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642