Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 640
________________ ૪૮૬ હાનાશ પાઘ-Gar જનતીર્થકર પ્રભુ જ્યાં જ્યાં વિચરે ત્યાં આ લોક ભવ્ય અષ્ટપ્રતિહાર્ય હાજર જ હોય છે. તેને જીન પ્રભુના પરિકરમાં યથાસ્થિત મૂર્ત રૂપે દર્શાવેલું હોય છે. अष्ट प्रातिहार्यः अशोकक्षः सुरपुष्पवृष्टि दिव्यध्वनिश्चामरमासनं च । भामंडल दुन्दुभिरात पत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ।। (૧) અશોકવૃક્ષ, (૨) દેવેની પુષ્પવૃષ્ટિ, (૩) દીવ્યવનિ શંખ, (૪) ચામર, (૫) આસન, (૬) ભામંડળ, (૭) દુંદુભિ વાઘ, (૮) છત્ર એ આઠ પ્રતિહાર્ય શ્રી જીનેશ્વર પ્રભુના જાણવા. જિનદર્શન પરિશિષ્ટ (ર) જન પ્રતિમા લક્ષણમાં પદ્માસન અને કાર્યોત્સર્ગ ધ્યાની એમ બે પ્રકાર સ્વરૂપ કહાં છે. અહંત પ્રતિમાના વિશેષ લક્ષણમાં અષ્ટપ્રાતિહાર્ય–સાથે હોવાનું માનેલ છે. બાકીની જનપ્રતિમા સિદ્ધાવસ્થાની માનવાનું કહ્યું છે. અષ્ટ પ્રતિહાર્યમાં, (૧) અશોકવૃક્ષ, (૨) સિંહાસન, (૩) ચામર, (૪) ભામંડળ, (૫) દેવદુદુભિ, (૬) દિવ્યવનિ, (૭) સુરપુષ્પવૃષ્ટિ, (૮) છત્ર કહ્યાં છે. અને પરિકરમાં તે સર્વ સમાવિષ્ટ કરેલ હોય છે. પદ્માસન બેઠેલી જીન પ્રતિમાનું સ્વરૂપ એક જ પ્રકારના માન પ્રમાણનું હેય છે. પરંતુ તેના લાંછન ચિહ્ન પરથી તે વીશમાંથી ક્યા પ્રભુજી છે તે ઓળખાય છે. ઘણી પ્રાચીન પ્રતિમાઓને લાંછન હેતાં નથી. તેમ પરિકર પણ બહુ જુના મળતા નથી. પરંતુ કેઈન ઉપર શેકવૃક્ષની આકૃતિ કે નીચે ધર્મચક્રવાળી પ્રાચીન પ્રતિમાઓ મળે છે. પુરાતત્ત્વો માને છે કે કુશાન કાળની પ્રતિમાઓમાં લાંછન કે પરિકરને સાવ અભાવ છે. ગુપ્તકાળની કઈ કઈ પ્રતિમાઓ પર લાંછન ધર્મચક્રની મુદ્રા અને ગાંધર્વે સાહચર્ય મળે છે. પરિકર પદ્ધતિ પાછલા કાળની હોય તેમ તેના ઉપલબ્ધ અવશે પરથી જણાય છે. પહેલા તીર્થકર આદિનાથ પ્રભુની કેઈ કઈ પ્રાચીન મૂર્તિને ખભે વાળની લટે તેમજ તીર્થંકર પ્રતિમાને ઉપવતનું ચિન્હ પણ જોવામાં આવે છે. પ્રાચીન આગમાં વાસ્તુ દેના નામ આપી સમયેચિત તેની પૂજાદિ કરવાનું કહ્યું છે. ચાસઠ યોગીનીઓના તથા ક્ષેત્રપાલાદિ વીરના નામે અને અન્ય

Loading...

Page Navigation
1 ... 638 639 640 641 642