Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 641
________________ ૪૮૭ રિલિઝા વિનાના-નાનાદ્રિ તાંત્રિક દેવદેવીઓના સ્વરૂપ વર્ણન મંત્રક્રિયાવિધિ સહીત જૈન ગુર્થોમાં આપેલા છે. કદાચ પાછલા કાળમાં બૌદ્ધોના અનુકરણરૂપ તે પ્રવિષ્ટ થયું લાગે છે. અહિંસક સંપ્રદાયમાં આવી તાંત્રિક ક્રિયા આશ્ચર્યજનક લાગે છે. જૈન સંપ્રદાયના પ્રાધાન્ય બે વિભાગ (૧) દિગમ્બર અને (૨) તાંમ્બર છે. કશા આભરણ અલંકાર રહીત કે એવા ચિહ્ન વગરની નિર્લેપ વિતરાગ પ્રભુની પ્રતિમાં હોય છે. દિગંમ્બરમાં નગ્નરૂપે અને શ્વેતાંબરેમાં વંગેટવાળી વિતરાગ પ્રભુની પૂજા થાય છે. શ્વેતામ્બરમાં ભાવિક ભક્તો પ્રભુભક્તિને વિશેષ પ્રાધાન્ય આપવા આભુષણઅલંકારોથી પ્રતિમાજીને વિભૂષિત કરે છે. પ્રાસાદમાં મુખ્ય પ્રધાન સ્થાપિત કરેલ પ્રતિમાને “મૂળનાયક” કહેવામાં આવે છે. કેઈપણ દેવના મંદિરમાં મૂળનાયક મૂર્તિના પર્યાય સ્વરૂપે જુદા જુદા સ્થળે કોતરવામાં આવે છે. દ્વાર પરના ઉતરંગમાં કે તેની શાખામાં તે દેવના પ્રતિહાર સ્વરૂપ જોતાં તે ક્યા દેવનું મંદિર છે તે ઓળખવાનું સાધન પ્રાપ્ત થાય છે. જીન મંદિર દ્વારા ઉત્તરંગમાં જીન મૂર્તિ, તેની શાખામાં પ્રતિહાર સ્વરૂપ કે ડિશ વિદ્યાદેવીના સ્વરૂપ તથા મૂળ મંદિરની બહાર પ્રદક્ષિણામાં ત્રણ નવાક્ષોમાં ઇન મૂર્તિની સ્થાપના કરે છે. મંડોવરની જંઘામાં યજ્ઞક્ષિણીના સ્વરૂપે કરેલા હોય છે. તીર્થકરના લાંચ્છન પીઠના થરમાં કોતરેલા હોય છે. મંડપ કે ચેકીના ઘુમટે-ઘુમટીમાં જન સંપ્રદાયના ચિહ્નો-અષ્ટમંગળ, ચૌદ સવપ્ન કે જીન મૂર્તિઓ કે ચક્ષયક્ષીણુના સ્વરૂપો કઈ કઈ સ્થળે કે તરેલા હોય છે. પ્રત્યેક મંદિરમાં ઉપર કહેલું શિલ્પ આવશ્યક ગણ્યું નથી. પરંતુ ત્યાં કહેલી શિલ્પાકૃતિ જોતાં જ તે કયા સંપ્રદાયનું છે તે જાણી શકાય છે કે દ્વાર, ગોખ કે એવા ભાગ પર સમવસરણ મેરૂ કે પ્રભુના જીવન દો કેતરેલા હોય છે તે પરથી જીન મંદિર ચેકસ રીતે ઓળખી શકાય છે. દશ દિગ્ધાલ; નવ ગ્રહ; આઠ આય-વ્યય, દેવાંગનાઓ આદિ સ્વરૂપે તે કેઈપણ સંપ્રદાયમાં એક જ પ્રકારના કોતરવામાં આવે છે. કારણ કે પ્રત્યેક સંપ્રદાયમાં તે હોય છે તેમાં કંઈ ભેદ હોતો નથી. બૌદ્ધ સંપ્રદાયના પ્રારંભ કાળ બાદ જૈન સંપ્રદાયની સ્થાપના થઈ એવું કેટલાક પાશ્ચાત્ય વિદ્વાને માને છે. પરંતુ તેમની આ ગંભીર ભૂલ છે. બૌદ્ધો પર જૈન સાહિત્યની અસર પડી છે. અને બૌદ્ધ આચાર્યોએ તેને ઘણે વિકાસ કર્યો છે. એથી જૈન સંપ્રદાયની પ્રાચીનતા ઓછી કરતી નથી. વાસ્તુશાસ્ત્ર પર લખેલા ગ્રંથ વિશ્વકર્મા પ્રણિત છે, જે પરથી તેના ઉતારા પાછલા કાળના આચાર્યોએ કરેલા છે. જૈન વિદ્વાનોના લખેલા ગ્રંથમાં માગધી ભાષાને “વત્થર” (વાસ્તુસાર) ગ્રંથ બારમી સદીના કાળને દિલ્હીના બાદશાહ અલાઉદ્દીનના ખજાનચી ઝવેરી ઠક્કર ફેરૂએ રચેલો છે. આ વસ્યુસારની રચના તેણે જુના શિપ ગ્રંથ પરથી કરી છે.

Loading...

Page Navigation
1 ... 639 640 641 642