Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 8
________________ પ્રબુદ્ધ પુરુષ : પરમાનંદભાઈ ઈ. ૧૯૧૫ની લગભગને આ પ્રસંગ છે. ત્યારે મુંબઈમાં પિતાના વડીલ પિત્રાઈ ભાઈ અને સેલિસિટર મેતીચંદ ગિરધરલાલ કાપડિયાને ઘરે રહી એક તરવરિય યુવાન બી. એ. થઈ એલએલ. બી. નો અભ્યાસ કરે. ત્યાં અનેક મિત્રો અવારનવાર મળતા અને ચર્ચાઓ જતા. એક વાર પિલા જાણીતા સૂત્ર “ચાપ શુદ્ધ ઢોવિદ્ધ, નાળીયે નાળીયÉ ” ઉપર ચર્ચા યોજાઈ આ તરવરિયા યુવાને આ સૂત્રને વિરોધ કર્યો. ત્યાર પછી એણે જે લખ્યું: “આ તે કેવળ શાબ્દિક ચર્ચા હતી...... આમ છતાં મારા મનનું વલણ લેકવિરાધને સામને કરીને પણ શુદ્ધને વળગી રહેવાનું ત્યારથી આજ સુધી એકસરખું કાયમ રહ્યું છે. જીવનભર શૂદ્ધના આગ્રહ કાજે લોકવિરોધનો સામનો કરનાર એ તરુણ તે મહાનુભાવ પરમાનંદ કુંવરજી કાપડિયા. એમને જન્મ ઈસ. ૧૮૯૩ની ૧૮મી જૂને સૌરાષ્ટ્રના રાણપુર ગામે કવેતાંબર મૂર્તિપૂજક જૈન કુટુંબમાં થએલ. એમના પિતાશ્રી કુંવરજી આણંદજી ભાવનગર શહેરના પ્રતિષ્ઠિત નાગરિક હતા. સમસ્ત જૈન સમાજમાં એમની બોલબાલા હતી. જેન ધર્મ અને તત્ત્વજ્ઞાનના આ મરમીને જીવન-વ્યવહાર પવિત્ર અને ધર્મનિષ્ઠ હતું. સાધુ-સાધ્વીઓ એમની પાસે ધર્મનું જ્ઞાન લેવા આવતાં. કુટુંબવ્યવસાય કાપડને એટલે કાપડિયા તરીકે ઓળખાતા કુંવરજીભાઈની આંતરસાધના ધર્મ અને વિદ્યાભ્યાસની જ હતી. આથી એમણે જેને તત્ત્વજ્ઞાન અને ગુજરાતી સાહિત્યને સારો એવો ગ્રંથસંગ્રહ કરે. પિતાનાં સંતાનોને સારું શિક્ષણ આપવાનું એમનું સુકય આથી જ હમેશ જાગ્રત રહેતું. પરમાનંદ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 332