Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 11
________________ રહ્યા. અનેક નરપુંગવોને એમણે નાણ્યા અને એમના સુધામય સહવાસોને માણ્યા. એક તરફ આમ વ્યવસાય-જીવન સુપેરે ચાલતું, તો બીજી તરફ એમનું ગાઈથ્ય ફાલતું. તે કાળના રિવાજ પ્રમાણે એમની આઠ વર્ષની વયે વઢવાણના વિખ્યાત માથકિયા કુટુંબમાં શ્રી ત્રિભુવનદાસ લાલચંદનાં સુપુત્રી વિજ્યાબહેન સાથે એમનું વેવિશાળ થઈ ગયેલું, જે દશેક વર્ષ ચાલ્યું. પણ, ઈ. સ. ૧૯૧૧માં, અઢાર વર્ષની વયે, તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં તે પહેલાં, એ જમાનામાં વિરલ ગણે શકાય તેવો પત્રવ્યવહાર લગ્નના આ ઉમેદવારે ઉચ્ચ ચાલેલે ! સમાજ અને સમયથી એક ડગલું આગળ ચાલવાની એમની પ્રગતિશીલ મનોવૃત્તિનું આ ઘાતક છે. લગ્ન પછી પરમાનંદભાઈ અભ્યાસ અને વ્યવસાય અર્થે મુંબાઈમાં વસ્યા. આ દરમિયાનને લગ્નજીવનની શરૂઆતને દાયકા વિજયાબહેને ભાવનગરમાં સાસરવાસ કર્યો. વડીલોની શુશ્રષા કરતાં કરતાં એમણે સંસ્કારસુમનની સૌરભ ફેલાવ્યા કરી. પતિની ઈચ્છા પત્નીને જ્ઞાન પ્રદાન થાય તેવી હતી, એટલે ભાવનગરમાં કુંવરજીભાઈએ વિજયાબહેનને સંસ્કૃત શીખવવા શાસ્ત્રીની ગોઠવણ કરી આપી. સ્ત્રીશક્તિનો ઉત્કર્ષ કરવા માટેના પરમાનંદભાઈને આ ઉત્સાહને જાણે કુદરત પણ કસોટીએ ચડાવવા માગતી હોય તેમ એમને ત્યાં સાત પુત્રીઓ-મધુરીબહેન, મેનાબહેન, ચારુશીલાબહેન, મિતા-- બહેન, ગીતાબહેન અને કુમળી વયે જ ગુજરી ગએલી બીજી બે પુત્રીઓ-જન્મી. આ છતાંય આ દંપતીને પુત્ર નહિ હેવા માટે જીવનમાં કયારેય ઓછું આવ્યું નથી. પુત્રીઓને જ પુત્રો તુલ્ય ગણી એમને ઉચ્ચ અભ્યાસની અનુકૂળતા કરી આપી ને એમના વ્યક્તિત્વને સ્વતંત્ર રીતે વિકસવા દીધું. મધુરીબહેનને ઈન્ટર આર્ટસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 332