Book Title: Chintan Yatra Author(s): Parmanand Kapadia Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 9
________________ નગીનદાસ બે પુત્રો તથા પુત્રી જશોરબેન, એમ ત્રણેય સંતાને એ સંસ્કારસંપન્ન વાતાવરણમાં ઊછર્યા. તો અને વ્યાજિતિ જ - આવા શીલવંત ને વિદ્યાવ્યાસંગી પરિવારમાં પરમાનંદભાઈનું શૈશવ પાંગર્યું. બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી પરમાનંદભાઈએ વિદ્યાપ્રાપ્તિનાં સર્વ દ્વાર ખુલ્લાં રાખ્યાં હતાં. પિતાએ ભાવનગરમાં સ્થાપેલી “જૈનધર્મ પ્રસારક સભા'ના ઉપક્રમે યોજાતાં પ્રવચન અને સમાજસેવાનાં કાર્યોને એ અચૂક લાભ લેતા. એ નિમિત્ત પિતા સાથે પ્રવાસ-પર્યટન પણ થતાં અને જીવનઝેળામાં યથામતિ ધર્મજ્ઞાન પણ ભરાતું. જ્ઞાનપિપાસુ પિતાને ત્યાં જિજ્ઞાસુઓનો અડ્ડો જામે, અનેક શિક્ષિતદીક્ષિત વ્યક્તિઓનાં મિલન-મુલાકાત અને ચર્ચાવિચારણા ચાલે. કિશોર પુત્ર આમાંથી યથાશક્તિ ચિત્તસમૃદ્ધિની સામગ્રી પામતે રહે. આમ છેક બાળપણથી જ વારસા અને વાતાવરણદીધી વિદ્યોપાસનાની સાથેસાથે નેતાગીરીને ગુણ એમનામાં અજ્ઞાતપણે વવા અને વિકસ્યો. વિશાળ સંયુક્ત કુટુંબનાં દસેક પિત્રાઈ ભાઈબહેનની બાળસેના એના નાનકડા સેનાની પરમાનંદની આગેવાની નીચે નદીકાંઠે રખડપટ્ટી કરવા નીકળી પડતી. સહુ ભાંડુઓને એ પ્રેમપૂર્વક દરતા અને એમની દોરવણીને ત્યારે સહુ આવકારતાં. કિશોર, તરુણ અને યુવાન અવસ્થાના મિત્રોમાં પણ અગ્રેસર એ જ રહેતા. પ્રેમથી પારકાને પોતાના કરવામાં એઓ નાનપણથી જ પાવરધા હતા. વળી, પ્રતિવર્ષ આખો પરિવાર પાલીતાણાની પરકમ્માએ તે. એ રીતે નાનપણથી જ એમને પ્રવાસ શેખ અને પ્રકૃતિપ્રેમ જાગેલે. બાલવયમાં રોપાએલાં એ બીજે એમને આગળ ઉપર જબરા પ્રવાસવીર બનાવ્યા અને પ્રકૃતિપ્રવાસ તથા માનવસહવાસમાં એ પ્રજ્ઞાપુરુષની પ્રતિભા પાંગરતી જ ગઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 332