Book Title: Chintan Yatra Author(s): Parmanand Kapadia Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 6
________________ નિ વે દ ન સ્વ. શ્રી. પરમાનંદભાઈ કાપડિયાના લેખોનો એક સંગ્રહ “સત્યં શિવ સુંદરમ' ના નામથી કેટલાંક વર્ષ પહેલાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રકાશિત થયું હતું. સ્વ. પરમાનંદભાઈ શ્રી મુંબઈ જેન યુવક સંઘ માટે વર્ષો સુધી મુખ્ય સૂત્રધાર રહ્યા હતા. “પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તરીકે એમણે વર્ષો સુધી યુવક સંઘની, સમાજની અને રાષ્ટ્રની અમૂલ્ય સેવા બજાવી છે. એમના અવસાન પછી યુવક સંઘે નિર્ણય કર્યો કે પ્રબુદ્ધ જીવન” માં અને અન્યત્ર પ્રગટ થયેલાં અને અપ્રગટ રહેલાં એમનાં લખાણોમાંથી પસંદ કરીને બીજો એક લેખસંગ્રહ પ્રગટ કરે. એ માટે (૧) પ્રો રમણલાલ શાહ, (૨) શ્રીમતી ગીતાબહેન પરીખ, (૩) શ્રી સુબોધભાઈ એમ. શાહ, (૪) શ્રી પ્રવીણભાઈ મંગળદાસ અને (૫) શ્રી શાન્તિલાલ ટી. શેઠ – એ પાંચની એક સંપાદન-સમિતિ નીમવામાં આવી હતી. એ સમિતિએ “પ્રબુદ્ધ જીવન” અને બીજાં સામયિકેની આગલાં વર્ષોની ફાઈલે તપાસી તથા અપ્રગટ લખાણે જોઈ જઈ તેમાંથી ગ્રંથબદ્ધ કરી શકાય એવા લેખોની પસંદગી કરી આપી, જે આ “ચિંતન યાત્રા”ના નામથી પ્રગટ કરતાં અમને ઘણો હર્ષ થાય છે. સંપાદકનું કાર્ય ઘણો સમય અને શ્રમ માગી લે તેવું હતું. એ કાર્ય કરી આપવા બદલ અમે તે સૌને હાર્દિક આભાર માનીએ છીએ. ચિંતન - યાત્રા”ની સામગ્રી તૈયાર હોવા છતાં કાગળની તંગી, પ્રેસની મુશ્કેલી, ગુજરાતના રાજકીય આંદોલન વગેરેને કારણે આ ગ્રંથ અમે નિર્ધારિત સમયે પ્રગટ ન કરી શક્યા એ માટે અમે દિલગીર છીએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 332