________________
ખિસ્સામાં છીંકણી રાખીને ફરતી બહેનોએ આ બાબતમાં વધુ સાવધાન બનીને પરમાત્માનો વિનય જાળવવાની જરૂર છે.
B. પોતાને વાપરવા માટેની ભોજનાદિની સામગ્રી લાવતા-લઈ જતાં પણ પરમાત્માનો અવિનય ન થાય તે રીતે લાવવી-લઈ જવી જોઈએ. આ દોષથી બચવા મંદિરના મુખ્ય દરવાજે આડા પાટીયાં મૂકવાની વિધિ આજે પણ ચાલુ છે. છતાંય સાધર્મિક વાત્સલ્યાદિના પ્રસંગે જયારે કમંડળોમાં ભોજનસામગ્રી બાજુના મંડપ વગેરેમાં ફેરવાતી હોય છે ત્યારે જિનાલયે મૂકેલાં પાટીયાં કે પડદા સલામત છે કે નહિ, એ કાળજી લેવાતી નથી.
c. આમ તો જિનાલયે જતાં મુગટ, પાઘડી, ટોપી આદિ પહેરીને આડંબર સાથે જ જિનાલયે જવાનું હોય છે, પણ પરમાત્માનું મુખ દેખાય ત્યારે ખાલી હાથે જિનાલયે જશો મા ! પૂજાપેટી લઇ જવાનું ભૂલશો મા ! વિનય પ્રદર્શિત કરવા માટે માથેથી મુગટ, પાઘડી કે ટોપી જે હોય તે ઉતારી દઈ હાથમાં લઈ માથું નમાવવાનું છે. પછી આરતી આદિ કરતાં માથે પહેરી લે તો વાંધો નથી. 2. અચિત્તનો અત્યાગ :
સ્વ-ઉપભોગ માટેની ચીજોનો જેમ ત્યાગ કરવાનો છે તેમ પરમાત્માની પૂજા માટે ધૂપ, દીપ, અક્ષત, નૈવેધ આદિ અચિત્ત અને ફૂલ, ફળ, જળ આદિ સચિત્ત ચીજોનો સ્વીકાર કરીને જિનાલયમાં પ્રવેશ કરવો એ બીજા પ્રકારનો વિનય છે. ‘રિકતપાણિર્દેવગુરું ન પશ્યન્તુ અર્થાત ખાલી હાથે દેવ/ગુરુનું દર્શન ન કરવું એવું નીતિશાસ્ત્રનું વિધાન છે. માટે પૂજાને યોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરીને જ જિનાલયે જવું જરૂરી છે.
અનંતકાળથી દુર્ગતિઓના ચકકર કાટી રહેલા આપણે દેવાધિદેવની કૃપાએ નારકની અને પ્રભુનું મુખ દેખાતાં “નમો જિણાવ્યું” બોલી અંજલિબદ્ધ પ્રણામ કરશો.
Jain Education International
For P
arent 13.