________________ અનુવાદની અનુભૂતિ પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.એ સાહિત્યસાગરનું અવગાહન કરીને મેળવેલા પદાર્થ રત્નોથી સંખ્યાબંધ ગ્રંથરત્નોને અલંકૃત કર્યા છે. તેમાંનો જ એક વિશિષ્ટ ગ્રંથરત્ન એટલે જ “વસુરપ્રતારિતાવાદી આંખ એ પદાર્થને સ્પર્શીને પદાર્થને જણાવે છે કે નહિ? માત્ર આટલા જ વિષયની સ્પષ્ટતા માટે સ્વતંત્ર ગ્રંથ રચવાનું શ્રેય માત્રને માત્ર પૂ. ઉપાધ્યાયજી મ.ના ફાળે જાય છે. આમ તો આ વિષયની ચર્ચા વર્તમાનમાં પ્રાપ્ત થતાં 11 જેટલા ગ્રંથોમાં પૂ. ઉપાધ્યાયજી મ.એ થોડા ઘણા અંશે કરી છે. દરેક ગ્રંથો પોતાની વિશેષતાઓથી અલગ જ ભાત ઉપસાવે છે. તેમાં પણ આ વિષયની સંપૂર્ણ સ્વતંત્ર કૃતિ એ તો અનોખી જ ભાત પાડે છે. જે ખરેખર વિદ્વાનોના આકર્ષણના કેન્દ્ર સમી છે. 59 ગાથાઓ દ્વારા આ ગ્રંથમાં પૂ. ઉપાધ્યાયજી મ.એ આ વિષયને સ્પર્શતી યુક્તિઓનો અદ્ભુત ખજાનો ખોલી નાંખ્યો છે. અને આ ગાથાઓ નીચે નોંધાયેલી 70 જેટલી ટીપ્પણો પણ અદ્ભુત અદ્ભુતના ઉદ્ગારોને સર્જે તેવી છે. આ ટીપ્પણો પૂ. ઉપાધ્યાયજી મ.ના ખુદના હશે અથવા તો તેમની પાસે ભણતી વખતે કરેલી નોંધ રૂપે હશે. ખરેખર અધ્યયન અને અધ્યાપનની પરિપાટીનો આદર્શ નમુનો છે. સંક્ષિપ્ત ટીપ્પણો દ્વારા જે વાત સ્પષ્ટ થઈ છે તે વાત બદ્રીનાથ શુક્લ વગેરે વિદ્વાનોના કે ટીકાકારોના વિસ્તૃત વિવેચનો કે ટીકાગ્રંથો પણ કરી શક્યા નથી એવું કોઈ પણ મધ્યસ્થ વિચારકોને લાગ્યા વિના ન રહે. ખરેખર તો આવા ટીપ્પણો પૂ. ઉપાધ્યાયજી મ.ના બધા ગ્રંથો પર હોય તો તે એક અધ્યાપકની ગરજ સારે તેવા બની શકે. માત્ર ગ્રંથી સ્થળોને સહેલા કરવાનું પણ કામ જો વિદ્વાનો કરે તો બાકીની સ્પષ્ટતા જિજ્ઞાસુ વ્યક્તિ પરિશ્રમ કરી સ્વયં પણ મેળવી શકે. અસ્તુ. પૂ. ઉપાધ્યાયજી મ. જેવા સિદ્ધહસ્ત લેખક મહાપુરુષ સાથે દ્વાદશારનયચક્ર' નામના વિશાલકાય ગ્રંથલેખનનું સૌભાગ્ય જેમને પ્રાપ્ત થયું હતું તેવા પૂ. મુનિરાજ શ્રી કીર્તિરત્નજી ગણિવરે આ ગ્રંથનું લેખન કર્યું છે. કોઈ પણ ચેક-ચાક વગરના મરોડદાર અક્ષરો, પદચ્છેદ દર્શક ચિહ્નો, 4 વર્ણની સંધિ તો અવગ્રહ દ્વારા સ્પષ્ટ કરી જ છે પરંતુ ઉકારાદિની સંધિને દર્શાવતા ચિહ્નો આપ્યા છે, જેને શોધવામાં એકદમ સરળતા રહે તે રીતની લીટી-નંબર સાથેની ટીપ્પણ યોજના વગેરે વિશેષતાઓ હસ્તલેખનના અપૂર્વ આદર્શ સમી છે. માત્ર બે પત્ર જેટલા લઘુકાય ગ્રંથ માટે લેખકશ્રીએ જે કાળજી રાખી છે તે અતિશય પ્રશસ્ય કોટિની છે.