________________ સંપાદકીય ન્યાયવિશારદ લઘુહરિભદ્ર મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવર વિરચિત એક અપ્રગટ કૃતિ ‘વક્ષરપ્રાથરિતાવા' નામક આજે પ્રકાશન પામી જિનશાસનના ગગનને અલંકૃત કરી રહી છે, એ આપણું પરમ સૌભાગ્ય છે. આ કૃતિનું સંપાદન-સંશોધન કરવાનો પુણ્ય-લાભ મને જે મળ્યો અને એ દ્વારા શ્રુતસેવા અને સ્વાધ્યાય કરવાની જે અનુપમ તક પ્રાપ્ત થઈ એનો અવર્ણનીય આનંદ હું વ્યક્ત કરી શકું તેમ નથી. જિનશાસનનો જે અભુત શ્રુત-વારસો છે, એમાં “મહોપાધ્યાયજી'ના હુલામણા નામથી પ્રસિદ્ધ શ્રીયશોવિજયજી મહારાજાના સાહિત્યનો અમૂલ્ય ફાળો છે. તેઓશ્રીએ આગમના અર્થગંભીર રહસ્યોને અને જિનશાસનના અગમ્યપદાર્થોને નવ્યન્યાયની શૈલીમાં રચીને પરપક્ષના પ્રતિવાદીઓનું ખંડન કરી સ્યાદ્વાદ-ધર્મની જય-પતાકા વિશ્વમાં લહેરાવી જિનશાસનને ગૌરવોન્નત રાખવામાં અદ્ભુત ફાળો આપ્યો છે, એમ નિઃશંક કહી શકાય ! અનેક ગ્રંથો-પ્રકરણો અને નવતર સાહિત્યની રચના કરનારા તેઓશ્રીનું જે સાહિત્ય ઉપલબ્ધ છે એમાંથી જ આ એક અપ્રગટ કૃતિ નવતર સંપાદન પામી પ્રકાશન પામી રહી છે. નાનકડા આ ગ્રંથ પ્રકાશનની યાત્રા મોટી રહી છે. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયથી અધિષ્ઠિત પાલિતાણાના સાહિત્યમંદિરના સમૃદ્ધ હસ્તલિખિત જ્ઞાનભંડારમાંથી અકસ્માતે જ પ્રાપ્ત થયેલ આ કૃતિ, પૂ. ઉપાધ્યાયજી મહારાજના તથા બીજા કેટલાંક ગ્રંથોની હસ્તપ્રતિઓ મેળવવા જ્યારે મુ.શ્રી કલ્યાણભૂષણવિજયજી અને મુ.શ્રી કીર્તિન્દ્રવિજયજી ત્યાં પહોંચ્યા ત્યારે એક દાબડામાં મુનિશ્રીના નજરે ચઢી હતી. મુ. શ્રી કીર્તિવિજયજીના નજરે જ્યારે આ કૃતિ પડી ત્યારે તેઓએ પ્રતિ હાથમાં લીધી. આગળ-પાછળના પાનાંઓ જોયા. જ્યાં “ચક્ષરપ્રાપ્યકારિતાવાદ' આવું પ્રતિનું નામ અને આ કૃતિના રચયિતા તરીકે પૂ.મહોપાધ્યાયજીનું નામ વાંચ્યું ત્યારે તેઓ આનંદથી ઝૂમી ઉઠ્યા. આ ગ્રંથ વિશે જાણ્યું હતું, પણ જોવામાં તો પ્રથમવાર જ આવ્યો એટલે અવર્ણનીય આનંદ અનુભવાયો સાથેના મુનિવરને પણ બધી વાત કરી તેઓ પણ આનંદથી ખીલી ઊઠ્યા. સાહિત્ય મંદિરના સમૃદ્ધ જ્ઞાનભંડારની સારી રીતે દેખભાળ રાખનારા મુનિશ્રી જયભદ્રવિજયજી કે જેઓ પૂ. આ. શ્રીવિજય ધર્મસૂરિજી મહારાજના સમુદાયના પૂ.આ. શ્રી વિજય યશોદેવસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન છે. તેઓએ જ્યારે જ્યારે આ મહાત્માઓ ત્યાં જાય ત્યારે દરેક વખતે સાથે