Book Title: Chaitanyavilas Author(s): Lalchandra Pandit Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates થતું નથી. અથવા સમ્યક્દર્શન થાય તો ઠીક તેવી અનુમોદનાને કા૨ણે સમ્યક્દર્શન થતું નથી. આમ કર્તૃત્વથી અહંકારીત અનેક મિથ્યા માન્યતાઓનું વિસર્જન કરાવનાર આ શાસ્ત્ર છે. (૪) દ્રવ્યલિંગ ધારણ કર્યા પછી પણ તેણે ક્રમભંગ ચાલુ જ રાખ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનું પ્રતિક્રમણ નથી થતું ત્યાં સુધી અવ્રત, પ્રમાદ, કષાય, યોગનું પણ પ્રતિક્રમણ થતું નથી. તેથી અજ્ઞાની પ્રાણીઓએ સૌ પ્રથમ કોનું પ્રતિક્રમણ કરવું તે વિષય વસ્તુને વિસ્તૃતપણે આ ગ્રંથમાં આલેખેલ છે. (૫) હું ભેદનો કર્તા તો નથી કારણ નથી, કારિયતા નથી અને અનુમોદક પણ નથી. કારણકે “હું જાણનાર છું, કરનાર નથી.” આ પ્રથમ પાઠ શીખ્યા પછી બીજા પાઠમાં આવવાનું છે. જે અકર્તા જ્ઞાયક છે તે જ ઉપાદેયભૂત જ્ઞેય છે “તે જ હું છું.” ધ્યેય પૂર્વક શેયની ૫૨મ મૈત્રીનો માર્ગ આ પુસ્તકમાં ઘોષિત થયેલ છે. (૬) સર્વ પ્રથમ સાધક કેમ થવાય! પછી સાધ્ય કેમ પ્રગટે!! અર્થાત્ સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષ સુધીની સંપૂર્ણ વિધિ આ રચનામાં આવી ગઈ છે. (૭) આ અનુપમ સિદ્ધાંતિક ગ્રંથનો સ્વલક્ષી સ્વાધ્યાય થતાં અનાદિની કર્તૃત્વબુદ્ધિએકત્વબુદ્ધિ અને પરિણામના મમત્વપણાની મિથ્યા માન્યતાઓના મૂળિયા કંપાયમાન થવા લાગે છે, અને જ્ઞાયકમાં એકાગ્રતા થતાં જ મિથ્યાત્વનો પ્રલય થાય તેમજ રત્નત્રયરૂપ આરાધનામાં નિમિત્તભૂત થાય તેવું આ પ્રકાશન છે. (૮) અજ્ઞાનથી આચ્છાદિત જીવો ચોવીસ કલાસ કષાયોમાં ગાળે છે. દિવસમાં દસ વખત તો વિચાર કેઃ હું કર્તા છું કે જ્ઞાતા? અરે ! જ્ઞાતાના વિચારમાં તો આવ! પછી જ્ઞાતાના પક્ષમાં આવ! પછી જ્ઞાતાના અનુભવમાં આવ. જ્ઞાતાના વિચારમાં માનસિક શાંતિ-અપેક્ષિત લાગે છે. જ્યારે જ્ઞાતાના પ્રત્યક્ષ અનુભવમાં પ્રગટ આત્મિક શાંતિનું વેદન થશે. આમ નિજ હિતાર્થ દર્શાવનાર પ્રયોગાત્મક આ પુષ્પ છે. (૯) જેમની કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે તેને સવિ‚દશામાં કર્તાપણાનો ઉપચાર આવે છે. જેમની જ્ઞાતાબુદ્ધિ છૂટી ગઈ છે તેને વિકલ્પદશામાં જ્ઞાતાપણાનો ઉપચાર આવે છે. સાધક આ બન્ને ઉપચારને કેવી રીતે ઓળંગે છે અને ત્વરાએ શ્રેણી કેવી રીતે આવે છે તે સૂક્ષ્મ રહસ્યનું ઉદ્દઘાટન આ પ્રવચનોમાં પ્રમુખપણે ઝળકે છે. (૧૦) અંતમાં આ ગ્રંથ પ્રકાશનનો હેતુ સર્વે જીવોનું કલ્યાણ થાય તે જ એક માત્ર Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 315