Book Title: Chaitanyavilas Author(s): Lalchandra Pandit Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુમોદક નથી.” હું તો સહજ ચૈતન્ય વિલાસી આત્માને જ ભાવું છું. અધ્યાત્મ નિલયના વાંશ પૂ. “ભાઈશ્રી લાલચંદભાઈ: અચિંત્ય અગમ્ય માર્ગને સહજ સુલભતાથી ગમ્ય બનાવે તેવો આ ઉત્કૃષ્ટ અને અપૂર્વ અધિકાર છે. પરમાર્થ પ્રતિક્રમણ એટલે નિશ્ચય પ્રતિક્રમણ. પોતાના ઉપયોગને શુદ્ધાત્મામાં જોડી દિવો તે પ્રતિક્રમણ છે. આ ગાળામાં સ્પષ્ટ બે વિભાગ છે કે આત્મા જાણનાર છે કરનાર નથી. “જાણવું' તે આત્માનો અનાદિ અનંત સ્વભાવ છે. “કરવું” તે આત્માના મૂળ સ્વભાવમાં જ નથી. આત્મા કેવળ જાણનાર હોવાથી તેમાંથી જ્ઞાતાપણાનો પ્રવાહુ સ્ફટિત થાય છે પણ.. કરવાનો પ્રવાહ આવતો નથી. આત્મા સ્વભાવથી જ અકર્તા એવો જ્ઞાયક છે. કરવાપણાનો અભિપ્રાય તે જ સંસાર છે. જીવતત્ત્વ સંબંધી વિપરિત શ્રદ્ધાન્ સમ્યકદર્શન થવા દેતું નથી. કર્તાબુદ્ધિ પડી હોય અને કર્તાનો વ્યવહાર આવે તેમ બનતું નથી. માટે અકર્તા જ્ઞાતા સ્વભાવી ભગવાન આત્મા સંપૂર્ણપણે જ્યારે જ્ઞાતાપણે ભાસિત થાય છે ત્યારે પરિણામને કરવાનો મિથ્યામદ પલાયન થઈ જાય છે. અને સમ્યફપ્રભાતનો ઉદય થાય છે. પૂ. “ભાઈશ્રી લાલચંદભાઈની ૯૧મી જન્મજયંતિ સુઅવસરે શ્રી સમયસાર પરમાગમોના પાચક, ચિલ્શક્તિમયી ચૈતન્યના ચિંતક, રત્નત્રય વ્યંજનના આસ્વાદક એવા પૂ. ભાઈશ્રીની ૯૧ મી જન્મ જયંતિના માંગલિક પ્રસંગે જ્ઞાનચંદ્રોદયરૂપ અમારું ચતુર્થ પુષ્પ છે “ચૈતન્ય વિલાસ”. આ અનુપમ કૃતિ સ્વાનુભૂતિની શીતળ પ્રભાને સંચેતનાર તેમજ ચરમ લક્ષ એવી શ્રેણી અને સિદ્ધત્વદશા રૂપ ચૈતન્ય ચંદ્રમાની પૂર્ણ ચંદ્રિકાને ખીલવનાર છે. પુસ્તક પ્રકાશનના હેતુઓ:(૧) આત્મા કથંચિત્ કર્તા છે અને કથંચિત્ અકર્તા છે તેવું ધ્યેયનાં સ્વરૂપમાં નથી. ધ્યેયમાં કથંચિપણાનો અભાવ છે. ધ્યેય તો અહી શુદ્ધ પરમ નિરપેક્ષ છે. તેથી જીવતત્ત્વ સંબંધી યથાર્થ નિર્ણય થવામાં આ કૃત્તિ સમ્યક રાહ નિદ્દિષ્ટ કરે છે. (૨) જીવ હારીને, થાકીને પાછો ફરે છે. પરિણામ સ્વયં થાય છે તેનો હું કર્તા નથી, તેટલા વિચારમાત્રથી કર્તુત્વબુદ્ધિનો નાશ થતો નથી. કરવાપણાનો મૂળમાંથી ધ્વંસ કેમ થાય અને અકર્તાની દષ્ટિ ત્વરાએ થાય તેવી ભેદજ્ઞાન સભર આ કૃતિ છે. મુમુક્ષુ જીવોનો પ્રશ્ન છે કે સમ્યક્દર્શન કેમ પ્રગટ થતું નથી ?! તું અકર્તાને કરનારપણે જુએ છે માટે થતું નથી. અથવા તો સમ્યકદર્શનનું કારણ આત્માને માને છે માટે Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 315