Book Title: Buddhiprabha 1917 08 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ ૪ર બુદ્ધિપ્રભા, રાતી સાહિત્યની વૃદ્ધિ પ્રમાણમાં કાંઇજ નથી. તે પછી ગૂજરાતી સાહિત્યની સ્થિતિ અન્ય ભાષાના સાહિત્યની સરખામણીમાં ઉત્તરે તેમાં તે શું આશ્ચર્ય ? આવી પરિસ્થિતિમાં ગૂજરાતના મુદ્દે પાટનગર અમદાવાદમાં સને ૧૯૦૫ માં સ્વર્ગસ્થ રા. રણજીતરામ વાવાભાઈ મહેતા જેણે અમદાવાદ આવી સાહિત્ય સભા સ્થાપી ચૂવાન વર્ગમાં સાહિત્યનું નવું જીવન, નવું રક્ત રેડી એને ઉત્સાહી કર્યાં હતા તેણે સભાના સભાસદે સાથે સમેલન વિષે મસલત ચલાવી, અને આ નૂતન વિચાર સભાના સાહિત્યપ્રેમી પ્રમુખ. રા. ખા. રમણભાઈ મહિપતરામને કહ્યા. રા. બા. રમણભાઈએ એ વિચારને વધાવી લીધે, ને એમની સહાયતાથી સાહિત્ય પરિષદ્ અમદાવાદમાં ભરવાના વિચાર નક્કી થયેા. વિદ્યાનાને, તથા એ દિશામાં કાર્ય કરનારા સાહિત્ય પ્રેમી પુરૂષને નિમ ંત્રણ થયાં, ને પરિષદ્ના કાર્યક્રમ ઘડાયા. એ કાર્યક્રમ બહુ વિશાળ નહોતો, પરિષદ્નુ ક્ષેત્ર પણ વિશાલ નહોતુ બાંધ્યું. એટલું તે નિર્વિવાદ છે કે કોઇ પણ કાર્ય નવુ આરમ્ભવામાં આવે ત્યારે સમાજ તે વધાવી લેશે કે તેની અવગણના કરી તેની કાર્યસિદ્ધિમાં અનેક પ્રકારના વિઘ્ના નાંખશે એવા વિચાર તેના નેતાઓને સ્વાભાવિક આવે. આવી પરિસ્થિતિમાં અમદાવાદની પ્રથમ પરિષદ્ના વિષયેાની ચેાજના થઈ હતી; જેમ જેમ નૂતન વિચાર વિદ્વાન વર્ગે તેમજ યુવાન વર્ગ વધાવી લીધા તેમ તેમ યુવક વર્ગને તેથી પ્રોત્સાહન મળ્યુ. સદ્દભાગ્યે પરિષદના પ્રસુખની પસંદગી ગુજરાતના તે વખતના વિદ્વાન સાક્ષર રા. રા. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની થઇ, તે સાથે સત્કાર મંડળના પ્રમુખ તરીખે ગુજરાતના સુપ્રસિદ્ધ માર્ક વૈન (Mark Twain) નિયત થયા. આ બે વિદ્વાન સાક્ષરોની પસંદગીથી પરિણામ એવું સારૂં આવ્યું કે પિરષદના મંડપમાંજ આ પ્રમાણે વર્ષે બે વર્ષે આપણે મળતા રહીએ અને સમાજના, કેળવણીના, સાહિત્યના, ભાષાના વગેરે જુદા જુદા વિષયો ઉપર ભાષણેા કરી એકબીજાના વિચારોની આપ લે કરતા રહીએ તા બેશક ઘણો લાભ થાય, એટલુંજ નહિ પણ મરાઠી અને મગાળી ભાષાની સરખામણીમાં આપણુ ગુજરાતી સાહિત્ય જે નિર્માલ્ય સ્થિતિએ છે, કીચડમાં ઇટાએલું છે એવે જે આરોપ તેને માથે છે તે આરોપ, આપણે મધા જોડાઇ એકત્ર જોર કરી કીચડમાંથી તેને બહાર કાઢી દૂર કરીએ તે ગુજરાતી સાહિત્યનો ઉદ્ધાર થાય ખરો, આવા આવા ધ્વનિ કાને કાન ફરવા લાગ્યા. ત્રણ દિવસમાં પરિષદ્નુ કાર્ય સપૂર્ણ થયુ–એકત્ર થયેલા સા સાને ઘેર ગયા. રમશાન ભૂમિપર ગયેલાને જેમ મશાનવૈરાગ્ય આવે છે, ને તે પાછા ઘેર ગયા પછી માયામાં લપટાઇ જાય છે તેમ આ પરિષમાં એકત્ર થયેલાઓને પરિષદ્ ઝનુન આવેલું તે ઘેર જતાં ઝનુન ઉતરી ગયું અને સર્વ કોઈ પોતાના કામકાજમાં એવા ગુ થાઇ ગયા કે સાહિત્ય પ્રત્યે જે થોડુ કાર્ય કરવાની ઈચ્છા

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38