________________
કેળવણી સંબધી સ્થિતિ અને જૈન એજ્યુકેશન બેની ફરજ
પ૩
શુની ખામી છે અને તે કેવી રીતે દૂર થઈ શકે તે સારૂ ઉપાયે જવા સારૂ પણ અગત્યના છે, દિલગીરીની વાત છે કે અત્યાર સુધી કરવામાં આવેલ પ્રયાસનું શુભ પરિણામ આવ્યું નથી. અને તેનાં કારણે તરીકે મને તે એમજ લાગે છે કે આપણે જેવી રીતે જોઈએ તેવી રીતની અરજ સરકારને ગુજારવામાં પછાત હેવાનું જ છે. હિંદુરતાનની પારસી કેમ જેની વસ્તી ફક્ત એંસી હજાર છે તેને માટે જુદા જુદા કલમે મેળવી શકાય છે ત્યારે જૈન કેમ તેના કરતાં બાર ગણી વધારે વસ્તી ધરાવતાં છતાં તેને સારૂ કાંઈ પણ ન બની શકે તે વ્યાજબી લાગતું નથી. આ બાબત કેળવણીને લગતા
જુદા જુદા આંકડાઓ વસ્તીપત્રકમાં મેળવવા સારૂ સને ૧૯૦૭ ની સાલમાં જૈન દિગબર પ્રાંતિક સભાના પ્રેસીડેન્ટ તરફથી એક અરજી કરી પ્રયાસ કરવામાં આવ્યું હતું ત્યાર પછી સને ૧૯૧૪ ના રોજ મુંબઈની જૈન એસેસીશન ઓફ ઈન્ડીઆ તરફથી એક અરજી કરી મુંબઈ સરકારના કેળવણી ખાતાના અમલદારનું ધ્યાન ખેંચવામાં આવ્યું હતું અને તે અમલદાર તરફથી તા. ૯ મી અકટોબર ૧૧૪ ના રોજ જવાબ આપવામાં આવ્યું હતું કે પ્રાથમિક, માધ્યમિક, ખાનગી સ્કુલે અને કોલેજોમાં શીખતા જન વિદ્યાથીઓના આંકડા આપ્યા સિવાય વિશેષ તેનાથી કાંઈ થઈ શકે તેમ નથી. તે ઉપરાંત જણાવ્યું હતું કે જે જાતની માહિતી આપવામાં આવે છે તે હિંદી સરકાર મરજી અનુસાર આપવામાં આવતી હોવાથી છેવટે નીચે પ્રમાણે જવાબ આપવામાં આવ્યે હતે. * The form of the table is prescribed by the Government of India and it rests with them to revise it is they think fit.” @4R 4912 જૈન એસેસીએશન ઓફ ઈન્ડીઆને જવાબ મળ્યાને ત્રણ વર્ષ થવા આવ્યાં પરંતુ દિલગીરીની વાત છે કે કાંઈ પણ આગળ પ્રયાસ કરવામાં આવ્યું નથી? આવી મોભાદાર સંસ્થાએ એક કામ હાથમાં લીધા પછી છેવટ સુધી તેને નિર્ણય લાવવાની કેશિમાંજ તેની ફતેહને આધાર છે. હાલમાં સાંભળવામાં આવ્યું છે કે આ બાબત જૈન એજયુકેશન બોર્ડ તરફથી જુદા જુદા કલમે સરકારી રિપિટમાં આવે તે સારૂ પ્રયાસ કરવામાં આવનાર છે તે આવી રીતે જુદી
જુદી સંસ્થાઓ તરફથી એકજ બાબતસર, સરકારી ખાતામાં પત્ર વ્યવહાર કરવામાં આવે તેના કરતાં જે સંસ્થા તરફથી શરૂઆતમાં જ કાંઈ પણ પ્રયાસ કરવામાં આવ્યું હોય તેની મારફતે જ કાર્ય હાથ ધરવામાં આવે તે ધારેલું કાર્ય જલદીથી પાર પાડવા ઘણેજ સંભવ છે. છેવટે આ લેખમાં જણાવેલ સૂચનાઓ તરફ કેળવણીને લગતા કાર્યમાં હિલચાલ કરનારાનું લક્ષ ખેંચાય અને તેમાં દર્શાવલી હાજતે દૂર કરવા સારૂ પિતાથી બનતે ફાળો આપી વ્યાવહારિક રીતે કાર્ય કરી બતાવવાને ઉતેજીત થાય એમ ઈછી આ ટૂંક લેખ સમાપ્ત કરું છું.