Book Title: Buddhiprabha 1917 08 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 35
________________ સમાચાર. વલસાડ જૈન લાયબ્રેરી તથા પાડશાળાની ૮ મી જયંતીને વાર્ષિક મેળાવડા. આ મેળાવડો ગઈ તા. ૮ મી ગષ્ટને દિવસે ભારે ધામધૂમ સાથે વલસાડ જેન ઉપાશ્રયમાં થયેા હતે. મે. બદામી સાહેબ પ્રમુખસ્થાને હતા. પ્રારભિક પ્રાર્થના વગેરે થયા પછી વાર્ષિક અહેવાલ વ‘ચાચા હતા. ત્યાર પછી પ્રાસ’ગિક ભાષણે, સવાદો વગેરે થયું હતું. પાઠશાળાની વાર્ષિક પરીક્ષામાં પાસ થએલા વિદ્યાર્થીઓને પ્રમુખ હસ્તે ઈનામે વહેંચાયાં હતાં. ઈનામને અંગે રૂા. ૨૫) ની રકમ શેઠ ગાંડાભાઇ ગુલામચંદ તથા શેઠ નાથાલાલ ખુમચંદ તરફથી આપવામાં આવી હતી. પછી નવી કાર્યવાહિ રચાઈ હતી. તેમાં પ્રેસિડટ તરીકે શેઠ ગાંડાભાઇ ગુલામચંદ અને સેક્રેટરી તરીકે શેઠ ઢાકારલાલ મેાતીચંદ નીમાયા હતા. પાઠશાળાના નિભાવ અર્થે નીચેના ગૃહસ્થાએ નીચે પ્રમાણે રકમે કુંડમાં ભુરી હતીઃ— શેઠ મગનલાલ નગીનદાસ રૂા. ૩૫૦) ઝવેરી લલ્લુભાઈ ગુલામચંદ રૂા. ૫૧) શેડ દુર્લભભાઇ ભગવાનજી રૂા. ૫૧) શેઠ કેસરીચ'દ ગોવિંદજી રૂા. ૨૫) શેઠ મગનલાલ રાયચંદ રૂા. રર) શેઠ રૂપાજી જીવા રૂા. ૧૧) શેઠ પ્રેમચંદ પાનાચંદ રૂા. ૫) તથા શેઠ જીણાભાઈ પ્રભુભાઈ રૂા. ૨) છેવટ પ્રમુખ તરફથી અસરકારક ઉપસ’હાર હોઈ, યુરોપીય વિગ્રહમાં બ્રિટિશ અને મિત્રરાજ્યાની ફતેહ ઇચ્છી સગીત સાથે સભા વિસર્જન થઈ હતી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ તરફથી हालमा छपाइ बहार पडेलां नवां पुस्तको. વિજાપુર વૃત્તાંત—છપાવનાર-અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. લેખક:-~~ જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરિ. આ પુસ્તક ઐતિહાસિક દષ્ટિએ અત્યંત ઉપયોગી છે. વિજાપુરના જૈન દેરાસરે વગેરે પ્રાચીન બાબતે જાણવા માટે વાચકોએ ખાસ પુસ્તક વાંચવું જોઇએ. સાબરમતી ગુણુ શિક્ષણ કાવ્ય—તેના કર્તા શ્રી બુદ્ધિસાગરસૂરિજી છે. સાબરમતી કાવ્યમાં અનેક શિખામણાનાં ઝરણાં વહે છે. એક વાર પુસ્તક હાથમાં લીધું તે તેમાંથી એટલે બધા રસ આવે છે કે પૂર્ણ વાંચ્યા વિના છૂટકે તે નથી. અનેક સાક્ષર-કવિઓએ આ પુસ્તકની મુક્તકઠે પ્રશંસા કરી છે. જ્ઞાતિ, દેશાશિત, સમાજ પ્રગતિ માટે નવી ઢબનું આ એક રસીલુ કાન્ય છે. માણસાના અને વરસેડાના દરબારે આ કાવ્ય માટે ઉચ્ચ અભિપ્રાય જણાળ્યા છે. ગાયકવાડી રાજ્યમાં અને સરકારી સ્કુલોમાં આ પુસ્તક ખાસ ચલાવવા જેવું છે,

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38