Book Title: Buddhiprabha 1917 08 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ સ્વીકાર અને અભિપ્રાય. ૫૫ ચન્દ્રપ્રકાશ. (ઓગષ્ટ-૧૯૧૭, વડોદરા.) આ માસિકના તંત્રી અને વ્યવસ્થાપક અને નવા છે અને ગુજરાતના માનનીય વિદ્વાને છે. તેઓના તંત્ર તળે આ માસિક જ્યારથી ચાલવા માંડયું છે ત્યારથી તે નવા અવતારમાં આવી નવા સ્વરૂપે દર્શન દે છે. માસિક નિયમિત પ્રકટ થાય છે અને લેખની ઉત્તમ પસંદગીથી તે કપ્રિયતા સાથે બહેળે ફેલાવે પામતું જાય છે એ સંતોષની વાત છે. આ અંકમાં જીવન અને સાહિત્ય, ભારતમાં રાષ્ટ્ર ભાષાની આવશ્યકતા, નિસર્ગ ભક્ત વગેરે લેખ વિશેષ આકર્ષક છે. ગુર્જર સાહિત્યમાં નાટય સાહિત્ય ઘણું નથી અને તે અરસામાં ર. ભાઈ ભરતરામે તે વિષય હાથમાં લીધેલ જોઈ આનંદ થાય છે. જિજ્ઞાસુ. (શ્રાવણુઃ સંવત ૧૭૩, ભાવનગર) આઠ આના જેટલા સસ્તા વાર્ષિક લવાજમમાં આ માસિક સારી જન સેવા બજાવી રહ્યું છે. ઘરમાંથી અને શાળામાંથી શારીરિક શિક્ષા બંધ કરો, યુદ્ધ વગેરે લેખે કસાયલી કલમથી લખાયા છે. કચ્છી જૈનમિત્ર, વ્યાયામ, વિશાશ્રીમાળી વગેરે માસિકન વહેંચ ઉપકાર સાથે સ્વીકારીએ છીએ. અભિપ્રાય આવતા અંકમાં. નીતિમય જીવન–લેખક, પન્યાસજી કેશરવિજયજી ગણિ. પ્રકાશક, શા. સેમચંદ ભગવાનદાસ અમદાવાદ. કિસ્મત - આના. રોયલ સળજી સાડાસાત ફર્મ, પાકુ ૫ ડું. લેજ કાગળ. આ પુસ્તક પન્યાસજી કેશરવિજયજી ગણિ, જ્યારે સન ૧૯૭૦માં રાજ કેટ મુકામે ચાતુર્માસ ગાળતા હતા, તે અરસામાં તેઓના હાથે તૈયાર થયેલ હતું. નીતિનું રહસ્ય જણાવતાં લેખકે અનેક વ્યવહારૂ માર્ગો વિષે વાસ્તવિક ઉલ્લેખ કર્યો છે. ન્યાયથી ધન મેળવવા બાબત, શિષ્ટાચાર પ્રશંસા વિષે, સરખા કુળાચાર સાથે વિવાહ સંબંધી, પાપ–ભીર વિષે, પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણેની રહેણી-કરણી વિષે, વગેરે કુલ ૩૫ ગુણરૂપ નીતિમય જીવનને ધારણ કરનાર મનુષ્ય સમ્યક્રર્શનપૂર્વક ગૃહથ ધર્મનાં વ્રત ધારણ કરવાને યેચ થાય તેવા આશયની વિષય ગૂંથણીવડે પુસ્તક તૈયાર થએલું છે. અને તે ઉત્તેજનને પાત્ર છે. જિનભક્તિ આદ–લેખક શા. કુંવરજી આણંદજી, પ્રકાશક કાપડમાકિટ, વેપારી જૈન મંડળ તરફથી શા. માણેકલાલ નાનજી મુંબઈ, ડેમી આઠપિજી, સારા Àજ કાગળના ત્રણ પ્રેમની આ ન્હાની ચેપની પ્રસિદ્ધિને મળ આશય આ છે – પૂજક પૂજન સે અને પૂજ્ય બરાબર ધાર; પૂજા ફળ પૂજા કરે પામે ભદધિ પાર, ”

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38