Book Title: Buddhiprabha 1917 08 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ સ્વીકાર અને અભિપાય, વડોદરા રાજયના દીવાન મે. મનુભાઈ સાહેબને આ પુસ્તક અર્પણ થએલું છે, અને પુસ્તકને ઉપઘાત . શિ. શ્રી શારદાબહેને લખ્યો છે. એકંદર આ પુસ્તકમાં સાત લે છે. (૧) પ્રેમ મિમાંસા, (૨) સૂફી તત્વજ્ઞાન, (૩) મહાકવિ ડેન્ટ-ઇટાલિયન કવિ, (૪) મહાકવિ કાલિદાસ અને ભવભૂતિ–ઉભય વચ્ચેની સરખામણી, (૫) કાવ્ય-દેવીને દરબાર, (૬) મહાકવિ કીર્દોસી, (૭) તથા ભરતખંડ કે આર્યાવર્ત. રા. ભાઈ મણિલાલની કલમ હવે ગુજરાતને અપરિચિત નથી. જ્યારે પણ તેમના છૂટક લેખે હું વાંચું છું ત્યારે તેમના સંબંધી બે બાબતે હું સમજી શકું છું. એક તે એ, કે તેઓ જે લખે છે તે કેવળ વાંચનનાજ અનુભવનું નથી લખતા, પણ અનુભવ પછીનું તેમને જે સત્ય લાગે છે તે સ્વતંત્ર ભાથી લખે છે અને બીજું એ, કે તે સારું લખી શકે છે. આ પુસ્તક ધ્યાનપૂર્વક વાગતાં મને ઘણા વિચારે ઉદભવ્યા છે, અને કોઈ વાર પ્રસંગવશાત પુસ્તકનું અવલોકન કરીશ ત્યારે તેમાં રાઘળા વિચારે છટથી મૂકી શકીશ. અહીં, અને અત્યારે, તે તેના વિષે અભિપ્રાયજ આપવાનું છે, અને તે પણ ટુંકા શબદોમાંજ પતાવીશ. પુસ્તકનું નામ નવજીવન રાખ્યું છે, તેમાંના ગહન વિષ ને સરલતાથી અને ઉચ્ચ જેથી તેઓ સફળ બનાવી શક્યા છે તેથી તે નામનું સાર્થક થયું છે. નામની તળે “નિબંધ સંગ્રહ” લખાયેલું છે, પણ પુસ્તકમાંના વિષયે નિબંધનું શુષ્ક સ્વરૂપ રાખી શક્યા નથી તેથી મારા નમ્ર મત પ્રમાણે તેને નિબંધોને સ્થાને લેખે તરીકે ઓળખવા ઠીક થઈ પડશે. લેઓની ભાષા સંસ્કારી છે, શબ્દપ્રયોગ અને શૈલી માટે ખાસ મત દેર નથી. અને રા. ભાઈ મણિલાલે પ્રસ્તુત પુસ્તક જેટલા ઉત્સાહપૂર્વક તૈયાર કર્યું છે. એટલાજ–સંપૂર્ણ-શથી પ્રજામાં તે વંચાશે એમ મને લાગે છે. ગુજરાતના (તેમ “મેંડર્ન રિવ્યુ” જેવાં ગુજરાત બહારનાં પ્રતિષિત પત્રોએ આ પુસ્તક વિષે વાજબી પ્રશંસા કરેલી જાણી વિશેષ સંતોષ થાય છે. મિત્ર-તંત્રીના પુસ્તક વિશે મિત્ર-વ્યવસ્થાપક અભિપ્રાય આપે, એટલે “રંગી દુનિયા” ને રાજર્ષિ ભહરિ રચિત એક ક જેવું આળ ઢોળવાની કદાચ તક મળે. . મણિભાઈનું પુસ્તક વાંચ્યા પછી તેને અભિપ્રાય અહી લખતીજ વેળાએ મને આવી શંકા સહસા થઈ હતી. પણ તે શંકા થોડીજ પળે ટકી. ખરું તો મને એજ લાગ્યું, કે ચિત્ર-વિચિત્ર રંગીન પટાથી અલંકૃત આ જમાનામાં એવા અનેક અનુમાને કેવળ કળકલ્પિત રીતે બંધાય છે અને વિલય પામે છે. તેવા અનુમાને કને અનુચિત નિઅત રાખી મને જે સત્ય લાગ્યું હોય તે, કદાચ જગતના ઉપર જણાવ્યા તેવા અપવાદને માન આપતાં સત્ય છપાવવું એ છે સિક નિર્બળતા છે, અને મનના આવા સમાધાન પછી, પ્રસ્તુત પુસ્તક વિષે બંધાય. મને સ્વતંત્ર મત, જે પ્રસિદ્ધ થાય તે સિદ્ધ કરી આપવાની જવાબદારી સાથે આ અભિપ્રાયન અહીં જગા આપી છે. આ પ્રકારને ખુલાસે મારા મિત્રમાં એક પણ અંશે ભાગે પ્રેરક થશે તે “ખુલાસા” માટે રેકેલી જગા નકામી ગયેલી નહિ ગણાય.) અવલોકન અને અભિપ્રાય વચ્ચે ભેદ અવલોકનકારથી અજાણ નહિ હોય. કે, હ, શેઠ,

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38