________________
साहित्य.
સાહિત્ય પરિષદ્ ભાવતા.
साहित्य परिषद् भावना.
૪૧
શ ભાનુ,
જરાતી સાહિત્ય પરિષદ્ આજ ખાર વર્ષ થયાં મળે છે, આવતે વર્ષે એના આર્ભને સમય છે, તેથી કરીને એ વિષય ઉપર અત્યારે કાંઇક વિચાર કરીએ તેા તે અસ્થાને તથા અકાળે નહિ ગણાય. આ વિચાર કરતાં પહેલાં અત્યાર સુધીમાં મળેલી પરિષદોની સમાલેચના પ્રથમ કરવી આવશ્યક છે. ગુજરાતમાં કેળવણીને પ્રચાર થએલા હતા. એ કેળવાયેલા વર્ગમાંથી કેટલાકોએ લેખા દ્વારા, પુસ્તકો દ્વારા કાંઈ સાહિત્યનું કામ કર્યું હતું. એ વર્ગ આંગળીના વેઢે ગણાય એવા છે છતાં જે જમાનામાં ગૂજરાતને જેવાં સાહિત્યની આવશ્યકતા હતી તે સાહિત્ય પુરૂ પાડવાને તેમણે યથાશક્તિ તથા યથામતિ કર્યું હતું. લોકોમાં સાધારણ સમજ એવી છે કે ગૂજરાતી એટલે વેપારી અને ગૂજરાતી હિંદું એટલા બધા વાણીઆ. આ સ્થિતિ કહે કે આ અપવાદ હજી તેમને માથે છે જ. ઘણે સ્થળે એજ ઉપનામ કહેવાતું સાંભળીએ છીએ. એમાં કહેનારના જરા પણ દોષ નથી. આપણા ગૂજરાતીએ પછી ગમે તે જાતિના હોય તો પણ તે હિંદુસ્તાનમાં તે શું પરંતુ હિ ંદુસ્તાનની બહાર એજ અર્થે નાના નાના ગામડાંઓમાં મળી આવે છે, અને એથીજ આ સામાન્ય કહેતી થઈ છે. આથી વાણીયા વેપાર કરશે કે સાહિત્યનું કામ કરશે ? વેપાર કર્યાંથી તે પાંચ પૈસાની પ્રાપ્તિ થાય, પણ સાહિત્ય ઉભું કરવામાં, પુસ્તકો રચી પ્રસિદ્ધ કરવામાં તે પાંચ પૈસાના ઘસારા લાગે. એમાં લાભ શે ? આ ધા કર્યાંથી પાંચ પૈસા ઘરમાં લાવવાને બદલે પાંચ પૈસા ઘરમાંથી જાય એવા ધંધે વાણીયા કરે ? આવા વણિક રવભાવને લીધે સાહિત્યની વૃદ્ધિ થવામાં અથવા કરવામાં તેનું મન એટલું બધુ' પ્રેરાયલું નહિ. ગૂજરાતની આ સ્થિતિ હતી પરંતુ ગૂજરાતમાં અંગ્રેજી કેળવણી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં કેટલાક સુશિક્ષિત ગૂજરાતી ભાઈએ આપણી ભાષા તથા આપણું સાહિત્ય કેળવવા પ્રયત્ન કર્યો છે, એટલુ જ નહિ પણ સેગન ખાવા જેવું સંગીન કર્યું છે. કેળવણીને પ્રચાર આખા ગુજરાતમાં થયે છતાં તેમાં તે પ્રમાણમાં વૃદ્ધિ થતી નથી એવું સર્વના મનમાં હતું. સુશિક્ષિત વર્ગ અગાળી અને મરાઠી સાહિત્ય સાથે પાતાનું સાહિત્ય સરખાવતા ત્યારે તેને એમજ જણાતુ કે ગૂજ