Book Title: Buddhiprabha 1917 08 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ સાહિત્ય પરિષદ્ ભાવના. પ્રત્યક્ષ બતાવ્યું કે આપણામાં કર્મવીર પુરૂ હેયતે તેને સાહાય આપવા વાળા દાતા તે છે. પાંચમી પરિષદ્ સુરત મુકામે આ પછી ત્રણ વર્ષે એકત્ર થઈ હતી. સુરતી લાલાએ જાગૃત થયા. પરિષદે બબ્બે ત્રણ ત્રણ વર્ષે મળે છે, પણ કાંઈ સંગીન કાર્ય કરતી નથી એ જે દોષ એને માથે છે તે આપણે દૂર કર, બધાયે કર્યું તે કરતાં આપણે કાંઈ નવીન પણ સંગીન કરવું એ વિચારે કાર્ય આર ભાયું. કોલેજના હાઇસ્કૂલના, કન્યાશાળાના, ટ્રેનિંગ કેલેજના વિદ્યાર્થીઓ પાસે નક્કી કરેલા વિષયો ઉપર નિબંધે મંગાવ્યા ને જે સારા જણાયા તેના લેખકને સારું પારિતોષિક આપ્યું. સાથે સાથે જૂનાં પુસ્તક, હસ્તલેખ, શિલાલેખે વગેરેનું પ્રદર્શન ભર્યું અને ચિત્રકલાને પણ ઉત્તેજન આપ્યું. આ ઈનામી નિબધોથી નવા નવા યુવકે એ પરિષદુની કંઠી બંધાવી. 1 સુરતની ભૂમિ કુરૂક્ષેત્રની ભૂમિ છે. આપણી રાષ્ટ્રીય સભા સુરત મૂકામે ભરાતાં તે છિન્નભિન્ન થઈ હતી તેમ આ પરિષદુ પણ પૂરેપૂરી ભાંગી તે નહિ પરંતુ ભૂમિને ભાવ તેના પર ભજવાય. પ્રમુખ વિદ્વાન સાક્ષર રા. રા. નરસિંહરાવ હતા, તેમણે પરિષત્ની એક બેઠકમાં જુદા વિષય ઉપર વિચાર કરવા પ્રમુખપદ ઉપપ્રમુખને આપી પિોતે બીજે સ્થળે પ્રમુખપદ લીધું. આનું પરિણામ એ આવ્યું કે વ્યવસ્થિત રીતે ચાલતા કામમાં અવ્યવસ્થિતતાયે પ્રવેશ કર્યો. લે કે ઉઠી ઉઠીને ચાલતા થયા, ને મંડપમાં ગોટાળે જણા. પરંતુ આ છે દિવસે થયું હતું એટલે કે નારાજ થયેલા તે બબડતા ઘેર ગયા, ખાધું પીધું ને ભૂલી ગયા. - પરિષની આ સમાલોચના પરથી જણાશે કે ગુજરાતના છેક દક્ષિણ પ્રાન્ત મુંબાઈ અને ઉત્તર છેડા ઉપર રાજકોટ, મધ્યમાં અમદાવાદ, વડોદરા અને સુરત મળી બાર વર્ષમાં પાંચ પરિષદ થઈ છે. તેણે શું કાર્ય કર્યું છે એમ કે પૂછશે તે હું હિમ્મતથી કહીશ કે જેને પરિષદ શબ્દના અર્થની ખબર નહોતી એવા વર્ગને પરિષદની ભાવના સમજાવી, લેકમત કેળ, નવા નવા યૂવકવગની રગોમાં નવજીવનનું રક્ત રેડયું, સાહિત્યપ્રેમ કે સાહિત્ય પ્રવૃત્તિનું બીજ રેપ્યું. આ પ્રવૃત્તિને અંગે વર્તમાનપત્રોમાં, માસિકમાં નવા નવા વિષય ઉપર લેખ લખાયા જાય છે, પુસ્તકો રચાયાં જાય છે એજ માતૃભાષા પ્રત્યે બની શકે તેટલી સેવાનું ફલ કાંઈ ઓછું છે? પરંતુ પ્રશ્ન એજ અત્રે ઉદ્ભવે છે કે આપણે આ પ્રમાણે કયાં સૂધી વહેવું? પાંચ વર્ષને એક યુગ થયે એ યુગમાં ગુજરાતનાં મેટાં મોટાં શહેરેએ તેને આમંત્રી વધાવી લીધી છે, સમાજને સાહિત્ય પરિષદના ઉદ્દેશથી વાકેફ કરી છે, તથા પ્રજામાં બહુ નહિ તે ડું પણ પ્રોત્સાહન આપ્યું છે. હવે જાગૃતિને પ્રશ્ન રહ્યા નથી. હવે તે નર્મદે કહ્યું છે તેમ સાહિત્ય ક્ષેત્રમાં

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38