Book Title: Buddhiprabha 1912 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ બુદ્ધિપ્રભા. તત્વ સબંધી દર્શને દુનિયામાં ઘણું છે તે સંબંધી વિવેચન કરવામાં આવે તે એક મોટા પ્રખ્ય બની જાય, દરેક નયની સંપૂર્ણ અપેક્ષાઓને સ્વીકારીને આત્મતત્તવનું કથન કરનાર દુનિયામાં કોઈ પણ દર્શન હોય તે ખરેખર તે જૈનદર્શન છે. આખી દુનિયાનાં દર્શનોની ન યોની અપેક્ષા કરીને તેમાંથી સત્ય અને અસત્યનો ન્યાય આપનાર જૈનદર્શન છે. જેનદનની માન્યતા પ્રમાણે આત્મતત્વનું જ્ઞાન કર્યા વિના જૈન શિલીએ અધાત્માન પ્રાપ્ત કર્યું એમ કથાય નહિ. અધ્યાત્મનાં બે ચાર પદે વાંચી લીધાં એટલા માત્રથી અધ્યાત્મનાની બની શકતું નથી. જૈનદર્શનની શૈલીએ અધ્યાત્મજ્ઞાન કર્યા પશ્ચાત અન્યદર્શનકારો અધ્યાત્મની કેવી વ્યાખ્યા કરે છે તે જાણવાનું સહેલ થઈ શકે છે. સપ્તભંગીથી આત્મદ્રવ્યના ગુણો અને પર્યાનું સ્વરૂપ સમજવાથી અનેકાન્ત ધર્મને સમન્ બોધ થાય છે અને તેથી આત્માના અનઃ ધ કઈ કઈ અપેક્ષાએ અસ્વિરૂપે અને નાસ્તિરૂપે કરે છે તેને ખ્યાલ આવે છે. અન્યદર્શનીઓને સસભંગીનું સ્વરૂપ ન સમજયાથી તેઓએ સપ્તભંગી પર પ્રહાર કરવા પ્રયત્ન કર્યો છે–ગુરૂગમવિના એકદમ સમભંગીનું જ્ઞાન પ્રગટતું નથી. શંકરાચાર્ય વગેરેએ સમભંગીનું ખંડન કરવા પ્રયત્ન કર્યો છે પણ સપ્તભંગીનું ખંડન કરતાં પહેલાં સમભાગીનું ગુરૂગમ પૂર્વકજ્ઞાન પ્રાપ્ત કર્યું તો તેઓ સહભાગીનું ખંડન કરવા પ્રયત્ન કરત નહિ–સપ્તભંગીનું જ્ઞાન પ્રાપ્ત કરીને ત૬ઠારા આમતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયતન કરવાની જરૂર છે. સપ્તભંગીને જ્ઞાન પ્રદેશ અત્યંત વિસ્તારવાળો છે. સપ્તભંગીના જ્ઞાનરૂપ પ્રદેશને પાર પામી શકે એવા વિરલા ગીતાર્થ પુરૂષો હેય છે. સપ્તભંગીનું ખંડન કરવા પ્રયત્ન કરવો એ હવાની સામે તેથી યુદ્ધ કરવા બરાબર છે. સપ્તભંગીધારા આત્મતત્વનું જ્ઞાન કરનારા મહાત્માઓ અધ્યાત્મ જ્ઞાનમાં બહુ ઉંડા ઉતરી જાય છે. એક વસ્તુને કરડે દૃષ્ટિથી અવલોકાય તો પણ તેમાં કંઈ જોવાનું બાકી રહે છે. એક વસ્તુને અસંખ્ય દૃષ્ટિથી જોવાય ત્યારે શ્રુત જ્ઞાનની અપેક્ષાએ તે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કર્યું એમ કહેવાય છે. અસંખ્ય દષ્ટિનું સામર્થ્ય પણ જેમાં સમાઈ જાય છે એવી સપ્તસંગીના જ્ઞાનને પાર પામવો એ દુર્લભ છે તે પણ ગુરૂગમારા સપ્તભંગીનું જ્ઞાન પ્રાપ્ત કરવા અહર્નિશ પ્રયન સેવ્યાથી સપ્તભંગીના જ્ઞાનની સહેજ ઝાંખી થાય છે, સપ્તભંગીનું જ્ઞાન કરીને આત્મદ્રવ્યના અનન્ત ગુણો અને અનન્ત પર્યાને સમભંગીથી તપાસવા. આ માના ધર્મ ઉપર સપ્તભંગી ઉતારીને આત્મ દ્રવ્યનું જ્ઞાન કરવાથી અસંખ્ય દષ્ટિય જેટલું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેથી એકેક દષ્ટિથી નીકળેલા પથ ઉપર પશ્ચાત કંઈ મહત્વ અને વધાતું નથી. સપ્તભંગીથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરૂ પરંપરાનું શરણું અંગીકાર કરવું જોઈએ. ગુરનાં પાસાં સેવવાથી ઘણા વર્ષે આત્મ દ્રવ્ય જ્ઞાનને પરિપકવ અનુભવ પ્રાપ્ત થાય છે જેટલી ગુરૂગમની ખામી તેટલી આત્મજ્ઞાનની ખામી અવધવી. આત્મદ્રવ્યને નય અને સપ્તભંગી દ્વારા સમન્ અવબોધ્યાથી આત્મદ્રવ્યની સમ્યફ પ્રતીતિ થાય છે પશ્ચાત આત્મદ્રવ્યની સાથે બાંધેલા કર્મને નાશ કરવા ખરી રૂચિ પ્રગટ થાય છે---આત્મદ્રવ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી ઉપશમાદ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને તેથી દ્વિતીયાને ચંદ્રની પેઠે આત્મતત્વનો પ્રકાશ ખીલી શકે છે-આત્મા પોતે પોતાનું સ્વરૂપ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32