Book Title: Buddhiprabha 1912 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ સમરાદિત્યના રાસ ઉપરથી. ૧૭ી તપને મહિમા— વને વૃક્ષ ખીલ્યાં ફુલે ને ફળેથી, સુગંધી વળી વાયુ આવે દૂરથી; જળે શીતળે ત્યાં વહે છે નિઝણ, સુખે ખેલતાં ત્યાં દીસે છેજ હણ. જ્યાં વિશેષ તાપ હોય તેવા મારવાડ કે આફ્રિકામાં રેતીનાં રણ વિશેષ હેાય ત્યાં પાણીના અભાવે વનસ્પતિ ઓછી અથવા સમુળગી હતી નથી તેમ વિશેષ ઠંડથી ઘણુ ઠડા દેશમાં પણ ઝાડપાન બળી જાય છે પણ હિંદ કે અમેરિકા જેવા કેટલાક દેશોમાં તાપ ઠંડ મધ્યમ પ્રમાણમાં હોવાથી ત્યાં વનસ્પતિ વિશેષ હોય છે તેથી કેટલીક જગ્યાએ તે સેંકડે ગાઉ સુધી તેવાં વન લંબાયલાં હોય છે અને વચમાં કોઈ પહાડ આવી ગયો હોય તે તેના ઉપર વિશેષ પાણી પડવાથી તે પહાડ ઉપર વનસ્પતિ વિશેષ હોય છે અને નીચે પણ આ જુબાજુ ચોમેર વન ખીલેલું હોય છે એટલે સુધી કે ભર ઉનાળામાં બપોરના વખતે પણ તે જગ્યાએ તાપને બદલે શીતળ હવા આવે તેવા વનમાં કેટલાંક ઈમારતી લાકડાં થાય છે ત્યારે કેટલાંક સુગંધી પુપથી ખીલેલાં રહે છે ત્યારે કેટલાંક મધુર સ્વાદિષ્ટ ફળોથી ઝુકી રહે છે તેવા એક વનમાં અગ્નિમાં આવી પહોંચ્યો હતો. આવા ગાઢ વનમાં અનેક પ્રકારની રમણિકતા હોવાથી વસંત રૂતુમાં શહેરના વતનીઓ આવે છે અને નજીકના ભાગમાં સ્ત્રીપુરૂષો ખેલે છે, રાજાઓ કે શ્રેષ્ટિઓ પરિવાર સાથે ઉજાણી કરે છે તેમ તપસ્વીઓ તપસ્પા કરે છે પણ જ્યારે ગૃહરથીઓ શહેરની નજીકના વનમાં ખેલે છે ત્યારે તપસ્વીઓ મધ્યના એકાંત ભાગમાં નિવાસ કરે છે ત્યાં તેમને હિંસક પશુને વિશેષ ડર નથી તેમની તપસ્યાના પ્રભાવથી સિંહ વાધ વરૂ વિગેરે પણ તેમની આગળ ગાય જેવા ગરીબ બની વિનયથી માથું નમાવે છે, તેમ તે તપસ્વીઓના વનમાં તે વાઘ વિગેરે બીજા ને હણતા નથી તેમ રાજાઓ પણ પિતે શીકાર ખેલવા કે વાઘને નાશ કરવા તે જંગલમાં જતા નથી કારણ કે તેઓ જાણે છે કે તપનીઓના શ્રાપથી આવતાં બળી જવાય છે માટે તેવા વનમાં નિર્ભયપણે હરણે ખેલે છે તથા ખાસ ઉપદેશ સાંભળવા કે અગત્યના કારણ વિના ગૃહ સ્થો પણ વિશેષ વ્યાં જતા નથી તેથી ધર્મ આરાધન તથા પ્રભુની ભક્તિ સારીરીતે થઈ શકે છે. આવા પ્રભાવિક વનમાં જ્યારે અગ્નિશમાએ હરણને નિર્ભયપણે ફરતાં જેમાં અને ફળોથી ઝાડે ઝૂકી રહેલાં જોયાં ત્યારે પેટ ભરીને સ્વાદિષ્ટ ફળો ખાઈ નિમળ ઝરણનું પાણી પીને ઠંડા વાયુથી શાંતિ લઈ જરા હિંમત રાખી આગળ ગમે ત્યારે ઘાસનાં ઝુપડાં ગોવામાં આવ્યાં ત્યાં તદન શાંતતા જોઈ આનંદ પામી આગળ જતાં કેટલાક તપસ્વીઓ તપશ્વર્યા કરતા, કેટલાક માળા ગણતા, કેટલાકે આસન જમાવેલાં કેટલાક પુસ્તક વાંચતા, કેટલાક વડીલ તાપસ પાસે સુત્રાર્થ સમજતા જોઈ તેને પણ તેમાં ભળી જવાનું મન થયું. તેમાં એક જે મોટો તાપસ હ તે કેળાના બનેલા ઘરમાં રૂદ્રાક્ષની માળા વડે જાપ કરતે હતો જેની જટા અતિ લાંબી હતી અને કપાળે ભભૂતિ લગાવી હતી, દષ્ટિ સભ્ય હતી, કમળ પનું આસન બનાવી તે ઉપર બેસી નાક ઉપર દષ્ટિ રાખી બેઠે હવે તેના ઉપર પૂર્ણ પ્રેમ ધરી રોમાંચિત થઈ અંજલિ મસ્તકે લગાવી તેના ચરણમાં માથું મુકી તેને પ્રણામ કરી પોતાના આત્માને ધન્ય માનવા લાગ્યો. એમ વારંવાર પ્રણામ કરી પછી સન્મુખ ઉભે રહી વિનવવા લાગ્યો કે – ( અપૂર્ણ. )

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32