Book Title: Buddhiprabha 1912 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ ભાવના સ્વરૂપ. ૧૮૧ તેવું દર્શન થાય છે. આ અનિત્યભાવના ખરેખર કાળ ધર્મની સાથે ગાઢ સંબંધ ધરાવે છે. દરેક વસ્તુની અનિત્યતા કાળને આધીન છે. એ વિચાર આવતજ આ સંસારતાપથી કંટાળેલા મુસાફર વિચાર કરે છે કે હા ! હા! આ જગત અનિય છે, પ્રભાતે ઉદય થએલ રવિરાજની મધ્યાન અને સંધ્યાની સ્થિતિ વિચારવા જેવી છે. ક્ષણે ક્ષણે બદલાતા સંધ્યાના રંગો ખરેખરી અનિત્યતાનો ખ્યાલ કરાવે તેમ છે. જ્યાં પ્રભાતે નેબના ગડગડાટ થઈ રહ્યા છે. મદઝરના જ્યાં ઝુલી રહ્યા છે અને છપ્પન ઉપર ભુંગળો જ્યાં વાગી રહી છે, જે ઘરને ઉં. મરે માણસના પગરવ સિવાય એક ક્ષણ પણ બંધ થતું નથી એ મંદીર અને માળીઆ મહેલો અને બંગલાઓ આજે શૂન્યકાર થઈ રહ્યા છે. જેને ભયંકર ચીતર અનિત્યતાનું ભાન કરાવે છે. આપાએ જેની દશે દિશાઓમાં ડોકીમાં કરી રહી છે તેવા આડાભની અણી ઉપર રહેલ જળબિંદુરૂપ સંસારને વીણતાં શી વાર લાગશે. ગમે તેવા ધનવંતરી વધે છે શવિલ સરજનેથી આ અનિત્ય દેહનું રક્ષણ થવું મુશ્કેલ છે. વજ જેવા શરીરને ધારણ કરનારા શુરવીર યોધ્ધાઓ ચાલ્યા ગયા તે આ કાચની ચીમની જેવી કાયાને ફુટતાં કેટલી વાર લાગશે. જળની કલાની માફક આ આયુષ્ય અસ્થિર છે. ગમે તેવા ગુણું અને કાંચનમય શરીર તરફ આ મરણ દાક્ષિણ્યતા રાખે એ સમજવું જ ભૂલ ભરેલું છે. આખી દુનિયાને એક લગામે હાંકનારા શુરવીર યોદ્ધાઓ પણ મરણના ઝપાટેથી બચી શક્યા નથી. સેંકડે બાળ વૃધાનું ધ્યાન ખેંચનારૂ પવન પણ જરાને આમંત્રણ કરે છે. વિજળીના ચમકારાની માફક ચળકતું પવન ક્ષણવારમાં નાશ પામે છે. એ પિવનની અનિત્યતાનો ખ્યાલ આપતાં એક વૃદ્ધ માતા કે જરાએ જર્જરીત થઈ ગઈ છે, કમ્મર વળી જવાથી કષ્ટ ભૂમી સન્મુખ રહે છે મસ્તક પણ અસ્થિર થઈ રહ્યું છે, ચાલવાની શક્તિ ક્ષિણ થવાથી લાકડી રૂપી ત્રીજા પગનો આશ્રય લેવો પડે છે. જે એ રસ્તે તે ચાલી જાય છે ત્યાં અગાડી એક યુવાન, ડેશીને પૂછે છે કે માતા ! આપનું શું દેવાયું છે કે આમ નીચે જોઈને ચાલે છે ? ડોશીએ ઉત્તર આ પતાં જણાવ્યું કે દીકરા ! મારું વન ખોવાયું છે. તે શોધું છું. હારું વન ખેવાય નહીં માટે સાવધ રહેજે અથત હારૂં પણ વન ચાલ્યું જશે અને આવી સ્થિતિ થશે. ખરેખર ખીલેલા પુષ્પોની માફક આ ખીલેલું સેવન ટુંક સમયમાં કરમાઈ જશે. અનેક કલેશને સહન કરી પેદા કરેલું અને ઘણી મહેનતે સાચવેલું ધન ક્ષણવારમાં નાશ પામશે. પાણીના પરપોટાની માફક લેમિનો સ્વભાવ જ ચંચળ છે. એ લકિમની ચંચળતાના પુરાવાઓ માટે ઈતિહાસ ભરપુર છે. ઘેર ઘેર ભીખ માંગનાર મુંજરાજ પાસે ભકિમની કથા કમીના હતી ? દાસપણે રહેનાર પાંડ પાસે ધનની શી ઓછાશ હતી ? વનવાસને વડનાર રામ પાસે દ્રવ્યની શી તંગાશ હતી ? કરોડપતીનાં દેવાળાં અને અબજોપતીની હાલ હવાલ રિથતિ અનિત્ય લકિમનું ભાન કરાવે તેમ છે. ટુંકાણમાં હે માનવી, સર્વ પુરષાર્થના કારણ રૂપ આ શરીર વિકરાળ વાળીઆથી વીખરતા વાદળાંની માફક નાશવંત છે, લકિમ રવભાવેજ ચંચળ છે, કાપ અંગો વિયોગોથી ભરપુર છે, જુવાની શબ્દજ જવાનું ભાન કરાવે છે. આવી રીતે અનિત્ય ભાવની શ્રેણીએ ચઢેલે પુરૂષ જ્યારે વહાલામાં વહાલા પુત્રના મરણથી પણ શક કરતા નથી ત્યારે મમત્વથી મુંઝાએલ મૂઢ પુરૂષ એક માટીનું વાસણું તુટતાં મહિલાઓ ગજાવી મુકે છે. આ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32