Book Title: Buddhiprabha 1912 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ ૧૯૦ બુદ્ધિપ્રભા. વળી કેટલાક શબ્દને પણ આકાશને ગુણ કરી દ્રવ્ય તરીકેનું અસ્તિત્વ ઉડાવે છે, હવે વિચારો કે આકાશ તે અરૂપી છે ને શબ્દ યુગલ તે રૂપી છે તે તે અરૂપી વસ્તુને રૂપી ગુણ શી રીતે સંભવી શકે? માણસમાં ડહાપણ, વિવેક વિગેરે ગુણ દ્રશ્યમાન થઈ શકે છે. વળી તે મુણે એક સ્થળેથી બીજે સ્થળે શબ્દોની માફક જઈ શકશે? એમ કોઈ માની શકશે? શબ્દો એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકે છે તે આપણે ટેલીફેન, વાયરલેસ ટેલીગ્રાફી વગેરેથી અનુભવી શકીએ છીએ. તેમજ શબદનાં પડેલાં પરમાણુંઓ ને. ગ્રાફ, ગામોન વગેરે દ્વારા જાણી શકીએ છીએ. તે પછી અરૂપી આકાશન શબ્દ ગુણ છે એ વસ્તુતઃ સિદ્ધ નથી પણ કલ્પના માત્ર ઠરે છે – છેવટ સારમાં એટલું જ જણાવવાનું કે વસ્તુઓની પ્રતિભાને જે પ્રતિબિંબરૂપે યા પડછાયા રૂપે ભાસ થાય છે તે સધળી સુક્ષમ પરમાણુઓની આક્તીરૂપે છે અને તે રૂપી છે, દ્રશ્ય છે, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ સહિત છે માટે તે સર છે. આવી જ રીતે માયામાં વ્યપદેશભકિપણે રહેલા પરમાણુ સદા આરિત ભાવનેભજનારા છે માટે તેનું કદિ મહાપણું સંભવતું નથી. सर्वे जीवदया ज्ञान प्रसारक खातांने विज्ञप्ति. અમો આ ઉપરથી સર્વ જીવદયાજ્ઞાન પ્રસારક ખાતાંને વિજ્ઞાત કરીએ છીએ કે અત્રેની બોડી મને એક વિદ્યાર્થી નામે. ચીમનલાલ હરજીવન ગામ વસનો રહીશ બેડીંગમાં ભણતા હત તેને શકર જલા કરાંચીની ડીસ્પેન્સરીમાં સી. એમ. પી. નો ચાન્સ મળવાથી તે ત્યાં દાખલ થએલો છે. તેને અહિં પત્ર આવેલો તેમાં તે લખે છે કે, “ અરે એટલે શહેર શકરમાં લગભગ ધશાભાગે લેકે મટન ખાય છે અને બજારમાં પણ મટન જ્યાં ત્યાં નજરે પડે છે માટે માંસાહારથી થતા ગેરફાયદાની ચોપડી મોકલાવી આપવા કૃપા કરશો કે જેથી હું મારાથી બને તેટલો તે સંબંધમાં પ્રયત્ન આદરૂં તથા તે પુસ્તકનો સ્ટડી ( અભ્યાસ) કરી મારી પાસે જે દવા લેવા આવે તેને મટનના દોષ બતાવી વસ્પતિનો આહાર લેવાની ભલામણ કરું.” આ બાબતને મુંબાઈ શ્રી જીવદયા જ્ઞાન પ્રસારક ફંડના સેક્રેટરી, ઝવેરી લલુભાઈ ગુલાબચંદને પત્ર લખતાં તેમને જીવદયાને લગતું કેટલુંક સાહીત્ય અમારા પર મિલાવેલું જે અમોએ ઉક્ત વિદ્યાર્થી બંધુને મોકલાવી આપ્યું છે. આ ઉપરથી સર્વે જીવદયા જ્ઞાન પ્રસારક ખાતાના વ્યવસ્થાપકે, હિમાયતિઓ અને જીવદયાના કામ માટે પિતાને આમભેગ આપનાર રા. ૨. લાભશંકર લફિશંકરનું ધ્યાન ખેચીએ છીએ કે આ દેશની અંદર જે જીવદયાના જ્ઞાનનો પ્રસાર થાય તો ધણાં બિચારા નિરપરાધી પામરપશુઓ પારધીની જાળમાંથી મરતા બચે ને લોકે સાત્વિક આહાર લેતાં શીખે જેથી તેમની જીદગીનું સાર્થક થાય. અમારા સર્વ વાંચકવર્ગને અમે દિપ્તિ કરીએ છીએ કે જીવદયાના ખાતાને દરેક પિતાની શક્તિ અનુસાર મદદ કરશે. Mercy is double blessing દયા બેવડે ફાયદો કરે છે એ જગજાહેર છે. જે કરે છે તેને પણ ફાષદો છે ને જેના ઉપર થાય છે તેને પણ ફાયદો થાય છે માટે આવું ઉભય અર્થને પ્રાપ્ત કરનારૂં પરમાર્થ કરવા દરેક બધું પોતપોતાની હક્તિ અનુસાર જીવદયાનાં ખાતાઓને મદદ કરશે અને દયા ધર્મને ફેલાવો કરવા મદદગાર થશે એવું ઈચ્છીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32