Book Title: Buddhiprabha 1912 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ શ્રી જીવદયાં જ્ઞાન પ્રસારક ફંડ. ૧૧ श्री जीवदया ज्ञान प्रसारक फंड સર્વે જૈન બંધુઓને વિદિતજ હશે કે આ ખાતું હમણું ઘેડે વખત થયાં હતીમાં આવ્યું છે તેને થોડા વખતની કારકીદીમાં પણ જે અણુમેલ સેવા બજાવી છે તે ખરેખર સ્તુત્ય છે. આને માટે ઝવેરો લલ્લુભાઇ ગુલાબચંદ કે જેઓ આ કુંડના નેતા છે. તેઓને ધન્યવાદ ઘટે છે. તેઓ આ ખાતું ચલાવવા અંગત મહેનત લે છે તેમ સમયાનુસાર નાણુની પણ મદદ આપે છે તેમજ અહીંથી તહીંથી નાણાં મેલવી પિતાથી બને એટલો જીવદયાજ્ઞાન પ્રસાર માટે પ્રયત્ન સેવે છે. એ તે ખરૂંજ છે કે “આપ સમાન બળ નહિં ને મેઘ સમાન જળ નહિ ” જે માણસે પોતાના શુભાશયો પાર પાડવા પિતાની જાત મહેનતને ખંતથી વળગી રહે છે અને ભાડુતી માણસો ઉપર તેના શુભાશયની પ્રાપ્તિને આધાર રાખતા નથી તે તે અંતે ફાવે તેટલી મહેનતના ભોગે પણ પિતાની ધારેલી મુરાદ શકિત અનુસાર બર લાવી શકે છે. ઝવેરી લલુભાઈના દાખલાનું અન્ય શ્રીમતિએ અનુકરણ કરવું જોઈએ અને પોતે જે માતાની કુખે જનમ્યા ત્યારે જે ધર્મજનનીએ અમૃત પયપાન પાઇ ઉઠેમાં તેના ઉદ્ધાર માટે અહી રાત્રી પરિશ્રમ કરી ધમવાસનાને ઘેર વિરતુત કરવો એ દરેક ધર્મભલાષીઓની પ્રથમ ફરજ છે. આ ખાતા તરફથી માંસાહાર વિરૂદ્ધનાં હેન્ડબીલો બહાર પાડવામાં આવે છે તેમજ વનસ્પત્યાહારથી કેટલા કેટલા ફાયદા થાય છે, માંસાહારથી શા મા ગેરફાયદા છે, હિંસા એ કેવી નિર્દય અને કમકમાટી ઉપજાવનારી છે, ઢોર વિગેરેના રક્ષણથી દેશની કેવી આબાદાની થાય છે, તેને મારવાથી દેશને કેટલું નુકશાન છે, માંસભક્ષણ કરનારને રોગ વિગેરેના કેટલા ભય રહે છે, પશુ પક્ષીથી સૃષ્ટિની કેવી રમ્યતા છે વિગેરે જીવદયાને લગતું અવનવા રૂપમાં જ્ઞાન મળે તેના માટે પુસ્તક છપાવી ૫ સ્થળે મોકલાવી આપે છે. તે વિષયને લગતા વિશેનાં પુસ્તકે, હેન્ડબલા, જાહેરખબર વિગેરે છપાવી વિના મુલ્ય વહેચે છે તેમજ પરીક્ષાઓની થના કરી પારિતોષિકે આપે છે. ઉપદેશકે માકેલી લોકોને તે માટે ને ઉપદેશ આપે છે. આ ખાતુ આવી રીતે પિતાની ફરજો બજાવે છે. અમે આ સ્થળે તેમને જીવદયા જ્ઞાનની હિમાયતી કરનારૂ, હેરડ ઓફ ધી ગોલ્ડન એજ નામનું માસિક જે લંડનથી પ્રગટ થાય છે એવા રૂપમાં એક માસિક પત્ર કાઢવા ભલામણ કરીએ છીએ કે જેથી કરી જીવદયાના સંગિન, ઓછા ખરચે અને નિયમિત રીતે વિચારોની પુષ્ટિ કરવા એક ઉત્તમ સાધન થઈ પડશે અને તેથી ધરેલી મુરાદ સંગીન રીતે પાર પડશે અને જીવદયા જ્ઞાન પ્રસાર કરવામાં તે એક ઉત્તમ સાધન થશે એવું આમરૂ માનવું છે. છેવટ દરેક બંધુઓએ આ ખાતાને પિતાથી બનતી મદદ કરવી જોઈએ અને પામર મુગા પશુઓને મરતાં બચાવી તેમને અભયદાન અપાવવું એ ખરા વીરભકત તરીકે ગણાતાની પ્રથમ અને આઈન ફરજ છે. मांस भक्षण संबंधी बाइबल शुं कहे छे. બરમકીને બનાવેલા માંસાહાર સંબંધી બાઈબલના પુસ્તક ઉપરથી (લેખક ધર્મચંદ દીપચંદ–અમદાવાદ જૈન બેડીંગ. ). વર્તમાન સમયમાં કેટલાક એવા પણ ક્રિશ્ચી અને છે કે જેઓ અડચણોના સમયમાં બાઈબલને આશ્રયનું સ્થાન ગણે છે અને જે કે સામાન્ય બાબતમાં તેની ગણના કરતા નથી પરંતુ કોઈપણ મતવિરૂદ્ધ અને અવિચારી કાર્ય થવાથી જ્યારે કોઈ તેમની સામું થાય છે ત્યારે તેઓ બાઈબલનેજ આશ્રય લે છે અને તેમાંથી પોતાના મતને અનુસરતાં તો

Loading...

Page Navigation
1 ... 29 30 31 32