Book Title: Buddhiprabha 1912 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ ૧૮૦ બુદ્ધિપ્રબા. * -- .... भावना स्वरुप. ( લખનાર. અવેરી. મુલચંદ આશરામ. સિટી.) આજે પાશ્ચામાન્ય પ્રજાનો પ્રવૃત્તિમય પ્રવાહ આ ભારતમાં ઘધબંધ વેગથી આવતા જાય છે. જડ વસ્તુની શેવાળમાં નિપૂણ એવા પશ્ચિમાન્ય પ્રજાના વિચારોને આજે ભારતવાસીઓ ફુલડે વધાવા લાગ્યા છે. કે, હું વિગેરે જડવાદીઓને વિચાર આ આવર્તમાં એવા પુર જેસથી ફેલાવા લાગે છે કે જે અત્યારે મક્કમ પ્રયાસ વડે વિરૂદ્ધ ટીકાઓ સહન કરવાના ભાગે પણ કઈ દયાળુ મહાશયો તરાથી બચાવ કરવામાં નહી આવે તે નિરાશ અને અમુપાત સાથે ભારત વર્ષમાંથી આત્મતવ ઘણે ભાગે સાવાનો વખત આવશે. સત્યની શોધમાં પડેલી છે ! આર્ય પ્રજા એ ક્ષણીક પગલીક જડવરતુઓ સત્ય નથી પરંતુ આત્મતેજ સત્ય છે અને તે તમારીજ પાસે છે, તેની શોધને માટે બહારની રખડપદીએ નકામો પ્રવાસ છે. સંસાર પરિભ્રમણ કે જન્મમરણને જલાંજલી આપવી હોય તે પ્રથમ તમારાજ આત્માને શુદ્ધ કરવાની જરૂર છે. એ આત્મશુદ્ધિને અર્થે પ્રથમ નિર્મમત્વ ભાવ ઉત્પન થવાની જરૂર છે. જ્યાં અગાડી મમતા સુંદરીનું આગમન છે ત્યાં અગાડી રાગ દ્વેષ અનુચરો હાજરજ છે અને જ્યાં સગાદેશની હાજરી છે ત્યાં સર્વ અવ્યવસ્થિત છે. આ અંતગ રાજ્યની છીન્ન ભીબ સ્થિતિ કરનાર રાગદ્વેષ ઉપર વિજય મેળવવાને માટે સમ્યફ ગુણ પ્રગટ થવાની જરૂર છે. આ સમ્યફ ગણુ ( સમતા ) પ્રગટ કરવાને શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય કહે છે કે તારે મારા એક તે સમતા મેળવવાને માટે બાર ભાવના ભાવવાની ખાસ જરૂર છે. આ ઉત્કૃષ્ટ ભાવને ઉત્પન્ન કરનારી ભાવના–રસાયણનો પ્રભાવ કોઈ એક અકીક છે. તેનું વિવેચન કરતાં એક કવિ લખે છે કે, બારે ભાવના ભાવતાં, મટે મોહ ઉન્માદ, વૈરાગી હોય આતમા, પ્રગટે અનુભવસ્વાદ; ભાવ રસાયણ ભાવના, કરે લેહને હમ, થર નવપલ્લવ કરે, સંત સંગ ગણ જેમ. ભાવશૂન્ય થઈ આ ભવસાગરમાં અથડાતા પ્રાણીઓને આ સંસારસાગરને કીનારો બતાવનારી આ ભાવનારૂપી સ્ટીમર (આગબેટી ઉપર આરૂઢ થવાની ખાસ જરૂર છે. મુક્તિ નગરીના દરવાજાને બતાવનારી અને વૈરાગ્યરૂપી પતાકાને મજબુતીથી પકડી રાખનાર ભાવનારૂપી દંડ તરફ ધ્યાન આપવાની ખાસ જરૂર છે. એ ભાવનાના શાસ્ત્રકારોએ બાર પ્રકાર બતાવ્યા છે. ૧. અનિત્ય, ૨. અશરણ, ૩ સંસાર, ૪. એકવતા, ૫. અાવ, ૬. અશુચી, ૭. આમ, ૮, સંવર, ૯. નિર્જ, ૧૦. લકસ્વરૂપ, ૧૧ એધિ ભ, ૧૨. ધર્મભાવના અનિત્ય, આ અનિલભાવના ને ભાવતાં જાણે તે સમતાને ખેંચી લાવનારું ચુંબકજ હેયી

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32