Book Title: Buddhiprabha 1912 09 SrNo 06 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ ૧૧૮ બુદ્ધિપ્રભા. મારી પામ્યું. કુદરત કને એમ માની ગળે છે ! રાજ્યોથી કે જુલ્મવતી કે દંડથી ના બને જે ! તે પસ્તા સહજ વહતાં કાર્ય સાધી શકે છે? આપણે પણ ઇચ્છીશું કે જેને અશાતિના વાતાવરણને ભૂલી જશે, હદયથી એક બીજાને ક્ષમા આપશે અને પર્યુષણમાં સ્નેહથી એક બીજાને ભેટશે. હાલા જૈન બંધુઓ ! હદયથી લખેલા આ ઉદ્ગારો શાન્ત ચિત્તથી સાંભળો. અમુક મનુષ્ય શું તમારા કરતાં જુદા વિચાર ધરાવે છે? ધારો કે તે ધરાવે છે, છતાં શું તેના પર ધે ભરાવાથી તેનું નુકશાન કરવાથી શું તે વિચારો સુધરી શકશે? શું આપણા વીર પ્રભુને ઇન્દ્રજાળીઓ કહેનાર ગૌતમને તેમણે તિરસ્કાર કર્યો હતે? કેવા મીઠા શબદથી તેમણે તેને બોલાવ્યા હતા. “ભાઈ ! શું તારા મનમાં આ શંકા છે?” આપણે તેમના અનુયાયીઓ છીએ. ભાષા સમિતિની વાત કરીએ છીએ, મધુર વચનનું માહા સમજીએ છીએ, છતાં આપણું મુખમાંથી બીજાને અપ્રિય લાગતા શબ્દો ઉચ્ચારાય, એ શું સૂચવે છે? ખરેખર આપણુ અવનતિજ જણાય છે. કોઇની ભૂલ જણાય તો તેને તે જણાવવી એ આપણું કામ છે, પણ તે કામ થાતિથી અને મધુરવાણુથી થવું જોઈએ. મધુરવાણુથી સર્પ પણ વ થાય છેતે પછી આપણું હાલ બંધુઓને શું આપણે સમાગે ન લાવી શકીએ ! જો આમ બને તે પછી અથાગત કયાં રહેશે. વિચારોના મત ભેદતા રહેવાના. બધાની બુદ્ધિ એકસરખી શ્રી મહાવીર પ્રભુના સમયમાં પણ ન હતી તે આજે કયાંથી હોઈ શકે? માટે શાન્તિ ધારણ કરો, વિચારોની આપ લે કરો. તમારી પાસે જે સત્ય હેય તે બીજાને આપો, બીજા પાસે જે હોય તે ગ્રહણ કરે; પણ બીજે તમારું વચન ન માને તે તેના પર શોધ કરતા નહિં જે તમને એમ લાગતું હોય કે તે ભૂલ કરે છે, અને સમજાવવા છતાં પણ નથી માનતો તે તેના પર વિશેષ દયા કરો, કારણ કે સત્ય માર્ગ સમજવાની તેનામાં શક્તિ નથી. પણ કાને વાસ્તે કેઈસ્થળ નથી. શાસ્ત્રમાં ધર્મ નિમિત્ત પણ ક્રોધ કરવાનું કહ્યું નથી. ૧૪૪૪ રન્થના રચનાર શ્રી હરિભદ્રસૂરિનું ચરિત્ર જુઓ, અને તમારી ખાત્રી થશે. તેમણે ૧૪૪૪ બાને સમડી રૂપે લાવી તેલની કઢામાં નાંખવાનો સંકલ્પ માત્ર કર્યો હતે કાર્ય તે કર્યું પણ ન હતું. છતાં તેના ખાતર તેમને ભારે પ્રાયશ્ચિત લેવું પડયું અને ૧૪૪જ ગ્રન્થ રચવા પડયા. ધર્મ નિમિત્ત કર્યાનું અપકૃત્ય તે અપકૃત્ય નથી, એવી માન્યતા તદન ભૂલ ભરેલી છે, અને ધર્મ નિમિત્ત કરતા કહ્યા પણ અયુક્ત છે, અને ધમૈને હીન પદ લગાડનારા છે. માટે બંધુઓ! ક્રોધને તજી દે, ઉદાર ભાવ રાખે, અને નજીક આવતા પર્યુષણમાં ખરા જૈનભાવથી એકબીજા પ્રત્યે વર્તો, અને આખી આલમને બતાવી આપો કે ખરા જૈનેને શાનિત પ્રિય છે. સર્વને શાતિ થાઓ એવી ભાવના સાથે આ ટુંક લેખ સમાપ્ત થાય છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32