Book Title: Buddhiprabha 1912 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ સપણું. ૬e તે ભાવ અધ્યાત્મના દ્વારમાં પ્રવેશ કરનારાઓ ગણી શકાય–આત્માના સદ્દગુણો પ્રકટાવવા એ ભાવ અધ્યાત્મભાવ અવધ–શ્રીમદ્ આનન્દઘનજી ભાવ અધ્યાત્મની અત્યંત ઉમેગિતા જણાવે છે તેમાં ઘણું રહસ્ય સમાયું છે. ભાવઅધ્યાત્મની ઉપગિતા સર્વથા માન્ય છે અને તેનેજ સાબિન્દુ કલ્પીને જે જે અનુષ્ઠાન કરવાનાં હોય તે કરવા જોઈએઆત્મા ના પરિણામની શુદ્ધિ એજ અધ્યાતમ છે એમ તેમણે જણાવીને ભાવ અધ્યાત્મ તરફ મનબોની વૃત્તિ વાળવાને માટે પિતાની રૂચિ અનુસાર શાસ્ત્રાધારે પ્રયત્ન કર્યો છે. સતપણું. પ્રકરણ બીજું–વિશ્વ. ( હરબર્ટ વોરનના લેખનો અનુવાદ. ) (અનુસંધાન ગતાંક પાને ૪૫ થી ) ( અનુવાદક–ઉમેદચંદ દાલતચંદ-ખરેડીઆ, બી. એ.) વિશ્વ એકલું સત છે. સત શબ્દના અનેક અર્થ થાય છે. પરંતુ અને તે તેનો અર્થ દિવ્ય થાય છે. વિશ્વ દ્રવ્યનું બનેલું છે. તેમાં સઘળી વસ્તુઓનો સમાવેશ થાય છે અને એમ હેવાથી હૃશ્ય કે અદશ્ય, સ્પર્શનીય કે અસ્પર્શનીય, ચેતન કે અચેતન-એ સઘળું તેમાં છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં વિશ્વને અવિભાજિતપણે આખી વસ્તુ તરીકે ગણવામાં આવે તે તેનું માત્ર એકજ દષ્ટાંત છે. તેના વિના બીજું કંઈ પણ સત નથી. સત શિવાય ની વસ્તુઓ સત નથી પણ અસત્ય કે કપિત છે અને અસત કલ્પનાની બહાર તેનું અતિ. વ સંભવતું નથી. નીચે પેરેગ્રાફ તૈયાયિક મગજવાળાઓનેજ માત્ર રસ-રમૂજ આપશે. હવે જે સઘળું હયાતી ધરાવે છે તેજ વિશ્વ છે, તેથી જે સધળી વસ્તુઓ નથી તે અથવા નાસ્તિવ એટલે શું તે સમજવાની આવશ્યક્તા જણાય છે. વિશ્વ સત દ્રવ્યથીજ બનેલું હોવાથી, વિશ્વના કોઈ પણ નાના કે મોટા ભાગનું સંપૂર્ણ નાસ્તિત્વ અશકય છે; કાર કે અખિલ વિશ્વનું સંપૂર્ણ નાસ્તિત્વ માનવાથી માત્ર શુન્યતા (અભાવ બાકી રહે છે. સ્વર્ગ, નરક કે જેના બીજા નિવાસ સ્થાનવાળા સકળ લોકની બહાર-દૂર માત્ર શુન્ય આકાશ છે. પણ આકાશ એ સત અને અમુક વસ્તુ છે. સર્વે પ્રકારે–સંપૂર્ણ શુન્ય અભાવ એ અસત વિચાર છે અથવા અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ સંબંધી અજ્ઞાન છે. જે શૂન્યતાનો અર્થ સકલ સતપણાનો અભાવ એ થાય તે શૂન્યતા સત કેમ હોઈ શકે ? વિશ્વને અખંડિત રીતે વિચારીએ તે આપણે પણ તેમાં સમાવેશ થાય છે. પોતાના સંબંધી વિચાર કરતાં આપણે આપણાથી વ્યતિરિક વિશ્વના-શેષ પરભાગને ગણતા નથી. • આ શવથી આપણે પોતે દૂર રહેલા છીએ. આવી રીતે તરતજ (૧) રવ અને (૨) પર એવા એક બીજાથી ભિન્ન બે ભાગોનું આ વિશ્વ બનેલું છે. પરસ્પર જુદી બે વસ્તુઓ પ્રતિપાદિત થવાથી એકને પોતાની બહાર બીછમાં અભાવ હોય છેજ ! જ્ઞાન એ અંતિમ પ્રમાણું છે અને સ્વ એજ પર છે અથવા પર એજ સ્વ છે એમ કોઈ પણ જીવ જાણું ખરી રીતે અનુભવી માની કે પ્રતિપાદન કરી શકે જ નહીં. સ્વ એટલે આપણે પોતાનો

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34