Book Title: Buddhiprabha 1912 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ ૯૨ બુદ્ધિપ્રભા. હતે તેમાં પણ લાલભાઈએ આમભોગ આપીને ભવિષ્યમાં થનાર આશાતનાને ટાળી છે, તારંગા સમેતશિખર અન્તરિક્ષક વગેરે તીર્થોની રક્ષામાં તેમણે બનતે જાતિભેગ આયો છે. જૈન શ્વેતાંબર કેન્સરની સ્થાપનામાં ગુલાબચંદ ને તેમણે સારી સહાય આપી હતી. જેને વેતાંબર કોન્ફરન્સના તે જનરલ સેક્રેટરી હતા. અમદાવાદમાં કેળવણી અને શેઠ. જેસંગભાઇ હડશગે કેન્ફરન્સને આમંત્રણ આપ્યું તે વખતે કોન્ફરન્સ કેન્ફરન્સ કરતાં કેટલાક પ્રતિપક્ષીઓ સામા થયા હતા તે પણ તે મણે કેન્ફરન્સનું કાર્ય છેડયું નહોતું. “ કોન્ફરન્સમાં કેટલાક દેઢ ચતુ કેન્ફરન્સના વિન સંત બનીને કેફરન્સને તેડવા માગે છે પણ તેમાં તેઓ મૂર્ખતા પ્રકટ કરે છે” ઈત્યાદી વાક્યોથી તેમણે કોન્ફરન્સના પ્રતિપક્ષીઓની ઝાટકણી કાઢી નાખી હતી. જેને કેળવણી અપાવવામાં તેમની અત્યંત લાગણી હતી. મુસલમાનોની અલીગઢ કેલેજ જેવી જૈનોની કલેજ કાઢવા વારંવાર તેમના મનમાં વિચાર પ્રકટતા હતા. લેખકની પાસે વારંવાર તેમ કહેતા હતા. જૈનોને માટે હુન્નરશાળા સ્થાપવાનું પણ વારંવાર તે કહેતા હતા. કન્યાઓને કેળવવામાં તેમને રતુત્ય વિચાર હતો. પિતાની માતાની યાદગીરી માટે ત્રણે ભાઈઓએ નાણાં આપીને ઝવેરીવાડાના નાકે ગંગાબાઈ જૈન કન્યાશાળા રૂપીઆ પાંત્રીશ હજાર ખર્ચીને બાંધી છે અને તેમાં હાલ જૈન કન્યાઓ અભ્યાસ કરે છે. જૈન વિદ્યાધિને કેલરશીપ આપવામાં તે ભાગ લેતા હતા. વળી તેમણે પોતાના પિતાની યાદગીરી માટે શેઠ. દલપતભાઈ ભગુભાઈના નામની અને મરચી પોળમાં એક મોટી સારી સવડવાળી ધર્મશાળા બંધાવી છે. ચાલતા દુષ્કાળમાં તેઓએ પાંજરાપોળની ટીપમાં રૂ. ૧૧૦૦૦) ની મદદ આપી છે. તેમજ ઢોરો છોડાવવામાં પણ સારી મદદ કરી છે. શેઠ. લાલભાઈ અમુક અપેક્ષાઓ સુધારક વિચાર ધરાવતા હતા. ઈગ્લાંડ વગેરે પર દેશ ગમનના તે હિમાયતી હતા. તે તેમના લેખથી સિદ્ધ થાય છે. સુધારક વિચાર પરદેશગમન કર્યા વિના છૂટકે નથી એમ તે માનતા હતા. જમા નાને અનુસરી જે જે સુધારાઓ કરવા યોગ્ય હોય તે કરવાજ જોઈએ એમ તેમની માન્યતા હતી. બાલલગ્ન બૃહલગ્ન અને એક કરતાં અધિક સ્ત્રીની સાથે લગ્ન કરવાં, નાત વરાનાં ખર્ચ કરવાં ઈત્યાદિ દુષ્ટ રીવાજોને હઠાવવા તેઓ પ્રયત્ન કરતા હતા. પોતાની નાતમાં પણ બને તેટલા સુધારા કરવા તે પ્રયત્ન કરતા હતા. શેઠ લાલભાઈ સાદાઈને બહુમાન આપતા હતા સાદાઈના તે પૂજારી હતા. કેન્ફરન્સ ને પણ અ૫ ખર્ચે ભરવી ઇત્યાદિ બાબત પર પોતાના વિચારે બેસાદાઈ હાર પાડતા હતા. તેમનાં વસ્ત્ર સાદાં હતાં. સરકાર દરબારમાં પણ સાદે વેશધારણ કરતા હતા. પોતાના કુટુંબને પણ સાદાઈ રાખવા વારંવાર શિખામણ આપતા હતા અને ઘરમાં સાદા વે ફરતા હતા. લાલભાઈ પિતાની જાતે સર્વ કાર્યોની તપાસ કરતા હતા. એક નાનું સરખું કાર્ય પણ તે પિતાની આંખ બહાર જવા દેતા નહતા. જે જે કાગળમાં સ્વજાતે સર્વ કા. સહી કરવી પડે છે તે કાગળને બરાબર વાંચતા અને પશ્ચાત સહી યોમાં ભાગ કરતા હતા. કેઈના વિશ્વાસ ઉપર કાર્ય મૂકીને બેસી રહેતા મહેતા ચોપડા પણ જાતે તપાસતા. વ્યાપાર વગેરે સર્વ કાર્યોને સૂમ દષ્ટિથી તપાસતા હતા.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34