Book Title: Buddhiprabha 1912 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ બુદ્ધિપ્રભા. . Auwwar આ ઉપરથી સિદ્ધ થાય છે કે જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય તેને અનુકૂળ સાધન અંગીકાર કરવાં જોઈએ. આ ભવમાં તમને જ્ઞાન બહુ ઓછું મળેલું છે. તમે જ્ઞાન મેળવવાના અભિલાષી છે. તે જ્ઞાન તમને પ્રાપ્ત થાય તે સારૂ બને તેટલે ભણવાને—જાણવાનો પ્રયાસ કરે; તમારી ભણવાની શક્તિ બિલકુલ ન હોય તે જે ભણતા હોય તેમને તમારા ધનથી મદદ કરે; તેમના વિદ્યાભ્યાસમાં ઉપયોગી લાગે તેવાં સાધનો પુરાં પાડે; બેડીંગ જેવાં વિદ્યાને વધારનારાં સાધનોને મદદ આપે. જ્ઞાનીઓની તનથી સેવા કરો. તન અને ધનથી પણ તમે સેવા કરી શકે તેવી સ્થિતિમાં ન હોય તે જ્ઞાનીઓને દેખી, વિદ્વાનેને દેખી, પ્રમોદભાવ ધારણ કરે. તેમનાં કાર્યોની અનુમોદના કરે. આ રીતે તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. પૂર્વભવનાં કેટલાંક કર્મો લેઇને આ ભવમાં તમને જ્ઞાન ન મળ્યું હોય તેપણું ઉપર પ્રમાણે તમે વર્તશો તે જરૂર જ્ઞાનને આડે આવનારા કર્મો નાશ પામશે અને તમને જ્ઞાન મળી શકે તેવા સંગમાં સારી બુદ્ધિ અને મન સાથે બીજા ભવમાં જન્મ લેશે. આ બાબતમાં જરા પણ શંકા કરવાનું કારણ નથી. કારણ કે નિયમ ચાકસ છે. જો તમારે ધન મેળવવાની ઈચ્છા હોય તે તમારી શક્તિના પ્રમાણમાં બીજાઓને દાનમાં કાંઈ આપો. તમારા વ્યવહારમાં ન્યાય નીતિથી વર્તે. લેવડ દેવડમાં ચકખાઈ રાખો. જે તમારી દાન આપવાની શક્તિ ન હોય તે જેઓ દાન આપતા હોય તેમને જોઈ રાજી થાઓ. તેમને ગુણની અનુમોદના કરે. આથી લાભાન્તરાય કર્મને નાશ થશે, અને આ ભવમાં પણ તમે દાન મેળવી શકશે. અને કદાચ પૂર્વના નિકાચીત કર્મથી આ ભવમાં તમને વિશેષ ધન પ્રાપ્ત ન થાય તે તેથી ચિંતા કરશે નહિ, તમારી શુભ ભાવનાથી અને દાન દેવાની બુદ્ધિથી આવતા ભવમાં તમે કઈ ધનવાન પિતાને ત્યાં અવતરશે. અહીં પણ નિયમ પર શ્રદ્ધા રાખે. કારણ કે કર્મને નિયમ કોઈને ઠગ નથી. જો તમારે સદ્દગુણો મેળવવા હોય તે પ્રાતઃકાળમાં એક સાણ લઈ તેનું ધ્યાન કરે. તેના લાભ વિચારો તેથી ઉપજતે આનંદ ક૫. મહાન પુરૂષોએ તે ગુણ પોતાના જીવનવ્યવહારમાં કેવી રીતે કેજ હતા તેને ખ્યાલ કરે અને તમારા સંપૂર્ણ મનથી તેનું ધ્યાન કરો. અને પછી દિવસના બીજા ભાગમાં તે સદ્દગુણને અમલમાં મૂકવા પ્રયત્ન કરે. તે સદ્દગુણને અનુભવમાં લાવવા કોશીશ કરે. રાત્રિએ આત્મનિરીક્ષણ કરો અને તમે કેટલે અંશે તે સદગુણને અનુભવમાં મૂકવા સમર્થ થયા હતા તેને વિચાર કરે, ભૂલ થવાના પ્રસંગોનું કારણ શોધી ફરીથી તેવી ભૂલ ન થવા પામે તેને ખ્યાલ લાવે. આમ કરવાથી તે સદગુણ તમારા જીવનમાં ઓતપ્રોત થઈ રહેશે. આ રીતે જુદા જુદા સદગુણો ખીલવતા જાઓ. એટલે આ ભવમાંજ તે ખીલી જશે, અને આવતા ભવમાં તે બે સગુણે સાથે તમે જમશો. જો તમારે શરીરસંપત્તિ પ્રાપ્ત કરવા ઈચ્છા તે શરીરથી બ્રહ્મચર્ય પાળે. કસરત કરો, આરોગ્યવિદ્યાના નિયમોનું સેવન કરે. શરીરથી કાઈપણ જીવની હિંસા ન કર અને આ તમારું શરીર બને તેટલી શક્તિથી પરસેવામાં વાપરો એટલે તમારું શરીર સુધારવા માંડશે, અને કદાચ પૂર્વભવના કોઈ સસ્ત કર્મથી આ ભવમાં તમારું શરીર નિરોગી ન પણ થાય, છતાં આ તમારા પ્રયાસથી આવતા ભવમાં તમે જરૂર નિરોગી શરીર સાથે જન્મશે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34