________________
બુદ્ધિપ્રભા.
પ્રેમમાં રૂપાંતર કરી નાખે એથી તમે શત્રુને મિત્રના રૂપમાં પલટી શકશે અને તમારા પિ તાના માનસિક સામર્થને અત્યંત સંચય ને વધારે કરશે.
લા કી શા મા કામ જ એ પી એમ ને તમામ ૧
તમારું મન એક બગીચે છે. જ્યારે જ્યારે તમે દેવ, પાપ વ્યાધી, નિષ્ફળતા અથવ ઉપાધિનું ચિંતન કરે છે ત્યારે ત્યારે તમે તેવી જાતનાં જાખરાંને તે બગીચામાં ઉગાડે છે ઉગેલાને પાછો અને તેનાં કટુફલ સત્વર આણવા પ્રયત્ન કરો છે.
कर्मनो नियम. As a man soweth, so he reapeth.
Man is the master of his own desting. કર્મ એ શું છે! એ આપણુ આર્યવર્ત માં સર્વ કઈ સમજે છે. કરીશું તેવું પામીશું અથવા વાવીશું તેવું લણશું, એમ પણ સર્વ કઈ જણાવે છે. આપણે હાલની સ્થિતિ ગમે તેવી નહિ ઇચ્છવા યોગ્ય હોય, તોપણ તે સ્થિતિના બનાવનાર આપણે પોતે છીએ; તે પછી તે સ્થિતિમાં ફેરફાર કરી સારા સંજોગોમાં આવવું તે પણ આપણે સ્વાધીન છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણી હાલની સ્થિતિ ભૂત કાળના આપણા વિચારે, કાર્યો અને ઈચ્છાઓનું પરિણામ છે પણ ભવિષ્ય કાળને આધાર આપણી વર્તમાન સ્થિતિ પર છે. જે આ સિદ્ધાંત સત્ય હોય તો મનુષ્ય પોતાના ભવિષ્યને નિયંતા કરે છે.
આપણે એમ જણાવીએ છીએ કે મિયાત્વ, કપાય, અવિરતિ, પ્રમાદ અને યોગથી કર્મ બંધાય છે, અને તેને લગતા સૂત્રોને વર્તનમાં મૂકવાનો સમય આવે છે તે સુત્રને અને આપણને કાંઈ પણ લાગતું વળગતું ન હોય તેમ આપણે વતી એ છીએ. આ શું સૂચવે છે! તે જણાવે છે કે આપણને તે સૂત્રોમાં શ્રદ્ધા નથી. ખરું કહું છું કે શ્રદ્ધા નથી ! જે શ્રદ્ધા હોય તે આપણું જીવન આદર્શ મય થવું જોઈએ. આપણે તે નિયમને હદયથી અંતઃ કરણથી ખરો માનતા હોઈએ તે શું કોઈને છેતરીએ ? શું કોઈનું ધન બદદાનતથી પડાવી લેવા ઇરછીએ ! શું કોઈ પણ પ્રકારનું પાપ કર્મ કરીએ ! એક બાળક કે જેને શ્રદ્ધા થઈ છે કે અગ્નિ બાળે છે. શું તે કદાપિ અગ્નિ સ્પર્શ કરશે ! કદાપિ નહિ. પણ આપણે આ બાબતમાં બાળક કરતાં પણ હલકી સ્થિતિના છીએ. આપણે મોટું અભિમાન ધરનારા છીએ અમારા સિદ્ધાં ઉચ્ચ છે, અને ખરા છે, એટલું કહેવાથી બસ નથી તમારે તદનુસાર વર્તવાને પ્રયત્ન સેવવો જોઈએ.
આ નિયમ જે બરાબર જાણતો હોય તેનામાં અત્યંત બળ હેવું જોઈએ કારણ કે નિયમ અચળ છે. આ નિયમ કદી કેને ઠગત નથી. જો તમે તેના ઉપર વિશ્વાસ રાખો તે કદી તે તમારો વિશ્વાસઘાત કરશે નહિ. “હાઈડે જન' અને ઓક્ષીજન નામના બે વાયુને ભેળવે તો તેમાંથી પાણી અવશ્ય ઉત્પન્ન થાય છે અને જે કોઈવાર તે પરિણામ ન આવે તે નિયમમાં ભૂલ ગણાતી નથી, પણ તે પ્રયોગ કરનારની સ્થીતિમાં કોઈ ભૂલ હાવી જોઈએ. તે રીતે અમુક રીતે વર્તે એમ શાસ્ત્રકારો કહે છે. શાસ્ત્રના રચનારા મહા પુરૂષ આ અંધામ નિયમના અનુભવી સાયન્ટીસ્ટ છે. તેમના વચન ઉપર શ્રદ્ધારાખી તમે વર્તે