Book Title: Buddhiprabha 1912 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ - w સ્વર્ગસ્થ શેઠ લાલભાઈ દલપતભાઇનું ટુંક છવનવૃતાન્ત. जैन कोमना आगेवान सरदार स्वर्गस्थ शेठ लालभाइ दलपतभाइर्नु टुंक जीवनवृत्तान्त. (લેખક મુનિ બુદ્ધિસાગરજી.) સરદાર શેઠ. લાલભાઈ દલપતભાઈનું સં. ૧૯૬૮ ના જેઠ વદી ૫ ના પ્રાતઃકાલમાં અકસ્માત મૃત્યુ થવાથી જૈન કેમ અને અન્ય કામમાં પણ હાહાકાર વર્તાઈ રહ્યા છે. તેમને હૃદયરોગ હતો. તે પિતાની માતા ગંગા બેન શેઠાણીના મેળામાં શીર્ષ મૂકીને મૃત્યુ પામ્યા છે. જેના કામના આગેવાન--સ્તંભના મૃત્યુથી કાના હદયમાં શોક ન ઉત્પન્ન થાય. આખા ગામમાં તારની પેઠે તેમના મૃત્યુના સમાચાર પહોંચવાથી સેંકડે લોકો વંડા તરફ આવવા લાગ્યાં. તેમની દહનક્રિયા વખતે ઘણી જાતના મનુએ દિલગીર ચહેરે હાજરી આપી હતી. તેમની પાછળ અન્ન, વસ્ત્ર અને રૂપાનાણું ગરીબને આપવામાં આવ્યું હતું. સ્મશાનમાં એક દીલગીર ભર્યો દેખાવ બની રહ્યા હતા તે સંસારની અનિત્યતાને સૂચવતે હવે – काया सुकोमल केळ जेवी, बिगडतां नहि वार; भला भला पण चालीया तो पामरनो शो भाररे. ॥ अनित्यानि शरीराणि विभवो नव शाश्वतः नित्यं संनिहितो मृत्युः तस्माद् धर्म समाचर ॥ ઇત્યાદિ લેકાના ભાવાર્થને લોકને અનુભવ આવતા હતા. કેટલાક મનુષ્યો તે કહેતા હતા કે અહે પાણીના પરપોટા જેવા શરીરનો શો વિશ્વાસ. શ્રી વીરભુએ ગૌતમને કહ્યું છે કે તે ગાતમ ! એક ક્ષણ માત્ર પણ પ્રમાદ કરીશ નહિ. મનુષ્યના જન્મની કિંમત નથી. ઈત્યાદિ વાક્યોનું મનુષ્ય સ્મરણું કરવા લાગ્યા, દહન ક્રિયા બાદ મનુષ્યોનાં ટોળે ટોળાં વંડાએ આવીને શોક કરીને સંધ્યા સમયનાં પક્ષીઓની પેઠે સ્વસ્વસ્થાને ગયાં. શહેરમાં હડતાલ પડી હતી અને લેકાએ મંડલો ભરી શોક દર્શાવ્યો હતો. શેઠાણી ગંગાબેન કે જે લાલભાઈનાં માતાજી હતાં તેમને તથા તેમના ભાઈઓને તથા પુત્રો વગેરેને અત્યંત શક થવા લાગે, લેખકે શેઠાણીની પાસે જઈને વૈરાગ્યોપદેશ દીધે, મોટા એવા તીર્થંકરી પણ શરીર ત્યજીને ચાલ્યા ગયા. દુનિયામાં કોઈ અમર રહેતું નથી. શરીરનો શેક કરવો ઘટતો નથી શરીરમાંથી છૂટીને અન્યગતિમાં ગએલો આત્મા કંઈ હવે શેક કરવાથી પાછો આવે તેમ નથી. વિલાપ કરવાથી કંઈ વળે તેમ નથી. સંસારની અનિત્યતાનો વિચાર કરીને દરરોજ આત્મભાવમાં રમણતા કરવાની જરૂર છે ઇયાદિ ઉપદેશ દેવાથી શેઠાણી ગંગાબેન શાન્ત થયાં હતાં. શેઠ લાલભાઇના મૃત્યુથી જૈન કોમની ઉન્નતિ કરનાર એક આગેવાન પુરૂષની ખોટ પડી છે. તેમના આત્માને શાંતિ ઈચ્છવા માટે આંબલીપળના ઉપાશ્રયે એક જાહેર સભા બેલાવવામાં આવી હતી તે વખતે સેંકડે મનુષ્ય મળ્યાં હતાં. તે વખતે માસ્તર હીરાચંદ કઠલભાઈએ લાલભાઈની નિરહંકાદશા અને તેમના અન્ય ગુણેનું સહવાસને લીધે વર્ણન કર્યું હતું. શેઠ, મોહનલાલ મગનલાલે સરદાર લાલભાઈના સણોનું સારૂ ચિત્ર સભા આગળ ભાણદ્વારા ખડું કર્યું હતું. શા. ટાલાલ મનસુખે શેઠ, લાલભાઈની પાછળ તેમના ગુણોની યાદી રહે એવું

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34