________________
કર
બુધિપ્રભા.
जैन सूरियो वगेरे, सत्तरमी सदीथी आरंभीने ऐति.
हासिक वृत्तान्त.
શ્રી વિજયદેવસૂરિનો જન્મ સં. ૧૬૩૪ માં થશે અને તેમણે સં. ૧૬૪૩ માં દીક્ષા અંગીકાર કરી. તેઓશ્રીએ નવ વર્ષની બાલ્યાવસ્થામાં દીક્ષા અંગીકાર કરી હતી તેથી ઉત્તમ વિદાન થયા હતા. શ્રી વિજયસેનસૂરિને જન્મ ૧૬ ૦૪ અને સં. ૧૬૧૪ માં દીક્ષા થઈ અર્થાત તેઓએ નવ વર્ષની બાલ્યાવસ્થામાં દીક્ષા અંગીકાર કરી હતી, સં. ૧૬૫૫ માં શ્રી વિજયદેવને પન્યાસપદ મળ્યું હતું. અર્થાત જમ્યાબાદ એકવીશમા વર્ષે પંડિત અર્થાત પન્યાસપદ પ્રાપ્ત કર્યું હતું. શ્રીહીરવિજયસૂરિએ ઉનાળામમાં સં. ૧૬૫ર ને ભાદરવા સુદી ૧૧ અગ્યારસે દેહત્યાગ કર્યો હતો. તેમના અને શ્રી વિજયસેન સૂરિના હાથ તળે તેમણે ધાર્મિક જ્ઞાનને ગુરૂકુલવાસ સેવીને સારો અનુભવ ગ્રહણ કર્યો હતો. તેમની બાવીસ વર્ષની ઉમર થઈ તે વખતે એટલે સં. ૧૬૫૬ માં ખંભાત (સ્તંભતીર્થ ) માં તેમને આચાર્યપદવી આપવામાં આવી હતી, તેમની દીક્ષાના તેરમાં વર્ષે આચાર્ય પદવીવડે તેઓ અલંકૃત થયા હતા. સં.૧૬૫૮ માં પાટણનિવાસી પારેખસહસવારે પાંચ હજાર મહમુદિયાના ખર્ચથી ગણુનુજ્ઞાનંદિ મહોત્સવ કી હતા, તેમણે મંડપાચલ અર્થાત માંડવગઢમાં જહાંગીરબાદશાહે બોલાવ્યા હતા અને જૈન ધમેની ચર્ચા સાંભળીને તેમને મહાતપ બિરૂદ આપ્યું હતું અને તેને ચન્દુએ મહોત્સવ કર્યો હતું. તેમણે ઈડર પાસેના સાંબલીમાં સૂરિમંત્રનું આરાધન કર્યું હતું. તેમણે સં. ૧૬૮૨ માં વિજયસિંહને આચાર્ય પદવી આપી. સં. ૧૬૮૪ માં જાલેરનગરમાં જયમલ્લજીએ વિજ. યસિંહ સૂરિન ગણાતુનાનંદિ મહેત્સવ કર્યો–શ્રી વિજયસિંહ સૂરિએ ઉદયપુરના રાણુ , ગાસિંહના અત્યંત આગ્રહથી ઉદેપુરમાં મારું કર્યું હતું. શ્રી વિજયસિંહરિ વિહાર કરતા કરતા ગુર્જર દેશમાં પધાર્યા અને શ્રી વિજયદેવ સૂરિને વંદન કર્યું. શ્રી વિજયદેવ સૂરિ નં. ભાતમાં ચોમાસુ રહ્યા અને શ્રી વિજયસિંહ સૂરિ અમદાવાદ પાસેના નવાપરામાં ચોમાસુ રહ્યા ત્યાં અચાડ સુદી બીજે તેઓ સ્વર્ગે ગયા ત્યાર બાદ પરમ ગુરૂ શ્રી વિજયદેવસૂરિ ગંધાર - ગરે આવ્યા અને ત્યાં અમદાવાદ વગેરે સંધના આગ્રહથી પિતાના પદે સં. ૧૭૫૦ ની સાલમાં શ્રી વિજયપ્રભ સૂરિને થાયા.
- પતિ પઢાવલી વગેરેને કષ એવો છે કે શ્રી વિજયદેવ સૂરિના બાવન શિષ્ય હતા અને શ્રી વિજયસિંહ સૂરિના બાવન શિષ્ય હતા. એકશો ચાર શિષ્ય વિદ્વત્તાવડે શોભાયમાન હતા-કોને આચાર્ય પદવી આપવી તેના વિચારમાં સુરિજી પડી ગયા, તેમણે સૂરિમંત્રનું આ રાધન કર્યું અને શ્રી વિજય પ્રભને પિતાની પાટ ઉપર અન્ય કરતાં અલ્પ વિદ્વાન છતાં બેસષા અને પિતે નવા બેસાડેલા આચાર્યને વંદન કર્યું તેથી જેઓ મહા વિદ્વાન હતા તે ઓએ પણ વિજયપ્રભ સૂરિને વંદના કરી. દેવીના આદેશથી વિજય પ્રભને આચાર્ય પદવી આપી હતી તેથી વ્યાખ્યાન વખતે દેવી શ્રી વિજયપ્રભ સૂરિની જિહા ઉપર આવી બેસી તેથી સંધમાં વિજયપ્રભ સૂરિને અત્યંત પ્રભાવ પડ્યો. શ્રી સત્યવિજય પન્યાસ શ્રી વિષસિંહ સૂરિના શિષ્ય હતા તેમણે સંવેગી પક્ષ ગ્રહણ કર્યો, ઈત્યાદિ ઉપર્યુક્ત પ્રાપમાંથી
જે સત્ય હોય તે વાચકાએ ગ્રહણ કરવું-એટલું તે લેખક પિતાના અભિપ્રાયથી જણાવે છે કે શ્રી વિજયદેવ સૂરિના સમયમાં ધણા વિદ્વાન સાધુઓ હતા અને તેમના ભિન્ન ભિન્ન વિસોરથી મહા ભેદની શરઆત થઈ,
( અપૂર્ણ.)