Book Title: Buddhiprabha 1912 05 SrNo 02 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ બુદ્ધિપ્રભા. શેભા ઉત્તમ અને જુદા પ્રકારની છે. બાહ્ય બાગમાં જેમ અનેક પ્રકારના વેલાઓ શોભી રહેલા હોય છે અને તેમાં પ્રવેશ કરનારને શીતલતા અને સુગંધને લાભ મળે છે તેમ અને ધ્યાત્મ જ્ઞાનરૂપ બાગમાં સમતાની શીતલતા અને ધ્યાનની સુગંધ મહામહે છે તેમાં પ્રવેશ કરનારને તેને લાભ મળ્યા વિના રહેતું નથી. અધ્યાત્મ જ્ઞાન ખરેખર મધના સમાન ભવ્ય મનુષ્યના જીવનનો આધાર છે. મેધથી આખી દુનિયા જીવે છે તેમ અધ્યાત્મ જ્ઞાનથી ભવ્ય જીવો ભાવપ્રાણ ધારણ કરીને જીવી શકે છે મેધથી જેમ પૃથ્વી પર સર્વત્ર બીજે ઉગી ની કળે છે અને તેથી પૃથ્વી લીલીછમ જેવી દેખાય છે તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનરૂપ મેઘથી અનંતરાત્મારૂપ પૃથ્વીમાં અનેક સદગુણેનાં બીજે ઉગે છે અને તેથી અન્તરાત્મામાં સર્વત્ર ગુણેની શોભા વ્યાપી રહે છે. ભવ્ય જીવોમાં સર્વ પ્રકારના ગુણોના અંકુરાઓને પ્રકટાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. જેમ મેધવિના જગતમાં દુષ્કાળ પડે છે અને જ્યાં ત્યાં મારામારી પ્રસરે છે અને તેથી જગતમાં મરણ, ખેદ, શોક અને અશાન્તિનું જોર વધતું જાય છે તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાન રૂ૫ મેઘની ભાવ પર વૃષ્ટ થયા વિના મમત્વભાવરૂપ દુષ્કાળનું જોર વધે છે અને રાગ દ્વેષ ધ્યા નિન્દા કલેશ વગેરે ચોરીનું જોર વધે છે તેમજ ભાવ પ્રાણને જીવાડનાર એવા અધ્યાત્મજ્ઞાનરૂપ મેધવિના ભવ્ય જીવોના ભાવ પ્રાણ રહેતા નથી. દયા વગેરે ભેજય પદાર્થો વિના દુનિયા સાનિ ભેગવી શકતી નથી અને તેથી તેના વિના બાહ્ય અને અતર એ બે દશામાંપણ જગતમાં અયા ત્તિ વ્યાપે છે. અષામાનરૂપ મિધની સર્વ ભવ્ય જી ઇચ્છા ધારણ કરે છે. જેઓને અશાન્તિમાં આનંદની માન્યતા હોય છે તેઓ અષામજ્ઞાનરૂપમેઘને ઇચ્છતા નથી. અધ્યામઝાનરૂપ મેધની વૃષ્ટિ ખરેખર પુષ્પરાવર્ત મેધની વૃષ્ટિ કરતાં અનંત ગણી ઉત્તમ છે. અને ધામ જ્ઞાનને નદીની ઉપમા આપવામાં આવે છે. અથામાજ્ઞાનરૂપ નદીમાં મનુષ્ય સ્નાન કરે છે અને અસંખ્ય પ્રદેશ૩૫ શરીરે નિર્મળ બને છે. અધ્યાત્મજ્ઞાનરૂ૫ નદીનો પ્રવાહ જગત માં વહ્યા કરે છે અને તે અન્ય જીવોને સહાય આપે છે. નદીથી જેમ ખેતરને પાણી મળે છે અને ખેતી પુષ્કળ પાકે છે તેમ અધ્યાત્મજ્ઞાનરૂપ નદીના શુભ અંધસાપલથી અને મનુષ્યનાં હદય સત્ર પિપાય છે અને તેથી મનુષ્યોના હૃદયક્ષેત્રમાં ધર્મની ખેતી પાકે છે બાવનાચંદન કરતાં પણ અધ્યાત્મજ્ઞાનની અલૌકિક ઉત્તમતા છે. કડાઈમાં ઉષ્ણ કરેલ પાંચમ તેલમાં બાવના ચંદનના રસને છ પાડવામાં આવે છે તે ઉભું થએલું લાલચોળ તેલ પણ ઠંડુ થઈ જાય છે તે પ્રમાણે મનુષ્યના હદયરૂપ કડાઈમાં આત્માની પરિગતિ ખર. ખર ક્રોધરૂપ અગ્નિથી લાલચોળ બની જાય છે તો પણ અધ્યાત્મજ્ઞાનની ભાવના ૩૫ ચંદન રસ છાંટાઓને તેમાં પાડવામાં આવે છે તે આત્મામાં અત્યંત શાન્તતા ઉપન્ન થાય છે-અધ્યાત્મજ્ઞાનરૂપ બાવના ચંદનનને પામીને કુરગડુએ ક્રોધને જીતી કેવલજ્ઞાન પ્રગટાવ્યું હતું ચંદ્રાચાર્યના શિવે અધ્યાત્મજ્ઞાનરૂપ બાવના ચંદનનારસ પિતાના હદપમાં શીતળતા ધારણ કરીને કેવળજ્ઞાનરૂ૫ લક્ષ્મીને ધારણ કરી હતી. —Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34