________________
૪૯
જૈનધર્મ, सोलशृंगारभलाकरी टोले टोले हे गाए गुरुगुण भासकि. मुजरो ॥ ४॥ शिवगण शा सुत सुन्दरु, मात भाणी हे सीले सिरदाराक; वीरकुमर जेणे जनमीआ, सुखकारी हे तपगच्छजयकारकि. मुजरो ।। ५ ॥ सोहम जंबु सारिखो, गुरु पाम्यो हेमें पुण्य पसायकि नित नित उठी जेहना, पायनमतां हो आणंद थायकि. मुजरो ॥ ६ ॥ पंडित माहि पुरंदरु, श्रीनय विजयहे गुरुजी सुखकारकि. सीस श्रीजस चूडामणी, तससेवक हे तत्व विजय जयकारके. मुजशे ।। ७ ॥
મધૂળ.
जीवनना अति महत् प्रश्नोना निराकरण तरीके
पाश्चिमात्य स्वरुपमां जैनधर्म. (હરબર્ટ વરનના અંગ્રેજી લેખને અનુવાદ. )
ભાગ ૧ લે.
પ્રસ્તાવના જંદગીમાં રાખ હેાય કે દુઃખ હેય નાં જીંદગી સવને પ્રિય છે દુ:ખની હયાતી, તેમાં થી બચાવ, તેને વિનાશ, સુખની વૃદ્ધિ-આ પ્રશ્નના ખુલાસાની ઇચ્છા એ ધન પાયો છે. દુઃખ કેમ દૂરકર કરવું, દુઃખની હયાતી શા કારણથી છે તે સમજાવવું, અને જીવનનું સુખ કેમ વધે તે જણાવવું એ ધર્મનો ઉદેશ છે.
દુઃખથી મુક્ત થવાને અને સુખ વધારવાને ધર્મ જે સાધન બતાવે છે, તેમાં મુખ્ય એ છે કે જીવો અને બીજાને જીવવા દો, તેમજ સત્યવાદી, પ્રમાણિક, પવિત્ર, સંતોષી, માતૃપિતૃભક્ત, ગુરૂભક્ત અને દેવભક્ત થાઓ. પણ આ આજ્ઞા પ્રમાણે ચાલવું એ કાંઈ સરલ કામ નથી, કારણ કે આવું વર્તન રાખવાને કઈ પણ પ્રકારની દઢ શ્રદ્ધાની ખામ આવશ્યકતા છે.
શુભ અને અશુભ, સુખ અને દુઃખની બળતમાં જૂદા જૂદા ધર્મો જુદી જુદી પ્રકારની માન્યતાઓ ધરાવે છે. અને અશુભ તત્વ તેમજ દુઃખની હયાતી શા કારણથી છે, તે બાગ તને જે ખુલાસે તેઓ આપે છે, તેથી લોકે ચેડે ઘણે અંશે સંતોષ પામે છે. એક પક્ષ એમ જણાવે છે કે આ વિશ્વને નિયમમાં રાખનાર સર્વ શક્તિમાન અને દયાળુ જગકર્તા પ્રભુ છે, ત્યારે બીજો પહા અનાત્મવાદી–જવાદી-નાસ્તિકતાનો છે. મા બીજો પક્ષ એમ પ્રતિપાદન કરે છે કે અમુક જડપદાર્થના પરમાણુઓથી આ ચિતન્યની ઉત્પત્તિ થઈ છે. અને મરણ સમયે તે ચૈતન્ય પણ વિનાશ પામી જાય છે, પણ જેઓ આ બંને પ્રકારની